રાષ્ટ્રસંત પૂજ્ય ગુુરુદેવ નમ્રમુનિ મ.સા.ના આશિર્વાદ લેતા વિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય

રાજકોટ ખાતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ ના આશીર્વાદ લેવા બેલાવીસ્ટા ખાતે આવેલ હતા. પુજ્ય ગુરૂદેવ સાથે જૈન શાશન સહીત ની અનેક ચર્ચા સાથે ઉપદેશ ગ્રહણ કરી ધન્યતા અનુભવેલ.

પૂજ્ય ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ નુ આગામી ઐતિહાસીક ચાતુર્માસ કચ્છ માં હોય પધારવા આમંત્રણ પણ પાઠવેલ. આ પ્રસંગે કચ્છ ના ભવ્ય ચાતુર્માસ નો જેમણે લાભ લીધો છે એવા મુળરાજભાઇ છેડા, જૈન અગ્રણી મયુર શાહ, હિતેનભાઇ મહેતા, અલ્પેશ મોદી, ભાવેશ શેઠ, હિતેન શેઠ, શેતુર દેશાઇ, જીમી શાહ, આતશ સંધાણી સહીત ના શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા.