Abtak Media Google News

યુપીના ૧૨ જિલ્લાના ૬૧ બેઠકો પર મતદાન: સરેરાશ ૫૪.૫૩% મતદારોએ મતાધિકારનો કર્યો ઉપયોગ

અબતક, લખનઉ

ઉત્તર પ્રદેશમાં રવિવારે વિધાનસભા ચૂંટણીના ૫મા તબક્કામાં ૧૨ જિલ્લાની ૬૧ બેઠકો પર મતદાન યોજાયું છે. સાંજે સાત વાગ્યા સુધીમાં ૫૪.૫૩ ટકા મતદાન થયું છે. સૌથી વધારે મતદાન ૫૯.૬૪ ટકા ચિત્રકુટમાં થયું છે. અયોધ્યામાં ૫૮.૦૧ ટકા મતદાન સાથે બીજા ક્રમ પર છે. આંકડાઓને ધ્યાને લેવામાં આવે તો આ મતદાન પ્રમાણમાં ઓછું મતદાન છે ત્યારે ઓછું મતદાન કોને ફળશે? તેવો સવાલ ઉઠ્યો છે. રાજકીય વિશ્લેષકોના મત મુજબ જ્યારે ચુંટણીમાં ઓછું મતદાન થાય ત્યારે અસંતોષના મત ઓછા પડ્યાં તેવી માન્યતા છે જેનો સીધો અર્થ એવો છે કે, યોગી સરકારથી નારાઝ મતદારોએ ઓછા પ્રમાણમાં મતદાન કર્યું છે જેથી ઓછા મતદાનનો લાભ યોગી સરકારને મળી શકે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મતદાન વચ્ચે અતીક અહેદમના વિસ્તાર કરેલીમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ પોલિંગ બૂથથી ફક્ત 10 મીટરના અંતરે થયો છે. ઘટનામાં એક સાયકલ ચાલકનું મોત થયું છે. પોલીસે આ વિસ્તારને સીલ કરી દીધું છે.

આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે સંજય અને અર્જુન નામના બે ભાઈ સાઈકલ લઈને બજારમાં જઈ રહ્યા હતા. સાઈકલના હેન્ડર પર એક બેગ હતી. માર્ગ પર અમાચનક સામેથી બાઈક આવી હતી. અર્જુન સાઈકલ સાથે પડી ગયો હતો. આ સમયે બેગમાં વિસ્ફોટ થયો અને તેનું મોત થયું હતું.સંજયે ઘટનામાં સંજયને નજીવી ઈજા થઈ હતી.

બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં પાંચમા તબક્કા માટે ૬૧ સીટો પર મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન પ્રતાપગઢના કુંડામાં મોટો હુમલો થયો હતો. અહીં સપાના ઉમેદવાર ગુલશન યાદવના કાફલા પર જીવલેણ હુમલો થયો છે. તેઓ રાજા ભૈયા સામે ચૂંટણી લડી રહ્યા છે. આ હુમલામાં તેઓ માંડ માંડ બચી ગયા છે.ગુલશન યાદવે જણાવ્યું કે રાજા ભૈયાના સમર્થકોએ પહાડપુરમાં ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ વાહનોમાં તોડફોડ કરી હતી. કારના કાચ પણ તૂટી ગયા છે. ગુલશન યાદવે કહ્યું કે મને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પહોંચી ગઈ છે. યુપીના ૧૨ જિલ્લાની ૬૧ સીટો પર બપોરે ૧ વાગ્યા સુધી ૩૪.૮૩% મતદાન થયું છે.

રવિવારે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પાંચમા આ ફેઝમાં પ્રયાગરાજ, અયોધ્ય, ચિત્રકૂટ, બારાબંકી, પ્રતાપગઢ, કૌશંબી, અમેઠી, ગોંડા, બહરાઈચ, શ્રાવસ્તી અને સુલતાનપુર જિલ્લાની સાથે રાયબરેલીની જિલ્લીની એક સીટ પર વોટિંગ થયું હતું. આ ૧૨ જિલ્લાની ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી હવે નિર્ણાયક મોડમાં આવી છે. ૬૧ બેઠકો પર વોટર્સ ૬૯૩ ઉમેદવારોના ભાવિનો ફેંસલો મતદારોએ કર્યો છે. તેમાં ૯૦ મહિલા ઉમેદવારો છે.

આ બેઠકો પર ૨૦૧૭માં શું હતું પરિણામ ?

જે ૬૧ સીટ પર ચૂંટણી થઈ છે, તેમાંથી ૪૭ સીટ પર ભાજપના ઉમેદવારોએ ૨૦૧૭ની ચૂંટણીમાં જીત મેળવી હતી. ત્રણ સીટ ભાજપના ગઠબંધનવાળા અપના દળ(સોનેલાલ)ના ખાતામાં ગઈ હતી. પાંચ સીટ સમાજવાદી પાર્ટી અને ત્રણ સીટ પર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારોએ જીત મેળવી હતી. બે સીટ પર અપક્ષ ઉમેદવારો જીત્યાં હતા. જેમાંથી એક UPના બાહુબલી ગણાતા રાજા ભૈયા હતા, તો બીજી સીટ પર તેમના નજીકના વિનોદ સોનકર હતા. એક સીટ કોંગ્રેસના ખાતામાં ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.