Abtak Media Google News

મદ્રાસ હાઈકોર્ટના ચૂકાદા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય વાતાવરણ ગરમ થયું

મદ્રાસ હાઈકોર્ટે શાળાઓમાં વંદેમાતરમ્ ગવડાવવું ફરજિયાત કરવાનું કહેતા તેની અસર ‚પે મહારાષ્ટ્રમાં બીજેપીના એક ધારાસભ્યએ પણ રાજયમાં સમાન નિયમની માગ કરી દીધી છે. જયારે હરીફ જૂથના ધારાસભ્યો તેનો વિરોધ કરી રહ્યા છે.

વંદેમાતરમને લઈને મહારાષ્ટ્રમાં રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું છે. સપાના ધારાસભ્ય અને અભિનેત્રી આયેશા ટાકિયાના સસરા અબુ આઝમીએ કહ્યું કે ભલે મને દેશવટો આપો, હું વંદેમાતરમ નહીં જ ગાઉ

બીજેપીનાં ધારાસભ્ય રાજ પૂરોહિતે મદ્રાસ હાઈકોર્ટનો હવાલો ટાંકીને મહારાષ્ટ્રની શાળાઓમાં વંદેમાતરમ્ ફરજિયાત ગવડાવવું જોઈએ તેવી માંગ કરી છે. અબુ આઝમી અને વારિસ પઠાણ જેવા મુસ્લિમ ધારાસભ્યો આનો વિરોધ કરી રહ્યા છે. મહારાષ્ટ્ર બીજેપીના ધારાસભ્ય રાજ પૂરોહિતને અન્ય હિન્દુવાદી રાજકીય પાર્ટી શિવસેનાનો ખૂલ્લો ટેકો મળ્યો છે. રાજે કહ્યું કે હું મહારાષ્ટ્ર વિધાનસભા અને સંસદમાં આ મુદો ઉઠાવીશ. હું મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીશને પણ મળવાનો છું.

બિન ભાજપી ધારાસભ્ય પઠાણે વંદેમાતરમ્ ગાવા સામે સાફ ઈનકાર કર્યો છે.તેમણે કહ્યું કે મને મારો ધર્મ આની ઈજાઝત આપતો નથી. મને આમ કરવા માટે ફરજ પાડી શકાય નહી. ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે મદ્રાસ હાઈકોર્ટે કહ્યુંં હતુ કે તમિલનાડુમાં શાળાઓમાં વંદેમાતરમ ગાવાનું ફરજિયાત કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.