Abtak Media Google News

રશિયા-યુક્રેનની સ્થિતિને લઈ બાઈડન કોઈપણ સમયે રશિયન પ્રેસિડેન્ટને મળી શકે છે
બિનજરૂરી વતન પરત ન આવવા ભારતીય દૂતાવાસની સલાહ

અબતક, નવીદિલ્હી

રશિયા અને યુક્રેન વચ્ચે નો માહોલ છે તે અત્યંત જણાવો ભર્યો જોવા મળે છે આ તકે અનેક દેશો રશિયાને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેઓએ યુદ્ધ ન છેડવું જોઈએ. પરંતુ આદિ અનાદિકાળથી એ વાત સામે આવી રહી છે કે જે સમયે કોઈ પણ દેશ પોતાની સંસ્કૃતિ પર અતિક્રમણ કરતું નજરે પડે અથવા તો ગેર પ્રવૃત્તિ આચરે તો યુદ્ધ એજ એક વિકલ્પ છે. યુક્રેનને પણ સંસ્કૃતિ નું હનન કર્યું હતું પરિણામે હાલ આ સ્થિતિનું નિર્માણ થયું છે. વાસ્તવિકતા એ પણ છે કે છેલ્લા બે વર્ષ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ કપરા સાબિત થયા છે ત્યારે કોઈ પણ દેશને યુદ્ધ કરવું પોસાય તેમ નથી. એટલું જ નહીં ફેડરલ રિઝર્વે પણ પોતાના ફેડ રેટ વધાર્યા છે. બીજી તરફ બે વર્ષ યુરોપિયન દેશો માટે આર્થિક રીતે અને તકલીફો ઊભી થયેલી છે ત્યારે જો યુદ્ધ થાય તો તેની માઠી અસર સમગ્ર યુરોપિયન દેશો ઉપર જોવા મળશે જેને લઈ હાલ તમામ દેશો અને યુદ્ધ ન કરવા માટે સમજાવી રહ્યા છે.

બીજી તરફ જગત જમાદાર અમેરિકા પણ પુતીનને સમજાવવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે અને કોઇપણ સમયે અમેરિકાના પ્રેસિડેન્ટ મળવા માટેનો કાર્યક્રમ યોજી શકે છે. રશિયાએ યુક્રેન બોર્ડર ઉપર એક લાખથી વધુ જૈનો ખડકલો કરી દીધો છે જેનો ખર્ચ પ્રતિ દિવસ વધતો જોવા મળે છે ત્યારે આ કહી શકાય કે છેલ્લો પ્રયત્ન હશે જેમાં રશિયાને વિવિધ દેશો દ્વારા સમજાવવામાં આવે છે કે તેમના તરફથી યુદ્ધ ન કરવામાં આવે અને તેઓની જે પણ શરત હશે તેનું યોગ્ય રીતે પાલન પણ કરવામાં આવશે. બીજી તારા અનેક દેશો દ્વારા રાજદ્વારી બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે અને એ જ મુદ્દો સતત ચર્ચાઈ રહ્યો છે કે રશિયા અને યુક્રેન વચ્ચેની જે સ્થિતિ જોવા મળી રહી છે તેને કેવી રીતે થાળે પાડી શકાય ?

ખમૈયા કરો: યુક્રેન

યુક્રેન અને રશિયા ને યુદ્ધ વિરામ કરવા માટે અપીલ કરી છે અને જણાવ્યું છે કે યુક્રેન હર હંમેશ શાંતિ ને વળગી રહ્યું છે અને તેના માટે તેઓ આગળ વધે છે ત્યારે રશિયાની જે કોઈ શરત હશે તેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવશે પરંતુ રશિયાએ જે યુક્રેન બોર્ડર ઉપર સૈન્યનો ખડકલો કર્યો છે તેને તે દૂર કરે એ જ અત્યંત જરૂરી છે જો બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાશે તો તેના અનેક ફાયદાઓ બંને દેશોની સાથે વિશ્વને પણ મળશે હાલ જે સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તેનાથી સમગ્ર યુરોપિયન દેશો ને આર્થિક અસમંજસ અને આર્થિક તકલીફનો પણ સામનો કરવો પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.