Abtak Media Google News

વોર્નર , ફિન્ચ અને મેક્સવેલ ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ : બ્રેટ લી.

આઈસીસી ટી-૨૦ વિશ્વ કપમાં પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને માત આપી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે ત્યારે આજે બીજો સેમિફાઇનલ મેચ અંડર ડોગ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાશે ત્યારે જોવાનું એ રહ્યું કે શું પાકિસ્તાનને માત આપી ઓસ્ટ્રેલિયા ફાઈનલ તરફનું પ્રયાણ કરશે કે કેમ? ચાલુ વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાનો પ્રદર્શન જે રીતે કરવામાં આવ્યું છે તેને જોતા કદાચ આજના મેચમાં પાકિસ્તાન સામે નું તેમનું પ્રભુત્વ અને રૂ હોઈ શકે છે.

ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ આવ્યું હતું કે ટીમ માટે ડેવિડ વોર્નર, ફિન્ચ અને મેક્સવેલ નું પ્રદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે અને મેચના પરિણામ પણ તેનો મહત્વનો ભાગ રહેશે. આ તકે મહત્વની વાત એ છે કે સુપર-૧૨માં સતત પાંચ મેચ જીતીને  પાકિસ્તાન સેમિ ફાઈનલમાં પ્રવેશયુ છે.

આ તકે એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે બીજો સેમિફાઇનલ મેચ અત્યંત રોમાંચક તબક્કામાં જોવા મળશે જેમાં ઓસ્ટ્રેલિયાની બેટિંગ લાઈનઅપની કસોટી પાકિસ્તાનના બોલરો સામે થશે. ઓપનર વોર્નરની સાથે સ્ટીવ સ્મિથ અને મેક્સવેલ પર ટીમની

મહત્વની જવાબદારી રહેશે. ત્યારે ઓસ્ટ્રેલિયાના આ વિસ્ફોટક બેટ્સમેનોની કસોટી પાકિસ્તાનના  ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી તેમજ  હરિસ રઉફ સામે કસોટી થશે. ત્યારે બંને ટીમોએ તમામ ખેલના ભાષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવવું પડશે જો ટીમ ફાઇનલમાં પ્રવેશ કરવા ઇચતી હોય. ભાઈ છે કે ક્રિકેટ એક મેન્ટલ ગેમ છે ત્યારે જે ટીમ માનસિક રીતે સબર હશે તે ટીમનું પતળું સેમિફાઇનલમાં ભારી હશે અને સમગ્ર ટીમને તેનો લાભ મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.