‘ઘરેલુ’ રમત ગામના ’ફળિયા’માં રમાશે? IPLની બાકીની 31 મેચો રમાડવા ઇંગલિશ કાઉન્ટી ક્લબો રેડી!!!

0
138

આઈપીએલ રદ્દ થાય તો બીસીસીઆઈને રૂ. 2500 કરોડની નુકસાની સર્જાય તેવી ભીતિ!!

કોરોના સંક્રમણને કારણે આઈપીએલના 29 મેચ રમાયા બાદ મુલત્વી રાખવાની ફરજ પડી હતી. આઈપીએલ એટલે પૈસા રળવાની તક. ત્યારે આ તક ઝડપી નાણાં રળવા અનેક ઇંગલિશ કાઉન્ટી કલબોએ તૈયારી બતાવી છે. આઈપીએલમાં હજુ 31 મેચ રમાવાની બાકી છે ત્યારે ઇંગલિશ કાઉન્ટી ક્લબો જેવી કે, મિડલસેક્સ, સુરેય, વોરવિકશિરે અને લંકાશીરે સહિતની કલબોએ તૈયારી બતાવી છે.

કોરોનાનું ગ્રહણ આઈપીએલને પણ લાગ્યું છે. કોલકાતાના ત્રણ ખેલાડીઓ સહિત ચેનનીના ખેલાડીઓ તેમજ કોચ પણ કોરોના સંક્રમિત થયા છે. બાયો બબલના બુડબુડીયા બોલતા આઇપીએલની બાકીની 31 મેચ રદ કરવાની પરિસ્થિતિ ઉભી થઈ હતી. ત્યારે બીસીસીઆઇ દ્વારા આઆઈપીએલ મુલતવી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આઈપીએલ મુલતવી રાખવામાં આવ્યો છે નહીં કે રદ કરવામાં આવ્યો છે. તેવા સમયે યુ.કે. સહિતની ઇંગ્લિશ કાઉન્ટી ક્લબો પણ નાણાં રળવા માટે બાકીની મેચો હવે તેમના દેશમાં રમાય તેવી ઓફર આપી રહ્યા છે.

યુ.કે.ની ક્રિસઈન્ફો, લોર્ડ્સ, ઓવલ, એડજબસ્ટન, એમીરેટ્સ ઓલ્ડ ટ્રેફોર્ડ સહિતની ક્લબોએ આઇપીએલની બાકીની મેચો રમાડવા તરફ રસ વ્યક્ત કર્યો છે. સપ્ટેમ્બર મહિનામાં બાકીની મેચો બે સપ્તાહની અંદરમાં રમાડી લેવા માટે આ ક્લબોએ તૈયારી બતાવી છે.

બીસીસીઆઈ ડબલ હેડર સાથે ટૂંકા સમય ગાળામાં બાકીની મેચો રમાડી લેવામાં આવે તે તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ગઈકાલે આઆઇસીસી ચીફ એક્ઝિક્યુટિવની બેઠકમાં પણ બીસીસીઆઈ દ્વારા આ મુદ્દે ચર્ચા કરાઈ હોવાનું હાલના તબક્કે સામે આવી રહ્યું છે. નોંધનીય બાબત છે કે, આઈપીએલની 13મી સિઝન યુ.એ.ઇ.માં રમાઈ હતી ત્યારે યુએઈએ પણ ફરી એકવાર આઈપીએલ ત્યાં રમાય તેવી ઓફર પણ કરી છે. જો, આઈપીએલ રદ્દ થાય તો બીસીસીઆઈને આશરે રૂ. 2000 થી 2500 કરોડની આર્થિક ખોટ પડે તેવી ભીતિ છે ત્યારે બાકીની મેચો રમાય તે પણ જરૂરી છે સામે નવા ખેલાડીઓને તક સમાન આઈપીએલ રદ્દ થાય તો ખેલાડીઓના હાથમાંથી સોનેરી તક ગુમાવી દયે તેવી પણ ભીતિ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here