Abtak Media Google News

ર્અતંત્રની ગાડી પાટે લાવવા બજેટ મુદ્દે ચર્ચાના સને દિલ્હીની હિંસાના નામે કામગીરી ખોરવવા વિપક્ષો હરકતમાં

એક તરફ સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કાનો પ્રારંભ થઈ ચૂકયો છે. ત્યારે બીજી તરફ સંસદમાં બજેટ મુદ્દે લોકોને લગતી દલીલ કરવાના બદલે હિંસાના નામે આખી કાર્યવાહી ખોરવવા માટે વિપક્ષો હરકતમાં હોવાનું સામે આવી રહ્યું છે. સંસદના બજેટ સત્રમાં સરકાર આર્થિક સર્વે જાહેર કરવા જઈ રહી છે. ત્યારે આખી કાર્યવાહી માત્ર હિંસાના નામે ખોરવીને દેશના ર્અતંત્રના વિકાસને આડે વધુ રોડા નાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગત મહિને બજેટની જાહેરાત બાદ અત્યાર સુધીમાં સંસદમાં આર્થિક મામલે વિપક્ષો તરફી હજુ સુધી સરકાર સામે યોગ્ય દલીલો થઈ શકી નથી.

સરકારને માત્ર સીએએ અને દિલ્હીના તોફાનો મુદ્દે ભીડવવાનો પ્રયાસ થયો છે. પરંતુ જેના પર આખા દેશનું ભવિષ્ય ટકેલુ છે તેવા બજેટ ઉપર વિપક્ષોએ ધ્યાન જ દીધું ન હોય તેવું સામે આવ્યું છે. બજેટી દેશના ર્અતંત્રની ગાડી ફરી પાટે લાવવા જેટલી જવાબદારી કેન્દ્ર સરકારની છે તેટલી જ જવાબદારી વિપક્ષોની પણ છે. વિપક્ષોએ બજેટમાં રહી ગયેલા મુદ્દા અને નકારાત્મક પાસા મામલે સરકાર સામે દલીલો કરવી જોઈએ. આ દલીલો સામાન્ય નાગરિકના હિતમાં રહેતી હોય છે. પરંતુ આખું બજેટ સત્ર જ માત્ર હિંસાના નામે વેડફી નાખવાની સામાન્ય લોકો સાથે અન્યાય યો હોય તેવું કહી શકાય.

બજેટ સત્રમાં આર્થિક બાબતોની ચર્ચા સાથે કોઈપણ મુદ્દે ચર્ચા કરવા સરકાર તૈયાર છે. સંસદની કાર્યવાહી સુચારૂ રૂપી શરૂ રહે તે માટે સર્વપક્ષોની બેઠક મળી હતી. જેમાં સરકારે બજેટ સત્ર સુચારૂ રૂપી ચલાવવાની અપીલ કરી હતી. ગત તા.૩૧ જાન્યુઆરીથી  ૧૧ ફેબ્રુઆરી સુધી સંસદમાં બજેટનો પ્રમ ચરણ વિતી ગયું. આ ચરણમાં બજેટને લગતી કોઈ યોગ્ય ચર્ચા થઈ નહીં. હવે આજી ૩ એપ્રીલ સુધી બજેટનું બીજુ ચરણ ચાલશે. આ સમયગાળા દરમિયાન કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો એનડીએ સરકારને દિલ્હીની હિંસા, સીએએની અમલવારી સહિતના મુદ્દે ભીડવવાનો પ્રયાસ કરશે તેવું જાણવા મળે છે. વિરોધ પક્ષો ગૃહમંત્રી અમીત શાહનું રાજીનામુ પણ માંગશે. આ આખો સમયગાળો માત્ર હિંસાની દલીલો પાછળ બગડશે. બીજી તરફ આ સત્ર જે બાબત માટે ખાસ ફાળવાયું છે તે બાબતની કોઈ યોગ્ય ચર્ચા થશે નહીં.

અહીં નોંધનીય છે કે, નાણા પ્રધાન નિર્મલા સીતારામન માટે ચાલુ વર્ષનું બજેટ ખુબજ પડકારજનક રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ચાલુ વર્ષના ત્રીજા ત્રિમાસીક ગાળામાં ર્આકિ વૃદ્ધિનો દર ઘટીને ૪.૫ ટકાએ પહોંચ્યો છે. ૨૦૧૪ બાદ ક્ધઝયુમર કોન્ફીડન્સ બાબતે આ દર સૌથી નીચો છે. દેશમાં શ્રમબજારની સ્થિતિ ડામાડોળ છે. મુડી રોકાણ અને બેંકોની તંદુરસ્તી મામલે સરકાર ચિંતીત છે. આર્થિક વૃદ્ધિને વધારવા સરકારે કમરકસી રહી છે. આવા સંજોગોમાં સામાન્ય લોકો તરફી વિપક્ષો સરકાર સમક્ષ પોતાના મુદ્દા મુકે તે જરૂરી બાબત છે. પરંતુ વિપક્ષો માત્ર રાજકારણ રમવામાં વ્યસ્ત હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. દિલ્હીની હિંસામાં કેન્દ્ર સરકારને ભીડવવા માટે વિપક્ષોએ ગઠબંધન કર્યું હોય તેમ આખુ બજેટ સત્ર જ હિંસા પાછળ વેડફાય જાય અને સામાન્ય લોકોના મુદ્દાને ધ્યાને ન લેવાય તેવી સ્થિતિ ઉભી થઈ છે.

સીએએના વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીમાં ફાટી નીકળેલા તોફાનોમાં ૪૦ જેટલા લોકોના જીવ ગયા હતા. દિલ્હીના આ તોફાનો રાજકારણ પ્રેરીત હોવાની ચર્ચા સામાન્ય લોકોમાં ઈ રહી છે. આમ આદમી પાર્ટીના વડા દ્વારા આ તોફાનોમાં હિંસાત્મક તત્ત્વોને પ્રોત્સાહન પૂરું પાડયું હોવાની વિડીયો સામે આવ્યા હતા. આવા સંજોગોમાં હવે દિલ્હીની બબાલ છેક સંસદમાં પહોંચી હોય તેવું લાગે છે. સંસદમાં સામાન્ય લોકોને લગતા પ્રશ્ર્નો મુદ્દે ચર્ચા વાની જગ્યાએ દિલ્હીના રાજકારણ મુદ્દે ચર્ચા શે. વિરોધ પક્ષો સરકારને ભિંસમાં લેવાનો પ્રયત્ન કરે તે યોગ્ય છે. પરંતુ સરકારને ભિંસમાં લેવા મુદ્દો કયો ઉપાડવામાં આવ્યો છે તે પણ જોવું જોઈએ. વર્તમાન સમયે ર્આકિ વિકાસ મહત્વની બાબત છે પરંતુ વિરોધ પક્ષો આ બાબતને ભૂલી ગયા હોય તેમ માત્ર હિંસાના મુદ્દાને જ પ્રાધાન્ય આપી રહ્યાં છે. પરિણામો ઉદ્યોગો પ્રત્યે સરકારની નીતિ લોકો સુધી યોગ્ય પ્રમાણમાં પહોંચી શકી ની.

  • અર્થ વ્યવસ મુદ્દે સંસદમાં તંદુરસ્ત ચર્ચા જરૂરી

અર્થ વ્યવસની ચર્ચા માટે ખાસ ફાળવાયેલુ બજેટ સત્ર પૂરું થાય તે પહેલા સંસદમાં વિપક્ષો તરફી આર્થિક બાબતે યોગ્ય દલીલ વી સમગ્ર દેશ માટે હિતાવહ છે. ભારતનો વિકાસદર ઘટ્યો છે. આવા સંજોગોમાં સરકાર શું પગલા લઈ રહી છે તેનો યોગ્ય સંદેશ લોકો સુધી જવો જોઈએ. સરકાર તરફી રહેલી ખામીઓને લોકો સમજે તે પણ જરૂરી છે. પરંતુ આ કાર્યના સને વિપક્ષો સરકારને દિલ્હીની હિંસા મુદ્દે ભીડવવાનો પેંતરો રચવામાં મદમસ્ત જણાય રહ્યાં છે. તાજેતરમાં સરકારે સર્વપક્ષીય બેઠકમાં બજેટ સત્રમાં યોગ્ય ચર્ચા થાય તેવી અપીલ કરી હતી. પરંતુ સ્થિતિ તદન અલગ જોવા મળી રહી છે. લોકોની સુખાકારી અને રાષ્ટ્રના વિકાસની બાબતને એકદમ હાંસીયામાં ધકેલાઈ દેવાઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. બજેટ સત્રમાં લોકો તરફી બજેટ મુદ્દે પ્રશ્ર્ન પુછનાર કોણ તેવો સાથે મણનો સવાલ ઉભો થયો છે. માત્ર હિંસાના નામે સરકારને સવાલ કરનારા વિરોધ પક્ષો આર્થિક મુદ્દે સરકારને કેમ સવાલ પુછી શકતા ની તેવો સામાન્ય પ્રશ્ર્ન લોકોને ઈ રહ્યો છે. વર્તમાન સમયે બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ છે ત્યારે હવે હિંસાના નામે આખુ સત્ર વેડફાય તેવી સ્થિતિ થી  પસાર વાની મજબૂરી સામાન્ય જનતાને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.