Abtak Media Google News

વ્યાપાર જગતમાં અંધાધૂંધી થાય તેવું કાયદાનું અર્થઘટન!

પ્રજાનો વિશ્વાસ ટકી રહે અને અપ્રમાણિક રીતે ચેક ઇસ્યુ કરનાર પ્રમાણિકને આર્થિક નુકસાન ન પહોંચાડે તે જરૂરી

સુપ્રીમ કોર્ટના ચુકાદા અને ગાઇડ લાઇન વિરૂધ્ધ નાણા મંત્રાલય દ્વારા ચેક રિટર્ન કેસમાં આરોપીને અપરાધમાંથી મૂક્તિ આપવાની વિચારણાથી લેણદાર લાચાર બનશે

કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલા લોક ડાઉન દરમિયાન વેપાર ઉદ્યોગ લાંબો સમય બંધ રહેતા દેશનું અર્થતંત્ર ગોટે ચડયું છે ત્યારે નાણા મંત્રાલય દ્વારા ચેક રિર્ટન કેસમાં આરોપીને અપરાધમાંથી મૂક્તિ આપવાનીવિચારણાથી વેપારી વિનિમયની ચેનલ તૂટે તેવી સ્થિતી સજાર્ય તેવી દહેશત કાયદાના જાણકારો દ્વારા વ્યક્ત થઇ છે.

રોકાણ એટલે ઇન્વેસ્ટમેન્ટને આકર્ષિત કરવા માટે ચેકની આપ-લે વિશ્ર્વાસનું પ્રતિક ગણવામાં આવે છે. ચેક રિર્ટન કેસ શું છે અને ચેક રિર્ટનનો કેસ કયારે પુરો કરી શકાય અને ચેક રિર્ટન કેસ કયારે પુરવાર થાય તે અંગે સુપ્રિમ કોર્ટ દ્વારા અવાર નવાર ગાઇડ લાઇન આપી છે તેમજ નેગોસિએબલ ઇસ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮માં વખતો વખત સુધારા કરી લેણદારને આર્થિક સુરક્ષા પ્રાપ્ત થાય તે અંગે વિસ્તૃત માર્ગ દર્શન આપવામાં આવ્યું છે.

ચેક રિર્ટન કેસમાં કાયદાકીય કેટલીક આટીઘૂટી છે. પરંતુ સુપ્રિમ કોર્ટ દ્વારા ચેક લખી આપનારને પણ અપરાધમાંથી બચાવા છેક છેલ્લી સુનાવણી સુધી બચવાની તક આપવામાં આવી છે. ચેક રિર્ટન થયા બાદ લખી આપનારને નોટિસ આપવામાં આવે છે ત્યાર બાદ સમય મર્યાદામાં ચેક લખી આપનાર નાણા ચુકવી આપે ત્યારે ચેક લખી આપનાર અપરાધમાંથી બચી શકે છે. તેમજ નોટિસ બાદ કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવે ત્યારે તે ચેક મુજબની રકમ કોર્ટમાં જમા કરાવે ત્યારે પણ ચેક લખી આપનાર સામેની સુનાવણી પડતી મુકવાની કાયદામાં જોગવાય છે. ચેક આપનારનો ઇરાદો પ્રમાણિક હોય અને નાણા ચુકવી આપવા ઇચ્છતો હોય તો તે નેગોશિએબલ ઇસ્ટુમેન્ટના કાયદાની જોગવાય મુજબ નાણા ચુકવી આપે તો તેનો ત્યારે જ કેસમાંથી છુટકારો થાય છે. કોર્ટ દ્વારા ચેકની રકમના હપ્તા કરી આપી ચુકવવા ચેક લખી આપનારને સમજ કરી અપરાધમાંથી બચવાનો તક પુરી પાડવામાં આવે છે આમ છતાં ચેક ઇસ્યુ કરનારનો ઇરાદો અપ્રમાણિક હોય ત્યારે ચેક રિર્ટન કેસની સુનાવણી આગળ ચાલે છે અને કાયદા મુજબ તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે.

ચેક રિર્ટન કેસમાં સુપ્રિમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા વિવરણ અંગે કેન્દ્ર નાણા મંત્રાલય દ્વારા ગત તા.૮ જૂનના રોજ માંગવામાં આવેલા કોર્ટનું ભારણ ઘટાડવા માટે કાયદામાં સુધારા કરવા માટે સરકાર વિચારી રહી છે. ત્યારે ચેક રિર્ટન કેસમાં કાયદાના જાણકારો દ્વારા વિવિધ અર્થઘટન કરી ચેક રિર્ટન કેસને હળવો કરવામાં આવશે તો વેપારીને કંઇ રીતે નુકસાન થશે અને આર્થિક વ્યવસ્થા પડી ભાગશે તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે.

ચેકની આપ-લે વેપારી માનસ ઉપર અને આર્થિક વિકાસ તેમજ ન્યાયિક કાર્યવાહીમાં ખુબ જ અવરોધરૂપ બને છે. આ બાબતે ધંધામાં વિશ્ર્વાસનું વાતાવરણ સર્જાય અને અપરાધિઓને સજા અને સામાન્ય ગુનામાં સમાધાનકારી વલણ અમલમાં આવે તેવી સંતુલિત પોલીસી સાથે કાયદામાં સુધારા લાવવામાં આવે તે જરૂરીરી ગણાવવામાં આવ્યું છે.

ચેક રિર્ટના કેસમાં અપરાધિકરણમાંથી મૂક્ત કરવા માટે ડીક્રીમીલાઇઝેશન કરવા માટે વિચારણા કરવામાં આવે તે માટે હિતધરાવતા જાણકારો પાસેથી મગાવેલા સુચન અંગે કાયદાનું અવલોકન કર્યા બાદ સુધારા કરવામાં આવશે. બેકીંગ ઇન્સ્ટુમેન્ટ ચેક જે કાયદા ઉપર લોકો વિશ્ર્વાસ રાખી કરોડો અને અબજો રૂપિયાનો આર્થિક વ્યવહાર થાય છે. અપ્રમાણિક રીતે ચેક ઇસ્યુ કરનાર વ્યક્તિઓ પ્રમાણિક વ્યક્તિઓને આર્થિક નુકસાન ન પહોચે તેને રોકવા માટે કાયદો છે. આ પ્રકારની પરિસ્થિતીને રોકવા માટે કાયદો મહંદ અંશે સફળ રહ્યો છે. તે ધ્યાને રાખી નાણામંત્રાલય દ્વારા કાયદામાં સુધારા કરે તે જરૂરી છે.

આર્થિક લેતી-દેતીને સુરક્ષા પુરી પાડવા ૧૩૯ વર્ષ પુર્વે કાયદો બન્યો

વેપારીઓ દ્વારા ઉધારીમાં ધંધો કરવામાં આવે ત્યારે ચેક વિશ્ર્વાસનું પ્રતિક છે. ચેક લખી આપનાર સામે ચેક લખાવી લેનાર માટે આર્થિક સુરક્ષા માટે ૧૮૮૧માં એટલે કે ૧૩૯ વર્ષ પહેલાં નેગોશિએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ અમલમાં આવ્યો છે. ત્યાર બાદ ૧૯૮૮માં ચેક રિર્ટનના કાયદામાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. કલમ ૧૩૮ મુજબ કોઇ પણ કારણસર ચેક રિર્ટન થાય ત્યારે ચેક લખી આપનારને નોટિસ પાઠવવામાં આવે છે જરૂરી સમય મર્યાદા મુજબ કોર્ટ દ્વારા સમન્સ મોકલવામાં આવે છે ત્યારે આર્થિક લેતી-દેતીનો વ્યવાહાર પુરો થાય તેવા સંજોગોમાં કેસની સુનાવણી પડતી મુકવામાં આવે છે.

નાણા મંત્રાલયને વાંધા મોકલતા ધારાશાસ્ત્રી બ્રીજ શેઠ

Covid 19 Press Note 1

ચેક રિર્ટન કેસમાં સુધારો કરવા માટે નાણામંત્રાલય દ્વારા મગાવેલા સુચન અંગે રાજકોટના એડવોકેટ બ્રિજ વિકાસ શેઠે સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદા ટાંકી વાંધા સુચન મોકલ્યા છે. જેમ ચેક ઇસ્યુ કરનાર ચાલુ કેસે રકમ કોર્ટમાં જમા કરાવે ત્યારે કેસ પૂર્ણ કરી પ્રમાણિક લોકોને રક્ષણ આપવા તેમજ ચેક ધારણ કરનાર અપ્રમાણિક રીતે ચેક ઇસ્યુ કરનારનો ભોગ ન બને તે અંગેની તકેદારી રાખવા અનુરોધ કરતો પત્ર ઇ-મેલ દ્વારા પાઠવવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.