શિયાળાનો પગરવ્…!

ચોમાસાની ધમાકેદાર વિદાય પછી શિયાળાનોપ્રારંભ થઈ ચૂક્યો છે, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ફુલગુલાબી ઠંડીના ચમકારા સાથે સાથે જમ્મુ-કાશ્મીરમાં મોસમના પ્રથમ બરફવર્ષાથી શિયાળાનાઆગમન ની દસ્તકદેવાઈ ચૂકીછે, ત્યારે આવર્ષે ચોમાસા નો સવાયો વરસાદ વરસ્યો છે ત્યારે શિયાળો પણ કડકડતી ઠંડી નો સોકરડૉ બોલાવે તેવું પર્યાવરણ વિદો માની રહ્યા છે

ઋતુચક્રનાક્રમ માં પ્રથમ રહેલા શિયળાનું ઋતુચક્ર ની જેમ આરોગ્ય માંપણ ખૂબ જ મહત્વ રહ્યું આ આરોગ્યવર્ધક ઋતુ  માંશરીરની પાચનશક્તિ પ્રદીપ્ત રહેછે, નવુંરક્ત, માંસપેશીઓની રચના, બિનજરૂરી કોલેસ્ટ્રોલબાળીને  શરીરને તરોતાજા કરવાની પ્રક્રિયા ના કારણે,શરીર કાયાકલ્પમાટે આદર્શ ઋતુ ગણાય છે , અત્યારે સમગ્ર દેશનું જન જીવન કોરોના મહામારી સામે જજુમી ને ઉભું થઇ રહ્યું છે

ત્યારે આ વર્ષે શિયાળા નું મહત્વ વિશેષ વધી રહેવાનું છે, શરીરની રોગ પ્રતિકારકશક્તિ વધારવા થી લઈને આરોગ્યશોષ્ઠવ ને લઈને આ શિયાળો રોગ મુક્ત વાતાવરણ માટેની તક લઈને આવ્યો ગણાશે, દેશમાં ગઈકાલે કોરોના રસી ના સો કરોડ ડોઝ નું કીર્તિમાન પ્રાપ્ત થયું, કોવિડ ૧૯ સામે એન્ટીબોડી ની આવશ્યકતા હવે જગતને સમજાય છે ત્યારે શિયાળામાં પૌષ્ટિક ખોરાક અને આહાર પરિવર્તનથી કુદરતી રીતે એન્ટીબોડી અને રોગપ્રતિકારક શક્તિ વધે છે આપણી સામાજિક વ્યવસ્થા અને ખાસ કરીને ઘરેલું પાક શાસ્ત્રોમાં શિયાળામાં વિવિધ પ્રકારના પૌષ્ટિક વ્યંજનો બનાવીને ખાવાનું મહત્વ રહ્યું છે

શિયાળાના અડદિયા , ગુંદર પાક, વિવિધ પ્રકારનાં પૌષ્ટિક ખોરાક ખાવાની એક આગવી પરંપરા રહેલી છે શિયાળામાં ગમે તે ખાવ તેનું સહેલાઇથી પાચન થઈ જાય તેવી તાસીર ધરાવતા શિયાળાનુઆગમન થઈ ચૂકયું છે ત્યારે આ વર્ષે આ ઋતુને રોગ પ્રતિકારક ઋતુ બનાવીને સૌએ ફરીથી સ્વાસ્થ્ય ટનાટન બનાવવામાં લાગી જવું જોઈએ ….