Abtak Media Google News

સારા વરસાદ અને નર્મદાના નીર ધોળી ધજા ડેમમાં ઠાલવાયા   હોવાના કારણે છેલ્લા અનેક વર્ષોથી શહેરી વિસ્તારની પાણીની સમસ્યાનો આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય પાણીનો સ્રોત એ ધોળી ધજા ડેમ બન્યો છે સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર મા પીવાનું ચોખ્ખું પાણી અને વાપરવાનો ચોખ્ખું પાણી ધોળીધજા ડેમમાંથી વિતરણ કરવામાં આવી રહ્યું છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર શહેરના રતનપરમાં જોરાવનગર વઢવાણ સહિતના વિસ્તારોમાં અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પાણી વિતરણ હાલમાં દર ત્રણ દિવસે કરવામાં આવી રહ્યું છે તેવા સંજોગોમાં હવે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો ધોળી ધજા ડેમ હાલમાં બે કાંઠે વહી રહ્યો છે અને 16 ફૂટ જેટલું પાણી ધોળીધજા ડેમમાં ભરેલું છે.

કેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા તેમાં સતત પાઇપલાઇનો તેમજ કેનાલ મારફતે પાણી ઠાલવવામાં આવી રહ્યું છે તેને કારણે થોડી ધજા ડેમ માંથી સમગ્ર મોટાભાગના સૌરાષ્ટ્રનાં ગામોમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે બોટાદ બ્રાંચ કેનાલમાં વલભીપુર બ્રાન્ચ કેનાલમાં પાણી ધોળીધજા ડેમ મારફતે જઈ રહ્યું છે ત્યારે હાલની પરિસ્થિતિમાં ધોળી ધજા ડેમ સતત પાણી થી ભરેલો છે આગામી દિવસોમાં કોઈ પણ જાતની પાણી સમસ્યા સુરેન્દ્રનગર શહેરીજનોને નહીં વેઠવી પડે તેવું હાલમાં તંત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.