Abtak Media Google News
  • કર્મઠ અને નિષ્ઠાવાન કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હિતેશ વોરાને મળી રહ્યુ છે સર્વે સમાજનું પ્રચંડ સમર્થન
  • શું કોર્પોરેશનની ચુંટણીમાં દરેક સમાજના લોકોને યોગ્ય પણે ટિકિટો આપવામાં આવી હતી??
  • કડિયા સમાજની કોર્પોરેશનની પાંચ ટિકિટોમાંથી બે ટિકિટો ભાજપ દ્વારા કરી અપાય હતી
  • ભાજપના આયાતી ઉમેદવાર સામે માત્ર કાર્યકરોમાં જ નહી પરંતુ જનતામાં પણ છે સખત નારાજગી
  • શહેર અને પ્રદેશ કક્ષાના અનેક નેતાઓને મેદાનમાં ઉતારવા છતાં કાર્યકરો ઘરની બહાર નિકળી રહ્યા નથી
  • વિશ્વકર્મા સમાજના સુથાર સમાજ, લુહાર સમાજ, દરજી સમાજ, સોની સમાજ અથવા તો ઓબીસી સમાજના માલધારી સમાજ વિગેરે સમાજમાંથી એકપણ ટિકિટો ભાજપ દ્વારા આપવામાં આવી નથી
  • ભાજપ દ્વારા ટિકિટની વહેંચણીમાં નાના સમાજોની સદંતર અવગણના અને લાગતા વળગતાઓને થાબડ ભાણાની નીતિને કારણે માત્ર રાજકોટ-70માં જ નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં ભાજપ સામે ઉભો થયો છે અંડર કરંટ
  • એક ને એક જુઠાણાથી સમાજને વારંવાર છેતરી શકાતો નથી એ બાબત આ ચૂંટણીમાં સાબીત થશે

ગુજરાત વિધાનસભાની ચુંટણીનો દિવસ જેમ જેમ નજીક આવી રહયો છે તેમ તેમ ચુંટણી સમીકરણો ઘડમુળથી બદલાઇ રહયા છે. એક વખત સર્મપીત કાર્યકરોની મહેનત અને પરિશ્રમને કારણે ભાજપ્નો ગઢ કહી શકાય તેવા રાજકોટ શહેરમાં પણ આ ચુંટણીમાં કાર્યકરોની નારાજગી અને પેરાશુટ થી ઉતારેલા અજાણ્યા ઉમેદવારોને કારણે ભાજપ્ની નાવ હાલક ડોલક થઇ રહી છે અને ચુંટણી આવતા સુધીમાં ભાજપ સામે જોવા મળી રહેલો જનતાનો આક્રોશ પ્રચંડ વાવાઝોડામાં પરિવર્તીત થઇ અને ભાજપ્ની નાવને સુંપૂર્ણ પણે ડુબાડી દેશે તેવુ હાલના સંજોગોમાં દેખાઇ રહયુ છે. છેલ્લા ઘણા વર્ષોથી ભાજપમાં પાથરણા ઉપાડવા વાળા તેમજ વર્ષોથી ભાજપ પક્ષ માટે ગાંઠનું ગોપીચંદન કરી રાત-દિવસ સતત દોડતા રહેનાર કાર્યકર્તાઓને સંપૂર્ણ પણે સાઇડ લાઇન કરી તેમને વિશ્ર્વાસમાં લીધા વગર ભાજપ સાથે સ્નાનસુતકનો પણ સંબંધ ન હોય તેવા બહારના અને આયાતી વ્યકિતઓને ભાજપ્ની ટીકીટ આપી દેવામાં આવે છે. જેને કારણે કાર્યકરોમાં વ્યાપક નારાજગી જોવા મળી રહી છે.

ભાજપ્ને સત્તા સુધી પહોંચાડનાર આ કર્મનીષ્ઠ કાર્યકર્તાઓની માત્ર વિધાનસભા જ નહી પરંતુ કોર્પોરેશનો, જીલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, વગેરે કોઇપણ જગ્યાએ ટીકીટ આપવામાં આવતી નથી. અને તેમનો માત્ર મામુલી મજુર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અને ચુંટણી પતી જાય તે બાદ યુઝ એન્ડ થ્રો ની નીતીનો ઉપયોગ કરી કાર્યકર્તાઓને ખુણામાં ધકેલી દેવામાં આવે છે. તેમના નાના નાના કામો માટે પણ નેતાઓ પાસે સમય હોતો નથી. કે કોઇ તેમને જવાબ આપતુ નથી. કાર્યકર્તાની આવી બતર પરીસ્થીતી છેલ્લા ઘણા વર્ષોથી સહન કરે છે પરંતુ આ વખતે રાજકોટ 70 દક્ષિણ વિધાનસભા બેઠકમાં ભાજપ્ના કાર્યકર્તાઓમાં વિસ્ફોટ થયો છે અને કોઇપણ ભોગે આયાતી ઉમેદવાર રમેશ ટીલાળાની જાન ને લીલા તોરણે પાછા વળાવવા માટે ભાજપ્ના જ કાર્યકર્તાઓ કટ્ટીબધ્ધ બન્યા છે . જેનો પડઘો નાના સમાજોની જે જુથ મીટીંગો મળી રહી છે. તેમ જોવા મળી રહ્યો છે.

હાલ સુધી 1990 થી લઇને આજ સુધીમાં ભાજપ સત્તા સ્થાને પહોંચાડવામાં વિશ્ર્વકર્મા સમાજ અને અન્ય સમાજનો સિંહ ફાળો રહયો છે. કડિયા સમાજ, સુતાર સમાજ, લુહાર સમાજ, દરજી સમાજ, પ્રજાપતિ સમાજ, ભરવાડ સમાજ, સતવારા સમાજ, રબારી સમાજ, સોની સમાજ, વગેરે સમાજના 80% મત ભાજપ્ને મળતા હોય છે. પરંતુ ઉપરોકત સમાજોની ભાજપ્ને મન કોઇ કિંમત ન હોય તેમ તેઓનો માત્ર ઉપયોગ જ થાય છે તેને સત્તામાં કોઇ ભાગીદારી કે ટીકીટો આપવામાં આવતી નથી.  આ બાબતનો અહેશાશ આ ચુંટણીમાં સર્વે સમાજના આગેવાનોની થઇ ચુકયો હોય તેઓએ સાથે મળીને એવુ મન બનાવી લીધુ છે કે આગામી વિધાનસભાની ચુંટણીમાં રાજકોટ-70 અને રાજકોટ સહીતની દરેક બેઠકો પર ભાજપ્નો સંપૂર્ણ પણે બહીષ્કાર કરવો અને કોંગ્રેસને 27 વર્ષના વિરામ બાદ ફરીથી વિશાળ સંખ્યામાં મત આપી સત્તા સ્થાને બેસાડવી.

ભાજપ દ્વારા કાયમી ધોરણે માત્ર ચુંટણી આવે ત્યારે જ હિન્દુવાદ અને રાષ્ટ્રવાદના નામે આ નાના સમાજોને છેતરવામાં આવે છે અને ચુંટણી જીત્યા બાદ રાષ્ટ્રવાદ અને હિન્દુવાદને અભેરાયે ચડાવી દેવામાં આવે છે અને સત્તાનો દુરઉપયોગ કરી કરોડોના કૌભાંડ આચરવામાં આવે છે. આ બધાનુ દુષ્પરીણામએ આવ્યુ છે કે હાલમાં મોંધવારી, બેરોજગારી, ભષ્ટાચાર, ગુંડાગીરી કાબુ બહાર જતી રહી છે અને ગરીબ અને મઘ્યમવર્ગના લોકો માટે જીવન જીવવુ જ મુશ્કેલ બન્યુ છે. એક તરફ નેતાઓ અને તેના મળતીયા પાસે અબજોની સંપતી છે.

દેશમાં અને વિદેશમાં મીલ્કતો છે તો બીજી તરફ સામાન્ય માણસ પાસે મોંઘોદાટ ગેસનો બાટલો લેવાના પૈસા પણ નથી અને ફરી થી બળતણ વિણવા જવુ પડે તેવી પરિસ્થિતીનું નીર્માણ થઇ રહયુ છે. સ્કુલોમાં મોંઘીદાટ ફી ભરીને ભણતર મેળવ્યા બાદ દિકરા-દિકરીઓને સરકારી નોકરીઓ મળતી નથી અને સરકારી નોકરીઓની ભરતીમાં પણ પેપર ફૂટવાના અને લાગતા વળગતાઓને ગોઠવી દેવામાં આવી રહયા છે. જેના કારણે ગુજરાતમાં લાખો યુવાનો બેરોજગારીના ખપરમાં હોમાઇ ગયા છે. સામાન્ય વર્ગના લોકોે વ્યાજના વિષચર્કમાં હોમાઇ રહયા છે. આ તમામ પરિસ્થિતીઓને કારણે આ વખતે ગુજરાતમાં ભાજપ સામે અન્ડર કરંટ પ્રવર્તી રહયો છે અને ભાજપે તેના કારણે જ અનેક શહેર અને પ્રદેશ કક્ષાના નેતાઓને ચુંટણીના મેદાનમાં ઉતાર્યા હોવા છતાં પણ લોકોના આર્શીવાદ મળી રહ્યા નથી.

લોકો ભાજપ્ની સભાઓમાં જવાનું ટાળી રહયા છે ત્યારે મતતો કોઇપણ ઉપાયોથી આપવાના નથી. તે નિશ્ર્ચીત છે રાજકોટ-70 બેઠકની વાત કરીએ તો ભાજપ દ્વારા ઉતારવામાં આવેલ આયાતી ઉમેદવાર રમેશભાઇ ટીલાળાની સામે કાર્યકર્તાઓમાં તો આક્રોશ છે જ પરંતુ જનતા પણ કયારેય જોયા ન હોય કે ઓળખતા ન હોય તેવા ઉમેદવાર પ્રત્યે સંપૂર્ણ ઉદાસીન છે. જેના કારણે આ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર કે જે કાયમ લોકોની વચ્ચે જોવા મળે છે.

લોકોના સુખ દુ:ખના પ્રસંગોમાં દોડીને સામેલ થાય છે અને લોકોના કામ કરાવવા માટે સરકારી અધીકારીઓ પાસે ઉગ્ર રજુઆતો કરતા વારંવાર જોવા મળે છે તેવા હિતેશભાઇ વોરાની તરફેણમાં જંગી જન સમર્થન જોવા મળી રહ્યું છે. વર્ષોથી જળવાય રહેલો રાજકોટ-70 દક્ષીણ ભાજપ્નો ગઢ આ વખતે ધરાશાય થઇ તુટી પડશે તેમાં કોઇ બે મત નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.