શું આરસીબી કેકેઆર અને ડીસી ને હરાવી ફાઈનલમાં પહોંચશે ? 

સટ્ટા બજારમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર ને લઇ ગરમાવો

આઇપીએલ અત્યંત રોમાંચક તબક્કામાં આવી પહોંચ્યું છે જેમાં પ્રથમ ક્વોલિફાયર મેચ દિલ્હી કેપિટલ અને ચેન્નઇ સુપરકિંગ વચ્ચે રમાયો હતો જેમાં ચેન્નાઈએ ને હરાવી સીધો જ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ત્યારે આજે પ્રથમ એલીમીટર મેચ રમાશે જેમાં આરસીબી સામે કલકત્તા ની ટીમ ટકરાશે જોવાનું એ રહ્યું કે આજના મેચમાં જે ટીમનો પરાજય થશે તે ટીમ પૂર્ણતઃ આઇપીએલ માં થી બહાર ફેંકાઇ જશે. પરંતુ હાલની સ્થિતિને ધ્યાને લઇ એ વાત સામે આવી રહી છે કે શું રોયલ ચેલેંજર બેંગલોર કેકેઆર એટલે કે કલકત્તા અને દિલ્હી કેપિટલ્સ ને હરાવી ફાઈનલમાં પહોંચશે કે કેમ? બીજી તરફ સટ્ટા બજાર પણ આરસીબીને કારણે ગરમાયુ છે ત્યારે આવનારો સમય જણાવશે કે આરસીબી ફાઇનલમાં પહોંચે છે કે?

અત્યાર સુધીના આઇપીએલના ઈતિહાસમાં રોયલ  ચેલેન્જર્સ બેંગલોર એક પણ વખત ફાઈનલ જીતી શક્યું નથી ત્યારે આઇપીએલમાં બેંગલોરની ટીમ વિજય થાય તેવા ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે સામે બેંગ્લોરની ટીમ પણ ખૂબ જ સારી રીતે રમત રમતી હોવાથી જીતનો શ્રેય તેમને મળે તેવી સ્થિતીનું પણ નિર્માણ થયું છે ત્યારે આજના એલિવેટર મેચમાં બેંગલોરે જો કલકત્તા ને કરાવે તો તેને બીજા ક્વોલિફાયર મેચમાં દિલ્હી સામે રમવાનું રહેશે. અને તેમાં પણ જો બેંગ્લોર જીત મેળવશે તો તે કીધું જ ચેન્નાઇ સામે ફાઈનલમાં રમશે. પરંતુ હાલની સ્થિતિ ને જોતા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે બેંગ્લોરના પગલે સટ્ટા બજાર પૂર્ણતઃ ગરમાયુ છે.

ફિનિશર ધોનીએ દિલ્હીને ‘દિલ્હી’ બતાવી દીધું 

પ્રથમ ક્વોલિફાયર મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો દિલ્હી સામે વિજય થયો છે અને દિલ્હી નવમી વખત આઇપીએલ ફાઇનલમાં પોતાનું સ્થાન અંકે કરી શક્યું છે. પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપતા ચેન્નાઈએ દિલ્હી કેપિટલ્સ ને 172 રનમાં સીમિત રાખ્યું હતું. ત્યારે 173 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઇની ટીમે 19.4 ચાર ઓવરમાં ૧૭૩ રન બનાવી ફાઇનલમાં પ્રાપ્ત કર્યું હતું.

ચેન્નઈ તરફથી બેટિંગ કરવા ઉતરેલા ગાયકવાડે 70 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે રોબિન ઉથપ્પાએ 63 રન નોંધાવ્યા હતા. દિલ્હી તરફથી પૃથ્વી શો, હેટમાયર અને રિષભ પંત એ વિસ્ફોટક બેટિંગ કરી તેમને 172 રન સુધી પહોંચાડ્યું હતું.