શેરબજારના આખલાનો ખુરાટો પોલાદી કે પરપોટો બની જશે ?

શેરબજારમાં તેજી જ તેજી જોવા મળી રહી છે.

આજે પહેલી વખત સેન્સેક્સે 394 પોઈન્ટના ઉછાળા સાથે 62000ની સપાટી વટાવી હતી. ત્યારે સ્વાભાવિક છે કે શેરબજારના આખલાનો ખુરાટો પોલાદી રહેશે કે પરપોટા બની જશે? બીજી તરફ લોકોએ આ તેજીનો લાભ ઇન્વેસ્ટમેન્ટ રૂપે જ લેવો જોઈએ. જો સટા તરીકે તેનો લાભ લેવામાં આવશે તો શેરબજાર પડી ભાંગવા તરફ કુચ કરશે.

આજે સવારે શેરબજાર 62159ના સ્તર પર ખુલ્યુ હતુ. જોકે એ પછી ફરી સેન્સેક્સ ઘટીને 62000ની નીચે પણ પહોંચ્યો હતો. સેન્સેક્સમાં આજે સવારે એચડીએફસી બેન્ક, એલ.એન્ડ.ટી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા મોટા શેરોમાં તેજી જોવા મળી રહી હતી. આ સિવાય એક મહિન્દ્રા, એચસીએલ ટેક, એચયુએલ, એક્સિસ બેન્ક, ભારતી એરટેલના શેરમાં પણ ઉછાળો આવ્યો હતો.

બીજી તરફ આઈટીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાઈટન, પાવર ગ્રિડ અને કોટક બેન્કના શેરના ભાવ ઘટયા હતા. શેરબજારમાં પોઝિટિવીટીને જોઈને વિદેશી રોકાણકારોએ સોમવારે 512 કરોડ રૂપિયાના શેર ખરીદયા હતા.જોકે ભારતના શેરબજારમાં ચાલી રહેલી તેજી વચ્ચે ગ્લોબર માર્કેટ ફ્લેટ છે. ચીનની ઈકોનોમીના આંકડા સારા નથી તેમજ ગ્લોબલ સપ્લાય ચેન પણ પ્રભાવિત થયેલી છે. જેની સીધી અસર મોંઘવારી દર પર પડી રહી છે.દુનિયાભરમાં મોંઘવારીનો મુદ્દો ચિંતાજનક બન્યો છે.

કોરોના મહામારીના કારણે નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન અર્થતંત્રમાં 7.3% નો ઘટાડો થયો છે, પરંતુ હવે તેમાં ઝડપી સુધારો થઇ રહ્યો છે. દેશમાં હાલ મહામારીનું સંકટ અકંદરે કાબુમાં આવી જતા સરકાર દ્વારા અનલોકની પ્રક્રિયામાં મહત્તમ છૂટકારો અપાતા વિવિધ બજારોમાં પણ દોઢેક વર્ષ બાદ નવો ધમધમાટ જોવા મળી રહ્યો છે. મહામારી બાદ આર્થિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વધતા લોકોની આવકના મોરચે ઉદ્ભવેલી પ્રતિક્રિયાઓ પણ હળવી બની છે. તાજેતરમાં ગ્રાહકોની ખરીદશક્તિમાં નોંધપાત્ર સુધારો જોવાયો છે. તેથી ભારતીય શેરબજાર ઉછાળા ભરી રહ્યું છે.

2020ના પ્રારંભથી જ માર્કેટ માટે ઉજળા સંજોગો દેખાતા હતા. ડિસેમ્બર સુધીમાં સેન્સેક્સ 50000 પોઇન્ટની સપાટી તોડી દે તેવી શકયતા હતી. પરંતુ કોરોના મહામારીના કારણે સેન્સેક્સમાં ઐતિહાસિક ગાબડા પડ્યા. સેન્સેક્સ ગત 25 માર્ચે 25639ની સપાટીએ પહોંચી ગયો હતો. આ ગાબડું કોરોના વાયરસથી બચવા લાદવામાં આવેલા લોકડાઉનના કારણે પડ્યું હતું પણ હવે કોરોનાથી કળ વળી છે. પણ હવે તો માર્કેટ ટનાટન થઈ ગયું છે.

વધુમાં એ હિતાવહ છે કે ફાયનાન્સીયો પ્લાંનિગ કરતી વખતે તમારા એડવાઇઝરનો અનુવભ, નોલેજ, ટ્રેકરેકોર્ડ, સર્વિસ, સં5ર્કો જાણવા જરૂરી છે. કારણ કે, અલ્ટીમેટલી સવાલ તમારા મહામહેનતે કમાયેલ નાણાનો સવાલ તમામ મહામહેનતે કમાયેલ નાણાનો આ ઉપરાંત રોકાણ કરતા પહેલા એ પણ ચકાસો કે તમો જે જગ્યાએ રોકાણ કરો છો તે ગવમેન્ટ માન્ય છે કે નહિ. કારણ કે અત્યારે ઘણી લેભાગુ કં5નીઓ પણ બજારમાં છે. જેમાં રોકાણકારો ઉંચા વળતરની લાલચે ફસાય છે અને વળતર તો ઠીક પરંતુ મુડી પણ ગુમાવવાનો વારો આવે છે. ફેમિલી ડોકટરની જેમ જ ફાયનાન્સીયલ એડવાઇઝર પણ  હોવા જોઇએ.