Abtak Media Google News

માનવ અધિકાર દિવસ નિમિતે સરકારી એ.એમ.પી. લો કોલેજ અને અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા શિસ્તબઘ્ધ કાર્યક્રમ

આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન નિમિતે રાજકોટની સરકારી એ.એમ. પી. લો કોલેજ તથા અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સીંગના ચુસ્ત પાલન સાથે વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને સાંસદ અભયભાઇ ભારદ્વાજને સમર્પિત ખુબ જ ગરિમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ: હતું.

સરકારી લો કોલેજના પ્રાચાર્ય ડો. મીનલબેન રાવલના માર્ગદર્શન અંતર્ગત સંયુકત ઉપક્રમે આયોજીત આ કાર્યક્રમમાં તાજેતરમાં જ બેજીંગ ઘોષણા પત્રો, ૧૯૯૫ના રજતજયંતિ ઉજવણીમાં આંતર રાષ્ટ્રીય એડવાઇઝરી વકીંગ ગ્રુપના સભ્યપદે નિયુકત અહિમપના રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ ડો. ભાવનાબેન જોશીપુરા માનવ અધિકાર ભવના અઘ્યક્ષ ડો. રાજેન્દ્ર દવે, કાયદા ભવનના આનંદકુમાર ચૌહાણ તથા રાજકોટની વિવિધ લો કોલેજના અઘ્યાપકો સહિતના અગ્રણીઓ ઉ૫સ્થિત રહેલ.

આ કાર્યક્રમની શરુઆતમાં ડો. મીનલ રાવલ પ્રાચાર્યાએ એમ.પી. લો. કોલેજ ૧૦મી ડિસેમ્બર ૨૦૨૦ ની થીમ વાત કરી ૨૦૨૦ ના વર્ષને સાચા અર્થમાં આરોગ્યના અધિકારની પુન: પ્રાપ્તિ માટે સરકાર અને નાગરીકોએ પ્રયત્નશીલ રહેવું જોઇએ એ વાત કરી કાનુની અને બંધારણીય આયામો સાથે માનવ અધિકાર દિનની ઉજવણી શા માટે કરવામાં આવે છે તે અંગે જણાવેલ તેઓએ પોતાના મનનીય પ્રવચનમાં સાંપ્રત સમયમાં મહિલાઓના અધિકારો અને માનવ અધિકારના સંદર્ભમાં ઉદાહરણ સાથે સમજાવવાનો એક વિશિષ્ટ પ્રયાસ કરેલ.

ભાવનાબેન જોશીપુરાએ જણાવ્યું કે આ વર્ષ ખુબ જ મહત્વનું છે કારણ કે કોરોના મહામારીમાં જીવન જીવવાના અધિકારમાં આરોગ્યપ્રદ જીવનના ખ્યાલનો પણ સમાવેશ થાય છે અને સર્વોચ્ચ અદાલતે પણ આ બાબતને મૂળભૂત અધિકાર જણાવેલ છે ત્યારે ભારત સરકારે પણ દેશના પ્રત્યેક નાગરીકના આરોગ્યની સંભાળ અર્થે ખુબ સારા પ્રયત્નો કર્યા છ અને સમાજ જીવનના સહિયારા પ્રયત્નોથી આપણે નિશ્ર્ચિત રીતે મહામારીના પડકારને ઝીલી શકીશું.

કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રો. ડો. પરમેશ્ર્વરીબેન રાજયગુરુ  અને આભાર વિધી પ્રો. ડો. પ્રકાશ કાગડાએ કરેલ એ.એમ.પી. લો કોલેજ પરિવારના સ્ટાફ મિત્રો પણ ઉ૫સ્થિત રહ્રયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.