Abtak Media Google News

હાલમાં ઓનલાઈન-ઓફલાઈન શિક્ષણ બંને શરૂ હોવાથી શાળાની કસોટી વધી છે ડી.વી.મહેતા (જીનીયસ સ્કૂલ ટ્રસ્ટી)

112

જીનીયસ સ્કૂલના ટ્રસ્ટી ડી.વી.મહેતાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારે ૩૦૦ દિવસ પછી શાળાનો પ્રારંભ થયો છે. ત્યારે વિદ્યાર્થીઓ સહિત શાળાના તમામ સ્ટાફમાં અતિ ઉત્સાહ જોવા મળે છે. ખાસ તો ઓનલાઈન જે રીતે વિદ્યાર્થીઓ ભાગતા ત્યારે તેમની અનેક મુંઝવણ હતી જે તેઓ ઉકેલી ન શકતા ત્યારે હવે શાળા શરૂ થતાં બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. હાલમાં શાળાને દિવસમાં બે વખત સેનેટાઈઝ કરવામાં આવે છે. ઉપરાંત સરકારની ગાઈડ લાઈનનું પણ પાલન કરવામાં આવે છે. ખાસ અગાઉ પણ ઓનલાઈન વ્યવસ્થાનું સુવ્યસ્થિત પાલન થયું છે. ત્યારે આજે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં ઓફલાઈન પણ વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. વાલીઓના વિશ્ર્વાસ સાથે અમે શાળા શરૂ કરી છે. ખાસ ઓનલાઈન એજ્યુ.ના પણ અનેક ફાયદા છે. જેમ કે વિદ્યાર્થી તેના સમયે ભણી શકે, ઉપરાંત ઓનલાઈન-ઓફલાઈન બન્ને શરૂ છે ત્યારે શાળાની કસોટી વધી છે. ખાસ તો હાલના સમયમાં શિક્ષકે પડકાર સ્વિકારવા જોઈએ જેથી વિદ્યાર્થીઓનો પણ વિકાસ થઈ શકે. આમ શિક્ષણ અને વિદ્યાર્થીઓનું ટીમ વર્ક એ ખુબજ અગત્યનું છે.

કલાસરૂમના વાતાવરણને ખુબ મીસ ર્ક્યું: જીનીયસ સ્કૂલના છાત્રો

111

આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ લેવાવાની છે. ત્યારે વિદ્યાર્થીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજ કક્ષાએ અંડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના તથા પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો હતો, આજથી શાળાકાર્ય શરૂ થઈ ચૂક્યું છે. પ્રથમ દિવસે રાજકોટની શાળાઓમાં નિયમોના પાલન સાથે ફરીથી વિદ્યાર્થીઓનું ભણતર કાર્ય શરૂ થઇ ચૂક્યું છે. આજે શાળાઓમાં ઉમળકાભેર વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા શાળા દ્વારા કોરોના મહામારી ને લઇ નિયમોની ખાસ તકેદારી રાખવામાં આવી હતી સોશિયલ ડિસ્ટન્સ, થર્મલ સ્કેનર, સેનિટેશન સહિતના નિયમો માટે એસઓપીનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.

જીનીયસ સ્કૂલના વિદ્યાર્થીઓએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, શાળા ખુલ્યા બાદ અમને ખુબ જ આનંદ થયો કારણ કે જે રીતે અમે ઓનલાઈન અભ્યાસ કરતા હતા. આમ ખાસ તો જે રીતે શાળા અને વાલીઓનો સહકાર મળ્યો છે તે રીતે અમે અત્યાર સુધી ભણી શક્યા છીએ. સાથો સાથ જે રીતે કલાસનું વાતાવરણ હોય તેને વિશેષ મીસ ર્ક્યું. ઉપરાંત ઘણી વખત એવું પણ થાય કે ઓનલાઈન એજ્યુ. સારૂ કે જેથી જે સમયે ઈચ્છા હોય ત્યારે ભણી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.