અમદાવાદ શહેરમાં હવે સ્પીડ ગનની મદદથી લોકોને ટ્રાફિકના નિયમોનું ભાન ટ્રાફિક પોલીસ કરાવશે. 

અમદાવાદ શશેરમાં આજથી કેટલાક વિસ્તારોમાં હવે સ્પીડ ગનની
મદદથી લોકોને ટ્રાફિકના નિયમોનું ભાન ટ્રાફિક પોલીસ કરાવશે. 

જો તમે આ વિસ્તારમાંથી નીકળવાના હોય તો વાહન ચલાવતી વખતે સ્પીડ મીટર પર નજર નહીં રાખો તો દંડ ભરવો પડશે. અમદાવાદ શહેરના સરખેજ ગાંધીનગર હાઈવે પર પોલીસ સ્પીડ લિમિટની આજથી કડક અમલવારી શરૂ થઈ છે. અમદાવાદ શહેરના સરખેજ ગાંધીનગર હાઇવે રોડ સહિતના વિસ્તારોમાં વાહન ચાલકો જો 70ની સ્પીડથી વધુની ગતિ પર વાહન ચલાવતા હશે તો તે જ સમયે તમારો મેમો બની જશે.
પ્રથમ બે વાર તમને તે જ સ્થળે દંડ ફટકારવામાં આવશે અને ત્રીજી વાર જો આ ભૂલ કરી તો તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ રદ્દ કરી દેવામાં આવશે. અમદાવાદનાના SG હાઇવે રોડ પર છેલ્લા 1 વર્ષમાં 80થી વધારે અકસ્માત અલગ અલગ 9 સ્પોટ પર થયા છે જેના કારણે હવે અકસ્માતના બનાવો રોકવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા ફૂલ સ્પીડએ વાહન ચલાવતા વાહન ચાલક સામે કર્યાવહી શરૂ કરી છે. S.G હાઇવે રોડ પર 70થી વધુ સ્પીડે ટુ કે થ્રી વ્હીલર માટે 1500 રૂપિયા દંડ જ્યારે બીજી વખત નિયમનો ભંગ કરવા બદલ 2000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.
કાર માટે પ્રથમ વખત નિયમ ભંગ કરવા બદલ 2000 અને બીજી વખત 3000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જ્યારે ત્રીજી વાર નિયમ ભગ બદલ લાઇસન્સ રદ કરવા સુધીના પગલાં પણ લેવાશે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં વાહન અકસમાતના બનાવ વધવા હોવાથી અને વાહનોની સ્પીડ નક્કી કરવા અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આ સરાહનીય પગલું લેવામાં આવી રહ્યું છે.