Abtak Media Google News

સુપ્રીમમાં થશે મહત્ત્વની સુનાવણી

સરકાર વિવિધ સરકારી યોજનાના લાભ માટે આધાર કાર્ડ ફરજીયાત કરવામાં આવી રહ્યા છે ત્યારે પાન કાર્ડને પણ આધાર કાર્ડ સાથે જોડવા અંગે આજે સુપ્રીમ કોઇ દ્વારા ફેસલો કરવામાં આવશે.

ઇન્કમ ટેકસ દ્વારા કામગીરીમાં કરદાતાઓને ફરજીયાત પણે આધાર કાર્ડ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. આવકવેરા વિભાગના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. ત્યારે આ સુનાવણીની અસર સરકાર દ્વારા અન્ય યોજનાઓમાં પણ આધાર કાર્ડ ફરજીયાત કરવાના નિર્ણયને પડશે.

આ ઉપરાંત આધાર કાર્ડની સુરક્ષાના મામલે પણ સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવુેં કેટલું સુરક્ષીત છે. તે બાબતના સવાલો પણ ઉઠશે. કેન્દ્રએ આ અગાઉ પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે, દેશમાં મોટા પ્રમાણમાં નકલી પાન કાર્ડ બન્યા છે.

જો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ જોડી દેવામાં આવશે તો ડુપ્લીકેટ પાન કાર્ડ આપો આપ દુર થઇ જશે. આ ઉપરાંત કરચોરીનું પ્રમાણ પણ ઘટાડવામાં આ નિર્ણય ખુબ ઉપયોગી સાબિત થશે તેવી પણ દલીલ કરવામાં આવી છે જો કે આ દલીલનો કોઇએ પ્રત્યુતર આપ્યો ન હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.