ઇંગ્લેન્ડ ટૂરમાં બૂમરાહ બાદ આ ગુજ્જુ ફાસ્ટ બોલરને લાગશે લોટરી ?, જાણો નામ…

0
97

વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા 18 થી 22 જૂન સાઉથમ્પટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ મેચ રમશે. ન્યૂઝીલેન્ડની સામે રમાનારી આ મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ બેટ્સમેનો નો સામનો ટ્રેન્ટ બોલ્ટ ટીમ સાઉદી અને નીલ વૈગનર જેવા ફાસ્ટ બોલરો સામે થશે. ભારતીય બેટ્સમેનો માટે સૌથી મોટો પડકાર વેગનર અને બોલ્ટ સાબિત થઈ શકે છે. વેગનર ઇંગ્લેન્ડની પીચ પર બે ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે અને 35 વર્ષીય આ બોલર પાસે કાઉન્ટી ક્રિકેટનો ખાસ્સો અનુભવ છે. જો કે, વેગેનર અને બોલ્ટ સામે લડવા ભારતીય ટીમ પાસે હાલ એક ખાસ હથિયાર હોવાનું સામે આવી રહ્યું છે જે હથિયાર વિશે ખૂબ જૂજ લોકો જ જાણે છે. આ ખુફીયા હથીયાર નું નામ છે અરઝાન નાગદાસવાલા.

કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા ડાબોડી બોલર નગદાસવાલાને ઈંગ્લેન્ડ લઈ જઈ રહી છે. અરઝાનને હાલ તો સ્ટેન્ડબાઈ ખેલાડી તરીકે ઈંગ્લેન્ડ લઈ જવાઈ રહ્યો છે. સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ એક ખાસ રણનીતિના ભાગરૂપે 24 સભ્યોની ટીમમાં નાગદાસવાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે.બોલ્ટ અને વેગનર સામે ભારતીય બેટ્સમેનોએ કઈ રીતે રમવું તે બાબતની પ્રેક્ટિસ અરઝાન નેટમાં કરાવશે. અરજાન નાગવાસવાલા બાઉન્સર અને ઇનસ્વીન્ગનો બાદશાહ છે એવું પણ માનવામાં આવે છે. નેટ પ્રેક્ટિસ દરમિયાન આ પ્રકારની બોલિંગ કરીને તે ભારતીય બેટ્સમેનોને સારો અભ્યાસ કરાવી શકે છે. નોંધનીય બાબત છે કે, ગુજરાતની રણજી ટ્રોફીમાં બાઉન્સર અને ઇન્સવિંગ કરીને અનેક બેટ્સમેનોને મૂંઝવણમાં મૂકી મેચ ઝુંટવી જાય છે તેવું પણ સામે આવ્યું છે. અરજાને ગત વર્ષે રણજી ટ્રોફીમાં પંજાબ વિરુદ્ધ 10 વિકેટો ચટકાવી સૌને પ્રભાવિત કર્યા હતા. અરઝાને વર્ષ 2018-19માં ડેબ્યુ કર્યો હતો જે દરમિયાન મુંબઈ વિરુદ્ધ રમીને પાંચ વિકેટ ચટકાવી હતી પરંતુ વર્ષ 2019-20 માં ખૂબ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ ચર્ચામાં આવ્યો હતો.

આ સીઝન દરમિયાન અરઝાને 39.4 ની ઔસતથી 41 વિકેટો લીધી હતી. દરમિયાન પાંચ વિકેટ હોલ પણ તેણે પોતાના નામે કર્યા છે. જેમાંથી પ્રથમ હોલ તેને પંજાબ વિરૂધ પ્રાપ્ત થયો હતો. આ મેચ દરમિયાન અરઝાને બંને ઇનિંગ દરમિયાન પાંચ-પાંચ વિકેટો ઝડપી હતી. જો ફાઇનલ મેચ દરમિયાન ભારતના દિગ્ગજ બોલરો ક્યાંક સફળ પ્રદર્શન કરવામાં ઊણા ઉતર્યા તો અરઝાનને તક આપી શકાય છે અને આ તક આપવા પૂર્વે જ્યારે અરજાનનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો ત્યારે કેપ્ટન કોહલીએ ફક્ત એક જ શબ્દમાં સવાલ કર્યો હતો કે, શું તું તૈયાર છો ? ત્યારે અરઝાને જવાબ આપ્યો હતો કે, હા ચોક્કસ.. બંને ખેલાડીઓ વચ્ચેની આ ટૂંકી વાતચીત તૈયારીઓ અંગેની સમીક્ષાનો પુરાવા રજૂ કરે છે.

જેથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ દરમિયાન અરઝાનની લોટરી લાગી શકે તેવું લાગી રહ્યું છે. નોંધનીય બાબત છે કે, ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ મેચ દરમિયાન આ પ્રકારે જ નટરાજનનો ક્રિકેટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને હાલ નટરાજન ત્રણેય ફોર્મેટમાં ધૂમ મચાવી રહ્યો છે. તે પ્રકારે જ અરઝાનનો પણ ક્યાંક હવે ઇન્ટરનેશનલ ટીમમાં સમાવેશ કરવામાં આવે તો નવાઈ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here