Abtak Media Google News

ફેડરરને હરાવ્યા બાદ કેવિને કરી ઉજવણી

દુનિયાના બીજા નંબરના ટોપ ટેનિસ ખેલાડી રોજન ફેડડરનો નવમી વખત વિંમ્બડનની ટ્રોફી જીતવાનું સ્વપ્ન બુધવારે તુટી ગયું હતું  સ્વિસના ખેલાડી ફેડરરને કવોટર ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડી ફેડરરને કવોટર ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડી કેવીન અંડરસેન ચાર કલાક ૧૩ મીનીટના મુકાબલા બાદ માત આપી હતી. પહેલા બે સેટ જીતવા માટે ફેડરરે ફોકસ ગુમાવતા કેવિને તક ઝડપી લીધી હતી. ૩ર વર્ષિય અંડરસ આ ચેમ્પીયન શીપમાં ફેડરર ખીલાફ સર્વિસ ગેમમાં સેટ જીતનારા પ્રથમ ખેલાડી બન્યા છે.

3 26

૨૦૧૩માં સર્જેઇ સ્ટાખોવસ્કી ખીલાફ બીજા દોરમાં હાર મેળવ્યા બાદ વિંમ્બલડનમાં ફેડરરનું પાંચ વર્ષનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું હતું. અંડરસને ગત વર્ષે વિંમ્બલડનના સેમીફાઇનલમાં સ્થાન મેળવનારા પ્રથમ દક્ષિણ આફીકી ખેલાડી બન્યા હતા. આ પૂર્વ ૧૯૮૩ માં કેવિન કુરેને આ ઉપલબ્ધી પ્રાપ્ત કરી હતી હવે અંડરસનનો મુકાબલો મિલોસ રાઓનિક અથવા જોન ઇસ્નેર સાથે થશે.

જો કે ફેડરર ખુબ જ જલ્દી આઉટ થતા ચાહકોમાં મેજર અપસેટ સર્જાયો હતો જીત બાદ કેવિને જણાવ્યું હતું કે મે લડત આપવામાં મારો યોગ્ય પ્રયાસ કર્યો છે. આજનો મેચ મારા માટે કાયમી સંભારણું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.