Abtak Media Google News

પાંચ રાજ્યોની ચૂંટણીમાં ગુજરાત કેડરના 35 અધિકારીઓને નિરીક્ષકની ફરજ સોપાતા હવે ચૂંટણી પૂર્ણ થયા બાદ બદલી થાય તેવી શકયતા

આઈએએસ અને આઈપીએસની બદલી પાછળ ઠેલવાઇ તેવી શકયતા છે. કારણકે પાંચ રાજ્યોની ચૂંટણીમાં ગુજરાત કેડરના 35 અધિકારીઓને નિરીક્ષકની ફરજ સોપવામાં આવી છે. આ અધિકારીઓ અંદાજે એકાદ મહિનો ત્યાં ફરજમાં રહેવાના હોય ચૂંટણી પૂર્ણ થયા બાદ બદલી થાય તેવી શકયતા સેવાઈ રહી છે.

ભારતના ચૂંટણી પંચએ ત્રણ ડઝન જેટલા ગુજરાત કેડરની આઈએએસ અને આઇપીએસ અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકે પસંદગી કરી છે. આ અધિકારીઓને ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર જેવા પાંચ રાજ્યોમાં ચૂંટણી નિરીક્ષકની ફરજ માટે મુકવામાં આવ્યા છે.

અધિકારીઓને હજુ સુધી સોંપાયેલ વિધાનસભા મતવિસ્તારની યાદી મળી નથી. જો કે, આ અધિકારીઓની ફરજ પાંચ રાજ્યોમાંથી કોઈપણમાં લગભગ એક મહિનાની રહેશે. જે આઈએએસ અધિકારીઓના નામ ચૂંટણી નિરીક્ષકની ફરજો માટે મંજૂર કરવામાં આવ્યા છે તેમાં રાજેશ મંજુ, એસકે મોદી, સ્વરૂપ પી, કેએન શાહ, ડીડી જાડેજા, દિલીપ રાણા, રતનકંવર ગઢવીચરણ, વિશાલ ગુપ્તા, પ્રભવ જોશી, શાહમીના હુસૈન, ધનંજય દ્વિવેદી, એમ તેનરસન, રાહુલ ગુપ્તા, અજય પ્રકાશ, કે રાજેશ, પ્રવીણ ચૌધરી, ડીએન મોદી, ડીએચ શાહ, આશિષ કુમાર, અશ્વની કુમાર, મોહમ્મદ શાહિદ, આલોક પાંડે,એસ મુરલી કૃષ્ણ, કિરણ ઝવેરી અને આર કે મહેતાનો સમાવેશ થાય છે.

જે આઇપીએસ અધિકારીઓની ફરજો માટે નિમણૂક કરવામાં આવશે તેમાં ખુરશીદ અહેમદ, પ્રફુલ્લ રૂશન, અનિલ પ્રથમ, અમિત વિશ્વકર્મા, અજય ચૌધરી, વબાંગ જમીર, અર્ચના શિવહરે, ટીએસ બિષ્ટ, આરબી બ્રહ્મભટ્ટ અને રાજુ ભાર્ગવનો સમાવેશ થાય છે.

રાજ્ય સામાન્ય વહીવટ વિભાગ અને રાજ્ય ગૃહ વિભાગ તબક્કાવાર રીતે ચાર્જની વ્યવસ્થા જાહેર કરે તેવી શક્યતા છે. જો કે  કેટલાક અધિકારીઓએ અંગત કારણોને ટાંકીને ચૂંટણી નિરીક્ષકની ફરજમાંથી મુક્તિની વિનંતી કરી છે.

રાજયના પાંચ આઇપીએસ અધિકારીઓને બઢતી અને ત્રણનો સિલેકશન ગ્રેડમાં સમાવેશ

રાજકોટ રેન્જના વડા સંદીપસિંઘને આઇ.જી. રાજકોટ જોઇન્ટ પોલીસ કમિશનર અહેમદ ખુરર્શીદ અને રાજકોટના તત્કાલીન પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગેહલોતને એડીશ્નલ ડી.જી. તરીકે પ્રમોશન

રાજયનાં ગૃહ વિભાગ દ્વારા પાંચ સિનિયર આઇપીએસ અધીકારીઓને બઢતી આપવામાં આવી છે. જયારે એસપી કક્ષાનાં બે અધીકારીઓને સીલેકશન ગ્રેડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રેંજનાં સંદિપસિંઘને આઇજી તરીકે  રાજકોટ સીટીનાં જોઇન્ટ પોલીસ કમિશ્નર અહેમદ ખુરશીદ અને રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને એડીશ્નલ ડીજીપી તરીકે પ્રમોશન આપવામાં જ્યારે રાજકોટના તત્કાલીન એસપી વિશાલકુમાર વાઘેલા સહિત ત્રણને સીલેકશન ગ્રેડ આપવામાં આવ્યો છે.

વધુ વિગત મુજબ રાજયનાં પોલીસ બેડામાં લાંબા સમયથી બદલી અને બઢતીની રાહ જોવાય રહી છે. જયારે ગૃહ વિભાગ દ્વારા 2004ની બેચના રાજકોટ રેંજનાં વડા સંદિપસિંઘ , ગોંડલના તત્કાલીન એએસપી અને હાલ અમદાવાદનાં એડીશ્નલ કમિશ્નર ગૌતમ પરમાર , ગાંધીનગર એમટી વિભાગનાં ડીઆઇજી ડી.એચ. પરમારને આઇજી તરીકે જયારે 1997ની બેંચના  રાજકોટ સીટીનાં જોઇન્ટ પોલીસ કમિશ્નર અહેમદ ખુરશીદ અને રાજકોટ શહેરના તત્કાલીન પોલીસ કમિશનર અને હાલ આઇ.બી. નાં વડા અનુપમસિંહ ગેહલોતને એડીશ્નલ ડીજીપી તરીકે બઢતી આપવામાં આવી છે.

જયારે 2009ની બેચના એસ.પી. કક્ષાનાં રાજકોટ શહેરના તત્કાલીન એએસપી અને હાલ ભશમ ના એસપી વિશાલકુમાર વાઘેલા, અમદાવાદ રૂરલના એસ પી. વિરેન્દ્રસિંહ યાદવ અને સુરત જોન 3 ડીસીપી વિધી ચૌધરીનો સિલેકશન ગ્રેડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પાંચ સિનિયર આઇપીએસ પ્રમોશન આપવામાં આવ્યા છે જ્યારે ત્રણ એસપી કક્ષાના અધિકારીઓને સિલેક્શન ગ્રેડમાં સમાવેશ કરવામાં આવતા હવે બદલીના સંકેતો મળી રહ્યા છે.

રાજ્યમાં આઇપીએસ અધિકારીઓની  વાયબ્રન્ટ સમિટ બાદ બદલીઓ અને બઢતીઓ પ્રમોશનની  શરૂ કરવાનું નક્કી કરાયું હતું. પરતુ, કોવીડના કારણે વાયબ્રન્ટ સમિટ રદ થતા હવે આઇપીએસની બદલી અને બઢતી ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.