ભારે વિરોધ વચ્ચે અફઘાનમાં સરકાર રચવાની તાલિબાનોની કવાયત સફળ થશે ખરી ?

Afghan security personnel stand guard along the road amid ongoing fight between Afghan security forces and Taliban fighters in Kandahar on July 9, 2021. (Photo by JAVED TANVEER / AFP) (Photo by JAVED TANVEER/AFP via Getty Images)

અબતક, કાબુલ

અફઘાનિસ્તાનની અસરફ ઘાની સરકાર સામે બળવો કરી દેશ પર કબજો કરી લેવામાં તાલિબાનોને જે રીતે સફળતા મળી હતી અને સરકારના સૈન્યે કોઈપણ જાતના પ્રતિકાર વગર આખો દેશ તાલિબાનોને હવાલે કરી દેવાની સમગ્ર ઘટનાક્રમમાં તાલિબાનો માટે અફઘાન સર્વ કરવા નું કામ જેટલું સરળ બન્યું હતું તેટલું અઘરું હવે સરકારની રચના અને આંતરરાષ્ટ્રીય ધોરણે તેને માન્યતા અપાવવા નુ કામ પડકારરૂપ બની રહેશેતાલિબાનોએ આજે સત્તાવાર રીતે પોતાની સરકાર રચાઈ જાય તેવો દાવો કર્યો હતો અને શુક્રવારના બદલે એક દિવસ વિલંબથી સરકારની રચના કરવાની ફરજ પડી છે તાલિબાનો માટે આઇએસ અને સ્થાનિક કબીલાઓ નો વિરોધ શાસનની સ્થાપના માટે પડકારરૂપ પરિસ્થિતિ સર્જનાર બન્યું છે.

સ્થાનિક દબાણોવચ્ચે, તાલિબાન ગ્રુપના પ્રવક્તાએ શુક્રવારે જણાવ્યું હતું કે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચનામાં એક દિવસનો વિલંબ થયો છે. તાલિબાનના સૂત્રોના જણાવ્યા મુજબ નવી સરકારનું નેતૃત્વ જૂથના સહ-સ્થાપક મુલ્લા અબ્દુલ ગની બારાદાર કરશે. તાલિબાનના દિવંગત વડા મુલ્લા મોહમ્મદ ઉમરનો પુત્ર મુલ્લા મોહમ્મદ યાકુબ અને તાલિબાનના સૂત્રોએ ઉમેર્યું હતું કે, તાલિબાનના અન્ય બે વરિષ્ઠ નેતાઓ વરિષ્ઠ હોદ્દાઓ પર નિયુક્ત કરવામાં આવશે. તાલિબાનના વડા મુલ્લા હૈબતુલ્લા અખુંદઝાદા ઇસ્લામના માળખામાં ધાર્મિક બાબતો અને શાસન પર ધ્યાન કેન્દ્રિત કરશે.

તાલિબાનના અમેરિકાએ લશ્કર પાછું ખેંચી લેતાની સાથે જ તાલિબાનોએ અફઘાન પર કબજો કરી વિશ્ર્વને ચોંકાવી

દીધું હતું, હવે કબજાને કાયદેસરતા આપવાની મથામણ: ચીનના બે મોઢાના વલણથી જગત આશ્ર્ચર્યચકિત

પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે સરકાર હવે શનિવારે બનશે. અગાઉ એવો દાવો કરાયો હતો કે શુક્રવારની નમાઝ પછી સરકારની રચના થશેબધાની નજર ટીવી સ્ટેશનો પર હોવાથી, કાબુલમાં અફઘાન મહિલાઓના જૂથો અને નાગરિક સમાજના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેથી તેઓ ભવિષ્યની સરકારમાં સામેલ થઈ શકે.તાલિબાને પહેલેથી જ કહ્યું છે કે મહિલાઓને સરકારી સંસ્થાઓમાં કામ કરવાની છૂટ મળશે પરંતુ ઉચ્ચ હોદ્દા પર નહીં.વિરોધીઓએ તાલિબાન અને આંતરરાષ્ટ્રીય સમુદાયને વિનંતી કરી કે તેઓ છેલ્લા બે દાયકાઓમાં મહિલાઓના રાજકીય, સામાજિક અને આર્થિક અધિકારોની રક્ષા કરે. “કોઈ પણ સમાજ મહિલાઓની સક્રિય ભૂમિકા વિના પ્રગતિ કરી શકશે નહીં,” નાગરિક સમાજ કાર્યકર્તા તરનુમ સઈદી કહ્યું હતું કેકાબુલ અને દેશના અન્ય ભાગોમાં મહિલાઓએ તેમની રેલીઓ ચાલુ રાખી હોવાથી, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં કેટલાક તાલિબાન સભ્યોને સરકારી બિલ્ડિંગની સામે તેમના વિરોધને બંધ કરવાની ફરજ પાડવામાં આવી હતી તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.તમામ ટોચના તાલિબાન નેતાઓ હાલમાં કાબુલમાં હોવાનું કહેવાય છે.

જ્યારે, બ્રિટન અને અમેરિકાએ જાહેર કર્યું છે કે તેઓ તાલિબાન સાથે વ્યવહાર કરશે પરંતુ તેમને માન્યતાનહીં આપે, તાલિબાન પ્રત્યે યુકેનો અભિગમ સમજાવતા રાબે કહ્યું: “અમે જે અભિગમ અપનાવી રહ્યા છીએ તે એ છે કે અમે તાલિબાનને સરકાર તરીકે અમે સ્વીકુર્તી કરતાનથી જોકે આ લોકો સાથે એટલા માટે સંપર્કમાં છીએ કે કારણકે બ્રિટિશ નાગરિકો અને યુકે સરકાર માટે કામ કરનારા અફઘાનોના સુરક્ષિત માર્ગના પ્રશ્ન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાની જરૂર છે. “બીજી બાજુ, દોહા સ્થિત તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને જાહેરાત કરી કે ચીને અફઘાનિસ્તાનમાં પોતાનું દૂતાવાસ ખુલ્લું રાખવાનું અને યુદ્ધ વિનાશ પામેલા દેશમાં માનવીય સહાય વધારવાનું વચન આપ્યું છે. ચીને એક નિવેદન પણ બહાર પાડ્યું છે કે તે અફઘાનિસ્તાન સાથેના તેના સંબંધોની “પુષ્ટિ” કરે છે અને તે અફઘાનિસ્તાનની શુભેચ્છાઓ આપે છે કારણ કે તેઓ તેમના દેશનું પુનનિર્માણ હિમાયત કરે છે.

દરમિયાન, રાજધાની કાબુલના ઉત્તર -પૂર્વમાં અફઘાનિસ્તાનની પંજશીર ખીણમાં તાલિબાન અને પ્રતિકાર દળ વચ્ચે તીવ્ર લડાઈ ચાલુ છે, કારણ કે બંને પક્ષોએ એકબીજાને ભારે નુકસાન પહોંચાડ્યું હોવાનો દાવો કર્યો છે. દૂરના પર્વતોમાંથી ધુમાડો ઉડતો જોઈ શકાય છે કારણ કે તાલિબાન દેશના ૩૪ પ્રાંતોમાંના છેલ્લા પર કબજો મેળવવા માટે યુદ્ધમાં વ્યસ્ત છે. વાટાઘાટોના સમાધાનના પ્રયાસો નિષ્ફળ ગયા બાદ મંગળવારે લડાઈ તીવ્ર બની હતી. આજે તાલિબાનોએ સરકાર જવાની તૈયારી પૂર્ણ થઇ ગયેલ દાવો કર્યો છે પરંતુ સ્થાનિક ધોરણે આંતરરાષ્ટ્રીય ધોરણે તાલિબાનોના અફઘાનિસ્તાન પર કબજો કરી લેવાના કૃત્યને ગેરકાયદેસર ગણવામાં આવે છે અને મોટાભાગના દેશો સરકારને સમર્થન અને કાયદેસરતા આપવાના પક્ષમાં નથી બીજી તરફ ચીને માનવી સહાયના નામે પરોક્ષ રીતે તાલિબાનોને છાવરવાની નીતિ અખત્યાર કરતા વિશ્વ સમાજે ચીનના આ બેવડા વલણ સામે પ્રશ્નો ઉભા કર્યા છે ભારત પડોશી દેશમાં ચલતી રાજકીય-સામાજિક અને ઘર્ષણની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે તાલિબાનો સરકાર રચવામાં સફળ થઇ જાય તો પણ તેને વિશ્વ સમાજની માન્યતા મેળવવી મુશ્કેલ થઈ પડશે.

પંજશિર કરી લીધાનું તાલિબાનનો દાવો…!

અફઘાનિસ્તાન કબજે કરવામાં તાલિબાનોને ધાર્યા કરતાં વધુ સફળતા મળી હોવાનું જણાય છે પરંતુ હજુ અફઘાનિસ્તાનના પૂર્વ ઈરાન સરહદ ના વિસ્તારમાં તેનો ગજ વાતો ન હોવાનું કેવાય રહી છે ત્યારે તાલિબાનોએ સરકાર રચવાની તૈયારી વચ્ચે એવો દાવો કર્યો છે કે અત્યાર સુધી જ્યાં કબજો કરવામાં સફળતા મળી ન હતી તેવા પંચશીલ વિસ્તારમાં પણ હવે પોતાનો કબજો સ્થાપિત થઈ ગયો છે.

તાલિબાનોનો કાશ્મીર આલાપ

અફઘાનિસ્તાનમાં ચાલતી રાજકીય ગતિવિધિ અને સરકાર રચવાની કર્ણાવતી કવાયત વચ્ચે તાલિબાનના પ્રવક્તા ઓએ હવે પોતાની છબી આંતરરાષ્ટ્રીય ધોરણે ઉભી કરવા માટે વિષય વગરના નિવેદનો આપવાનું શરૂ કરી દીધું છે ગઈકાલે તાલિબાનના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિશ્વમાં ક્યાંય પણ મુસ્લિમ સમુદાયને મુશ્કેલી હશે તો તેની ચિંતા તાલિબાનો કરશે. તાલિબાનના પ્રવક્તા સોહેલ ખાને જણાવ્યું હતું કે ભારતના કાશ્મીરમાં કે વિશ્વના કોઈપણ દેશમાં અમે મુસ્લિમો માટે અવાજ ઉઠાવવા માટે અધિકાર ધરાવીએ છીએ હજી તાલિબાનોને સરકાર ની રચના અને તેની માન્યતા માટેના ફાંફા પડી રહ્યા છે ત્યાં કાશ્મિર રાગ આલાપી ને તાલિબાનોએ પોતાનું અસલી ચહેરો બતાવી દીધો છે.