Abtak Media Google News

હિતેશ રાવલ,સાબરકાંઠા: ‘પહેલું સુખ તે જાતે નર્યા’ ગાંધીજીએ કહેલી આ વાત હરેક માનવીને લાગુ પડે છે. માણસ પાસે ગમે એટલી સંપત્તિ, સમૃદ્ધિ હોય પણ જો પોતાનું સ્વસ્થ તંદુરસ્ત ના હોય તો તે કોઈનું મૂલ્ય રહેતું નથી. દેશનો દરેક નાગરિક સ્વસ્થ રહે તે માટે PM નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ શરૂ કરી હતી. જેમાં “ હમ ફીટ તો ઇન્ડિયા ફીટ”ના સૂત્રને સાર્થક કરવા માટે રાજ્યના તમામ જિલ્લા-તાલુકા-શહેર અને ગામના દરેક નાગરિક તંદુરસ્તી અને સશક્ત જીવનશૈલીને પોતાના જીવનનો ભાગ બનાવે તે અત્યંત આવશ્યક છે.

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલો મંત્રાલય અંતર્ગત રમતગમત વિભાગ દ્વારા દેશભરમાં વ્યક્તિગત તંદુરસ્તીને પ્રોત્સાહન આપવા માટે ફીટ ઇન્ડિયા મુવમેન્ટના નેજા હેઠળ અનેક પ્રવૃત્તિઓની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ફીટ ઇન્ડિયા થીમ પર “ફીટનેશ કા ડોઝ,આધા ઘંટા રોજ”, ફીટ ઇન્ડિયા ક્વિઝ (જૂન-૨૦૨૧) અભિયાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે રાષ્ટ્રીય કક્ષાની પ્રથમ ક્વિઝ છે. જેમાં શાળાઓ અને વિદ્યાર્થીઓને મળીને કુલ 3.25 કરોડનું રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ફીટ ઇન્ડિયા ક્વિઝના ચાર રાઉન્ડમાં યોજવામાં આવશે.

Hum Fitજેમાં શાળા કક્ષાના પ્રાંરભિક રાઉન્ડમાં વિદ્યાર્થીઓની 1 જુલાઇ થી 31 જુલાઇ સુધી નોંધણી શાળા દ્વારા હાથ ધરવામાં આવશે. જેમાં શાળા દિઠ મિનિમમ 2 વિદ્યાર્થી હશે. અને તેની 250 રૂપિયા રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. રજીસ્ટ્રેશન https://fitindia.gov.inની લિંક પર થશે.

આ ક્વીઝ સ્પર્ધાના પ્રાંરભિક રાઉન્ડમાં રાષ્ટ્રીય પરિક્ષણ એજન્સી (NTA) દ્વારા 13 ભાષાઓ પૈકી પસંદ કરેલ કોઇ ભાષામાં 4 સપ્ટેમ્બર 2021થી ઓનલાઇન લેવામાં આવશે. પ્રાંરભિક રાઉન્ડ પછી ક્વોલિફાઇ થયેલ સ્કૂલોમાં ‘ફીટ ઇન્ડિયા મિશન’ થકી દરેક રાજ્ય/કેન્દ્ર શાસિત કેન્દ્રો દ્વારા 1 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર 2021 દરમિયાન હાથ ધરવામાં આવશે. જયારે અંતિમ રાઉન્ડ જેમાં દરેક રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશની વિજેતા ટીમો વચ્ચે 1 નવેમ્બરથી 14 નવેમ્બર 2021 દરમિયાન સ્પર્ધા યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.