મુંબઇ ઇન્ડિયન્સ ફોર્મમાં આવી જવાથી ગુજરાત ટાઇટન્સને ફાઇનલમાં પહોંચતા રોકી શકશે ?

મુંબઈનું નબળું પાછું ગણાતી બોલિંગ હવે તેની તાકાત બની,ઓપનિંગ જોડી ફોર્મમાં આવે તો મુંબઈને મહાત આપવી કપરી

ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન અંતિમ કામા આવી પહોંચી છે જ્યારે આજે બીજા ક્વોલિફાયર મેચમાં મુંબઈ ઈન્ડીયન્સ અને ગુજરાત ટાઇટન્સ આમને સામને ટકરાશે અને આજે બંનેમાંથી જે ટીમ વિજય થશે તે 28 મેના રોજ ચેન્નઈ સામે ફાઇનલ મેચ રમશે. અરે આજનો મેચ બંને ટીમ માટે ખૂબ મહત્વનો છે તો બીજી તરફ મુંબઈ ઇન્ડિયન નું ફોર્મ પરત આવી જવાથી ગુજરાત ટાઇટન્સ ને ફાઇનલમાં પહોંચતા રોકી શકશે કે કેમ તે આવનારો સમય જ જણાવશે ?

અત્યાર સુધી મુંબઈ ઇન્ડિયન દરેક સ્તર પર તારું પ્રદર્શન કર્યું છે અને વિરોધી તેમને મ્હાત આપી છે ત્યારે મુંબઇ ઇન્ડિયન્સ નો જે બોલિંગ નબળું પાસું માનવામાં આવતું હતું તેમાં જ હવે સુધારો થયો છે અને કોઈપણ મજબૂત બેટિંગ લાઇનઅપ ધરાવતી ટીમને સરળતાથી ધરાશાય પણ કરે છે. બીજી તરફ મુંબઈ તરફથી કેમરોન ગ્રીન અને સૂર્યકૂમાર યાદવ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે અને તેમને સપોર્ટ પણ આપ્યો છે ત્યારે આ તબક્કે જો મુંબઈની ઓપનિંગ જોડી રંગ જમાવે તો વિપક્ષી ટીમ માટે અઘરું સાબિત થઈ શકે છે. એલિમિનેટર મેચમાં મુંબઈના આકાશ મધવાલે સર્વાધિક પાંચ વિકેટ ઝડપી માત્ર પાંચ રન જ આપ્યા હતા અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં એક અનોખો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે.

ત્યારે આજના મેચમાં ગુજરાત ટાઇટન છે પોતાની બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગમાં સારું પ્રદર્શન કરી મુંબઈને હરાવવા મેદાને ઉતરશે તો બીજી તરફ એલિમિનેટર મેચમાં લખનઉને હરાવી મુંબઈનું મનોબળ પહેલાથી જ મજબૂત છે જેનો ફાયદો ટીમને પણ મળશે. ત્યારે હાલ આજનો મેચ અત્યંત રોમાંચક બની રહેશે. ત્યારે આજના બીજા ક્વોલિફાયર મેચ માટે બુકી બજાર પણ ગરમાઈ છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ આઆઇપીએલ 2023ની ફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ બની છે. બીજા ફાઇનલિસ્ટ માટે હજુ પણ સંઘર્ષ ચાલુ છે. સિઝનની બીજી ફાઇનલિસ્ટ બનવા માટે આજે બીજી ક્વોલિફાયર મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. બંને વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાતે ક્વોલિફાયર-1 તરીકેની તેમની અગાઉની મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 15 રનથી હારી હતી, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે તેની અગાઉની મેચ (એલિમિનેટર)માં લખનૌ સુપર જાયન્ટ્સને 81 રને હરાવ્યું હતું.