Abtak Media Google News

આગામી વર્ષ 2022 ના એપ્રિલ-મે માસ દરમિયાન 5G સ્પેક્ટ્રમની હરાજી

ડિજિટલ ક્ષેત્રે ક્રાંતિ સર્જવા માટે ભારત સરકાર સજ્જ થયું છે ત્યારે સતત ઘણા સમયથી 5જી અંગેની જે હરાજી ઉપર પ્રશ્નાર્થ મૂકવામાં આવ્યો હતો તે હવે પૂર્ણ થયો છે. કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી વર્ષ 2022 ના એપ્રિલ અને મે માસ દરમિયાન 5જી સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે એટલું જ નહીં તે અંગેના મહત્તમ રોડમેપ પણ અમલી બનાવાશે. જો સાથ એ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે કે ફાયજી ની સાથે ફોરજી નો પણ ઉપયોગ સરળતાથી થઈ શકે ત્યારે ટેલિકોમ ક્ષેત્રમાં જે રેગ્યુલેટરી ફેરફાર કરવામાં આવશે તે માટે હજુ પણ બેથી ત્રણ વર્ષનો સમય લાગી જશે.

વધુમાં અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું હતું કે ટેલિકોમ ક્ષેત્રમાં સરકાર બેથી ચાર ગણું વધુ રોકાણ કરવા માટે પણ તૈયારી દાખવી છે સામે લોકોને સારી એવી સુવિધા પણ મળી રહેશે. સામે સરકાર દ્વારા બનાવવામાં આવેલી પી.એલ.આઈ સ્કીમ હેઠળ ૩૫ જેટલા ઉત્પાદકો પણ તૈયારી દાખવી આ અંગે ફેક્ટરી નિર્માણનું કાર્ય હાથ ધરવા માટે તૈયાર છે ત્યારે ફાયજી આવતા પૂર્વે જે ઉત્સાહ જોવા મળવો જોઇએ તે સતત જોવા મળે છે.

બીજી સૌથી મોટી વાત એ છે કે 5જી ભારતમાં આવતાની સાથે જ બે કરોડથી વધુ રોજગારીની તક ઊભી થશે જેનું મુખ્ય કારણ એ છે કે ભારતમાં ઘણાં કૌશલ્ય વર્ધક યુવાનો નો વસવાટ છે જેને લીધે જ ફાયદો મળી શકશે. હાલ દેશના મહત્તમ યુવાનો ફાયજી ટેકનોલોજી સાથે જોડાય છે જેમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ,  રોબોટિક, ક્લાઉડ કોમ્પ્યુટિંગ સહિત અનેકવિધ. ભારતનો સૌથી મોટો લક્ષ્ય એ છે કે તે આવનારા ૨૦૨૫ સુધીમાં ભારત દેશ વધુને વધુ ટેકનોલોજીની સાથે હ્યુમન રીસોરસ ને પણ પ્રાધાન્ય આપશે.

ત્યારે સૌથી મોટી વાત તો એ છે કે ફાયજી ખાવાથી શું ફાયદા ઓ થશે ? ઇન્ટરનેટ સ્પીડની જો વાત કરીએ તો સ્વાભાવિક છે કે 5G ની ઝડપ 4G કરતા ઘણી વધારે હશે. 4G ની પીક સ્પીડ જ્યાં 1 GBPS સુધીની છે. ત્યાં 5G ની પીક સ્પીડ 20 GBPS એટલે કે 20 GB પ્રતિ સેકન્ડ સુધીની હશે. આ સાથે જ કનેક્ટિવિટી પણ વધુ સારી બનશે.

5G ટેક્નોલોજીથી હેલ્થકેર, વર્ચુઅલ રિયાલિટી, ક્લાઉડ ગેમિંગ માટે નવા રસ્તાઓ ખુલશે. ડ્રાઇવરલેસ કારની શક્યતા આના દ્વારા પૂર્ણ થશે. નિષ્ણાંતોના મતે આગામી દિવસોમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય, પરિવહન, ટ્રાફિક વ્યવસ્થાપન, સ્માર્ટ સિટી ક્ષેત્રે વિવિધ પ્રકારની અરજીઓમાં ક્રાંતિ આવે તેવી સંભાવના છે. ડેટા રેટ વિશે વાત કરતા, નિષ્ણાંતોના મતે, 4G ની તુલનામાં 5G ટેક્નોલોજી 10 ગણી વધી જવાના અણસાર છે.

ગુજરાતમાં આઈડિયા-વોડાફોન અને જિયોને ટ્રાયલ માટે મંજૂરી મળી

ટેલિકોમ મંત્રાલય દ્વારા ગુજરાત રાજ્યમાં ફાયજી ની ટ્રાયલ થાય તે માટે આઈડિયા-વોડાફોન અને જીઓ ને પરવાનગી આપવામાં આવી છે જે આગામી ફેબ્રુઆરી સુધીમાં તેનો પ્રાથમિક રિપોર્ટ સરકારને સોંપશે એટલું જ નહીં માર્ચ મહિના સુધીમાં આ તમામ કંપનીઓ તેનો ફાઇનલ રિપોર્ટ ટેલિકોમ મંત્રાલયને આપશે.

ગુજરાતમાં 5g નું ટ્રાયલ શરૂ થતાં એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે સરકાર ડિજિટલ ક્ષેત્રે ક્રાંતિ નું સર્જન કરશે અને ટ્રાયલમાં સફળતા મળ્યા બાદ અને ક્ષેત્રમાં બેનમૂન પ્રદર્શન પણ જોવા મળશે જેનો સીધો જ ફાયદો રાજ્યના વિવિધ ક્ષેત્રોને થશે.  ટીમે ગાંધીનગરની મહાત્મા મંદિર 5G સાઇટ પર ડેટા સ્પીડ તપાસી હતી, જે લગભગ 1.5 Gbps – 4G કરતાં લગભગ 100 ગણી ઝડપી હોવાનું જણાયું હતું. સ્પીડ ટેસ્ટ નોન-સ્ટેન્ડઅલોન 5G મોડ પર કરવામાં આવ્યો હતો.

આઇપી અને હાર્ડવેરમાં 5જી અવ્વલ રહેશે

  • 5G ટેકનોલોજી ને ધ્યાને લઇ સરકાર વૈશ્વિક સ્તરે ફાયજી ટેકનોલોજીમાં અવલ સ્થાને પહોંચવા માટે સ્થાનિક સ્તર પર હાર્ડવેર અને આઇપીનું નિર્માણ કરશે
  • વિવિધ બેન્ડ ની હરાજી થશે જેમાં ૭૦૦ મેગાહર્ટઝથી લઇ 3600 મેગહાર્ટઝ બેન્ડ સુધી જોવા મળશે.
  • ફાયજી શરૂ થતાં જ એક નવા યુગની શરૂઆત થશે જેમાં ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, સ્માર્ટ એજ્યુકેશન , હેલ્થકેર શેત્રે નવી ક્રાંતિ સર્જાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.