વકરતા કોરોનાને કાબુમાં લેવા ભારતમાં ફરી સંપૂર્ણ લોકડાઉન લદાશે કે કેમ ?? નાણામંત્રીએ કરી સ્પષ્ટતા

0
123

સંપૂર્ણ લોકડાઉન તો નહીં જ!!

કોરોના હવે, ‘અર્થતંત્ર’ને જકડી ન શકે, સંપૂર્ણ લોકડાઉન શક્ય નહીં: નાણામંત્રીની સ્પષ્ટતા ક્ષ કોવિડની બીજી લહેર હવે ઝડપથી નિયંત્રિત થઇ જશે: સિતારામન

વકરતા કોરોનાએ ચારેકોર હાહાકાર મચાવી દીધો છે. દિનપ્રતિદિન કેસમાં ભરાવો થઈ રહ્યો છે. કોવિડ-19ની આ પરિસ્થિતિને જોતા મોટેભાગના લોકો અને એમાં પણ ખાસ નાના-મધ્યમ વર્ગના લોકોમાં લોકડાઉનનો ભય પ્રસરયો છે. પરંતુ ભારતમાં ફરી પહેલા જેવું સંપૂર્ણ લોકડાઉન તો નહીં જ થાય. નાણાંમંત્રી નિર્મલા સીતારામને સ્પષ્ટતા કરી છે કે, સરકાર મોટા પાયે લોકડાઉન લાદશે નહીં. પરંતુ કોરોનાની બીજી તરંગ નિયંત્રિત કરવા માટે ક્ધટેઈનમેન્ટ ઝોનમાં જરૂર કડક નિયમો-પ્રતિબંધો લદાશે. આ માટે સંપૂર્ણ લોકડાઉન કરવાની જરૂર નથી. હવે કોરોના અર્થતંત્રને ફરી જકડી શકશે નહીં. અને કોરોના વાયરસની આ બીજી લહેર ઝડપથી નિયંત્રિત થઈ જશે.

મંગળવારે વર્લ્ડ બેંકના અધ્યક્ષ ડેવિડ માલપસ સાથે વર્ચુઅલ મીટિંગમાં નાણામંત્રી નિર્મલા સીતારામને આ નિવેદન આપ્યું હતું. તેમણે આ વૈશ્વિક રોગચાળાના યુગમાં વિશ્વ બેંકે લીધેલા પગલાઓની પ્રશંસા કરી હતી. વિકાસ માટે નાણાંની ઉપલબ્ધતા માટે પણ ભારતની ક્ષમતામાં વધારો કરવાના વિશ્વ બેંકના નિર્ણયને આવકાર્યો હતો.

નાણાં મંત્રાલયે ટ્વીટ કર્યું  કે આ ભયાનક સ્થિતિનો સામનો કરવા માટે ભારતે લીધેલા પાંચ પગલાંને શેર કર્યા છે. જેમા ચેપને રોકવા માટે ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ, રસી અને કોવિડ -19 અનુકૂલનશીલ વર્તણૂકની ફોર્મ્યુલાનો સમાવેશ છે. તેમણે કહ્યું કે બીજી તરંગમાં પણ, એ ખૂબ સ્પષ્ટ છે કે સરકાર હવે મોટા પાયે લોકડાઉન કરવાની નથી. હવે ફરી અર્થવ્યવસ્થાને પૂરેપૂરી અટકાવી શકીએ નહી. સ્થાનિક રીતે કોરોનાગ્રસ્ત દર્દીઓ અલગ રહે અને સાવચેતી રાખી નિયમોનું પાલન કરીએ એ જ સહાયરૂપ ઉપાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here