Abtak Media Google News

બજેટ અર્થતંત્રને ધ્યાને લઈને બનશે કે રાજકીય લાભને? ભારે સસ્પેન્સ

યુપીની ચૂંટણીમાં મફત વીજળીનો લાભ મેળવવા ઇચ્છુક લોકોનું સપાએ રજીસ્ટ્રેશન પણ શરૂ કરી દીધું!!

અબતક, નવી દિલ્હી

જેમ કોરોના કાળમાં સમજ્યા વગર આડેધડ દવાઓ, ઇન્જેક્શનોના ઉપયોગ થયા તેમ હવે અર્થતંત્રની ગાડીને પણ સમજ્યા વગરના બિન જરૂરી ઇન્જેક્શનો લાગી રહ્યા છે. રાજકીય પક્ષો આડેધડ જાહેરાતો કરી બજેટને જોખમી બનાવી રહ્યા છે. જો આ બજેટ રાજકિય લાભને આધારે નક્કી થશે તો અર્થતંત્રને મોટું નુકસાન જવાની ભીતિ છે.

ખાસ યુપીની ચૂંટણીને લઈને આડેધડ જાહેરાતો થઈ રહી છે. ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીએ 300 યુનિટ મફત વીજળી આપવાનુ અભિયાન શરુ કરી દીધુ છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યુ હતુ કે, જે લોકો પાસે વીજ જોડાણ છે અને જે લોકો જોડાણ લેવા માંગે છે તે આ અભિયાનનો હિસ્સો બને તેવી અપીલ છે.આ માટે સમાજવાદી પાર્ટી દ્વારા અપાનારા ફોર્મમાં નામ લખાવવાનુ રહેશે.હાલમાં વીજ બિલ પર જે નામ આવે છે તે જ લખવાનુ રહેશે. અખિલેશે કહ્યુ હતુ કે, સરકાર છેલ્લા ચારેક મહિનાથી લોકોને વીજળી બિલ મોકલી રહી નથી.કારણકે આ બિલની રકમ વધારે છે.સરકારને ખબર છે કે, જો બિલ આપવામાં આવશે તો લોકો ભડકી ઉઠશે અને ભાજપના ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઈ જશે. તેમણે દાવો કર્યો હતો કે, આ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની 400 બેઠકો આવશે.તમામ પાર્ટીઓ અમારી સાથે છે અને કોઈ પણ રીતે અમે 400થી ઓછી સીટ જીતીએ તેવુ લાગતું નથી.

આવક મર્યાદા અઢી લાખ સુધી લઈ જવાશે?

ભારતીય કરદાતાઓ ઇન્કમ ટેકસ બચાવવા માટે સેકશન 80સીનો સારો એવો ઉપયોગ કરે છે. પરંતુ મોંદ્યવારી વધવાની સાથે આ સેકશન હેઠળ મળતા ડિડકશન લાભો બહુ નાના જણાય છે. આ વખતના બજેટ 2022માં સેકશન 80સી હેઠળ ડિડકશન લિમિટ વધે તેવી શકયતા છે. એફવાય 2013-14 સુધી આવકવેરા ધારાના સેકશન 80સી હેઠળ વધુમાં વધુ એક લાખ રૂપિયાના ડિડકશનનો લાભ મળતો હતો. ત્યાર પછી એફવાય2014-15માં તે વધારીને રૂ. 1.5 લાખ કરવામાં આવ્યો. છેલ્લા સાત વર્ષથી આ લિમિટ વધી નથી. બીજી તરફ લોકોનો પગાર વધ્યો છે અને દ્યણા ખર્ચ પણ વધ્યા છે. તેથી સેક્શન 80સી હેઠળ ડિડકશન મર્યાદા વધવી જોઈએ તેવી માંગણી છે. દર વર્ષે કરદાતાઓ સેકશન 80સી હેઠળના લાભો વધારવા માંગણી કરતા હોય છે. ટેકસ નિષ્ણાતો જણાવે છે કે કોવિડના કારણે વધેલા ખર્ચ અને ફુગાવાને ધ્યાનમાં રાખીને બજેટ 2022 સેકશન 80સી હેઠળ ઓછામાં ઓછા રૂ. 2.5 લાખના ડિડકશનનો લાભ મળવો જોઈએ. તેનાથી કરદાતા પર ટેકસ બોજ દ્યટવાની સાથે સરકારને પણ ફાયદો થશે.

ઓટો ક્ષેત્રને વેગ આપવા જીએસટી દરમાં રાહતની આશા

હવે કેન્દ્રીય બજેટને રજુ થવામાં હવે ઓછો સમય બાકી છે. નાણામંત્રી નિર્મલા સીતારમન 1 ફેબ્રુઆરી, 2022ના રોજ નાણાકીય વર્ષ 2022-23 માટે બજેટ રજૂ કરવાના છે.  નાણામંત્રી આ બજેટમાં શું જાહેરાત કરે છે તેની સૌને રાહ છે.  તે જ સમયે, ઓટો પાર્ટ્સ ઉદ્યોગ બજેટમાં તમામ ઓટો પાર્ટ્સ પર 18 ટકા જીએસટી દરની માંગ કરી રહ્યું છે. ઓટોમોટિવ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન  જે ભારતીય ઓટો કમ્પોનન્ટ ઉદ્યોગના સૌથી મોટા સંગઠનોમાંનું એક છે, તેણે કેન્દ્રીય બજેટ માટે સરકારને કરેલી ભલામણોમાં તમામ ઓટો પાર્ટ્સ પર 18 ટકાના સમાન જીએસટી દરની માંગણી કરી છે.  તેણે સરકારને સંશોધન અને વિકાસમાં રોકાણ વધારવા માટે આરઓ ડિટીઇપી દરો એટલે કે નિકાસ ઉત્પાદનો પર ડ્યુટી અને ટેક્સમાંથી મુક્તિ વધારવા માટે પણ કહ્યું છે. એસીએમએના પ્રમુખ સંજય કપૂરે જણાવ્યું હતું કે ઓટોમોટિવ ઉદ્યોગ અત્યાર સુધીના સૌથી પડકારજનક છતાં રસપ્રદ સમયનો સાક્ષી છે.  રોગચાળાએ આઈટી સેક્ટરમાં નવી ટેકનોલોજી અને

ગતિશીલતા લાવવામાં મદદ કરી છે. એસીસી બેટરી માટે પીએલઆક સ્કીમ, પીએલઆઈનું વિસ્તરણ અને ઓટો અને ઓટો કમ્પોનન્ટ્સ માટે ફેમ-2 સ્કીમ અંગે સરકાર દ્વારા તાજેતરની નીતિની જાહેરાતો ખરેખર લાંબા સમયથી પેન્ડિંગ છે જેના પર કામ કરવાની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.