Abtak Media Google News

ભારત દ્વારા લેવામાં આવેલો નિર્ણય દેશમાં ગરીબી નોતરી શકે છે

આરસીઈપી કરાર કે જે ચાઈના પ્રેરિત કરાર માનવામાં આવે છે ત્યારે ભારતે આરસીઈપીમાં ન જોડાવવાનો નિર્ણય લીધો હતો જે નિર્ણયને સ્થાનિક સ્તર પર આવકારવામાં આવ્યો હતો જયારે બીજી તરફ અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે, ભારતે આજ નહીં તો કાલ આરસીઈપી કરાર કરવો જ પડશે. હાલનાં તબકકે ભારતની અર્થવ્યવસ્થા અત્યંત ડામાડોળ હોવાનાં કારણે કેવી રીતે દેશની અર્થવ્યવસ્થા સુધરે તે દિશામાં ભારતે વિચારવું અત્યંત જરૂરી બન્યું છે ત્યારે ભારતે જો તેની આર્થિક સ્થિતિ સુધારવી હોય તો આરસીઈપી કરાર તેમનાં માટે આશીર્વાદરૂપ બની શકત ત્યારે હવે શું મોદી આરસીઈપી જોડાણમાં તેની જીદ છોડશે કે કેમ ? તે પણ એક મુખ્ય પ્રશ્ર્ન સામે આવી રહ્યો છે. હાલનાં તબકકે દેશની અર્થવ્યવસ્થા અત્યંત કથળેલી હોવાનાં કારણે બજારમાં જે રૂપિયો કે પછી રોજગારીની તકો ઉભી થવી જોઈએ તે નથી થઈ શકતી ત્યારે આગામી દિવસોમાં જો ભારત આરસીઈપી કરાર નહીં કરે તો દેશમાં ગરીબી નોતરી શકે છે. કયાંકને કયાંક કહેવાય છે કે, હઠ અનેક પ્રકારનાં હોય છે જેવા કે બાળ હઠ, સ્ત્રી અને રાજ હઠ ત્યારે આરસીઈપી કરાર ન કરવા પાછળ શું કારણ હોય શકે તે હજુ સુધી સામે આવ્યું નથી.

વડાપ્રધાન મોદી દ્વારા અનેકવિધ વિકાસલક્ષી પગલાઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે આરસીઈપી કરાર કે જેમાં એશિયન દેશો સાથે મળી દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબુત કરવા માટે પ્રયત્નો કરતું હોય છે ત્યારે એવી તો કઈ નબળી કડી છે જેનાં કારણોસર ભારત દ્વારા આરસીઈપી કરાર કરવામાં ન આવ્યો હોય. ભારત આવેલા જાપાનનાં ડેલીગેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જાપાન પણ આરસીઈપી કરાર હેઠળ અન્ય દેશો સાથે જોડાયેલું છે અને ભારત દેશને જાપાન દ્વારા જે વાયદો કરવામાં આવ્યો છે અને બંને દેશો વચ્ચે જે ફ્રિ એન્ડ ઓપન ઈન્ડોપેસીફીક સ્ટ્રેટેજી અમલી બનાવવામાં આવી છે તે માત્ર ભારતની બહાર નહીં પરંતુ ભારતમાં પણ તેની અમલવારી કરવામાં આવશે. કયાંકને કયાંક ભારત દેશે આરસીઈપી કરાર ન કરવા બાદ એવો વિચાર કર્યો હતો કે, ભારત જો આરસીઈપી કરાર ન કરે તો તેના માટે યુરોપીયન યુનિયન અને અમેરિકા સાથે વ્યાપાર સંબંધો અત્યંત મજબુત થાય. આરસીઈપી કરાર ચાઈના પ્રેરિત કરાર હોવાથી દેશને એ દહેશત હતી કે, કરાર બાદ ચાઈના ભારતની અર્થવ્યવસ્થાને અત્યંત નબળી કરી શકે છે. ચાઈના દ્વારા તમામ ચીજ-વસ્તુઓનાં ભાવ અત્યંત નીચા હોવાથી અમેરિકા બાદ ભારત સૌથી મોટું દેશ છે કે જયાં તેઓ તેમનો માલ વહેંચી શકે છે. આ દહેશતનાં પગલે ભારતે આરસીઈપી કરાર ન કરવા માટે તૈયારી દાખવી હતી. ભારત દેશે અત્યાર સુધી બે દેશ સાથે ૨+૨ સમીટમાં

7537D2F3

ભાગ લીધેલો છે. અમેરિકા અને ભારત પ્રધાન ૨+૨ સમીટમાં ભાગ લેતા હોય છે.

આ તકે જાપાનનાં અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભારત જે આરસીઈપી કરાર સાથે નથી જોડાણું તેના અનેકવિધ મુદાઓ અને પ્રશ્ર્નો રહેલા છે તે તમામ પ્રશ્ર્નોને આરસીઈપી કરાર સાથે જોડાયેલા દેશો સાથે મળી તેનું નિરાકરણ લાવવા માટે અનેકવિધ પ્રયત્નો હાથ ધરશે જેથી ભારતનું પણ હિત જળવાય રહે. આ તકે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, આરસીઈપી કરાર સમયે ભારતે તેમની વાસ્તવિકતા રજુ કરી હતી જે અન્ય દેશોની સામે રહેલી છે. જાપાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભારત જો આરસીઈપી કરાર સાથે જોડાય તો ભારત અને જાપાન વચ્ચે ફ્રિ ટ્રેડ ખુબ સરળતાથી થઈ શકે અને તે પણ એક ફ્રી એન્ડ ઓપન ઈન્ડો પેસેફિક સ્ટ્રેટેજીનાં ભાગરૂપે પણ માની શકાય. આ તકે જાપાનનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારતનાં રીઝયોનલ પીસ અને દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબુત બનાવવા માટે જાપાન પૂર્ણત: ભારત દેશનો સાથ આપશે અને ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં પણ જાપાન ભારતમાં પોતાનો અહમ ભાગ ભજવશે. હાલ જાપાન ભારતનાં પ્રવાસે અરૂણાચલ પ્રદેશનાં મુદ્દે આવ્યું હોય તેવું લાગી રહ્યું છે.

આરસીઈપી કરાર એક સમયે ભારત માટે અત્યંત સાનુકૂળ હોય તેવું લાગી રહ્યું ન હતું પરંતુ હાલની સ્થિતિ વિશે જો વાત કરવામાં આવે તો ભારત માટે આરસીઈપી કરાર અત્યંત મહત્વપૂર્ણ બની ગયું છે જો વિદેશી રોકાણ ભારતમાં આવશે તો કયાંકને કયાંક ભારતની સ્થિતિમાં પણ સુધારો આવશે. ભારત દેશ તેના હિત જાળવવા માટે આરસીઈપી કરાર ન કરવા માટેનો નિર્ણય લીધો હતો જેમાં ચાઈનાનો અહમ રહ્યો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે ત્યારે આરસીઈપી કરાર સાથે જોડાયેલા અન્ય દેશો જાપાન અને અન્ય એશિયન દેશો પણ ભારતની વ્હારે આવી અર્થવ્યવસ્થાને મજબુત બનાવવા માટેનાં રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.