Abtak Media Google News

દેશભરમાં સેમ સેક્સ સંબંધને કાયદેસરની માન્યતા આપવા યુનિફોર્મ સિવિલ કોડ હેઠળ કાયદો ઘડવા મામલે સુપ્રીમમાં સુનાવણી

સુપ્રીમ કોર્ટ સમલૈંગિક લગ્નને માન્યતા આપવા અંગેની તમામ અરજીઓ પર સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે દેશની વિવિધ હાઈકોર્ટમાં પડતર કેસોને પોતાની પાસે ટ્રાન્સફર કરી દીધા છે. આ મુદ્દે દાખલ કરાયેલી નવી અરજીઓ પર પણ સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને ૧૫ ફેબ્રુઆરી સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે. હવે આ મામલે આગામી સુનાવણી ૧૩ માર્ચે થશે. યુનાઈટેડ હિંદુ મોરચાના પ્રમુખ જય ભગવાન ગોયલ અને સંગઠનના કાર્યકરોએ સમલૈંગિક લગ્નોને કાનૂની માન્યતા આપવાના મામલે આજે સુનાવણી પહેલા સુપ્રીમ કોર્ટની બહાર પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કર્યું હતું.

હવે જ્યારે સુપ્રીમ કોર્ટ સમલૈંગિક લગ્નને કાયદેસરની માન્યતા આપવી કે કેમ? તે અંગે જ્યારે સુનાવણી કરવાની છે ત્યારે શું સુપ્રીમ કોર્ટ સંસદને કાયદો ઘડવા આદેશ આપશે? તે મોટો સવાલ છે. બીજો મોટો સવાલ છે કે શું સુપ્રીમ કોર્ટ સંસદને કાયદો ઘડવા આદેશ આપી શકે? હાલ આ મામલે સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું છે કે, અમે સમગ્ર મામલાનું નિરીક્ષણ કરીશું. સામે કેન્દ્ર સરકાર તરફે હાજર રહેલા એડિશનલ સોલીસીટર જનરલ કે એમ નટરાજે કહ્યું છે કે, કાયદો ઘડવાની સ્વતંત્ર સતા સંસદને છે અને સંસદની સ્વતંત્રતા સાથે ચંચુપાત કરી શકાય નહીં.

ધ સ્પેશિયલ મેરેજ એક્ટ ૧૯૫૪, ધ હિંદુ મેરેજ એક્ટ ૧૯૫૫ અને ફોરેન મેરેજ એક્ટ ૧૯૬૯ હેઠળ તેમના લગ્નોને કાનૂની માન્યતા મેળવવા માટે સમલૈંગિક યુગલોની ૮ અરજીઓ વિવિધ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. તેમને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે આજે મંજૂરી આપી હતી. હવે આ તમામ અરજીઓ સુપ્રિમ કોર્ટમાં સુનાવણી માટે લિસ્ટ કરવામાં આવશે. આ મામલે છેલ્લી સુનાવણી ૧૪ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ થઈ હતી. આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી અને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની માંગ કરતી નવી અરજી પર જવાબ માંગ્યો હતો.

અગાઉ ૨૫ નવેમ્બરે સુપ્રીમ કોર્ટે અન્ય એક સમલૈંગિક યુગલની અરજી પર કેન્દ્રને નોટિસ પાઠવી હતી અને ૪ અઠવાડિયામાં જવાબ માંગ્યો હતો. અરજદારોના વકીલ આનંદ ગ્રોવરે સુનાવણીના લાઇવ સ્ટ્રીમિંગની માગણી કરી હતી, આ કેસમાં ઘણા લોકોને રસ છે. તેમની માંગ પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે, જયારે સુનાવણી થશે ત્યારે અમે તેના પર વિચાર કરીશું. એલજીબીટીકયું કાર્યકર્તાઓનું કહેવું છે કે લિંગના આધારે સમલૈંગિક લગ્નને કાનૂની દરજ્જો ન આપવો એ લૈંગિક ભેદભાવ તો છે જ, આ ગરિમા સાથે જીવવાના અધિકારની પણ વિરુદ્ધ છે. આ અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું પણ ઉલ્લંઘન કરે છે.

શું સુપ્રીમ કોર્ટ સંસદને કાયદો ઘડવા આદેશ આપી શકે?

જ્યારે સુપ્રીમ કોર્ટ સમલૈંગિક લગ્નને કાયદેસરની માન્યતા આપવી કે કેમ? તે અંગે જ્યારે સુનાવણી કરવાની છે ત્યારે શું સુપ્રીમ કોર્ટ સંસદને કાયદો ઘડવા આદેશ આપશે? તે મોટો સવાલ છે. બીજો મોટો સવાલ છે કે શું સુપ્રીમ કોર્ટ સંસદને કાયદો ઘડવા આદેશ આપી શકે? હાલ આ મામલે સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું છે કે, અમે સમગ્ર મામલાનું નિરીક્ષણ કરીશું. સામે કેન્દ્ર સરકાર તરફે હાજર રહેલા એડિશનલ સોલીસીટર જનરલ કે એમ નટરાજે કહ્યું છે કે, કાયદો ઘડવાની સ્વતંત્ર સતા સંસદને છે અને સંસદની સ્વતંત્રતા સાથે ચંચુપાત કરી શકાય નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.