Abtak Media Google News

સહકારી ક્ષેત્રના અગ્રણી અને નાગરિક બેન્કના પૂર્વ ચેરમેન જયોતિન્દ્ર મહેતાએ મુખ્યમંત્રીને સુચવ્યાં ઉપાયો

જોતજોતામાં કોરોનાનો એક તબકકો પૂરો થયો છે. પરંતુ લોકડાઉનની ખૂબ જ મોટી અસર આર્થિક ક્ષેત્રે થવાની છે. ખાસ કરીને નાના માણસોને, જે રોજરોજનું કમાઇને ગુજરાત ચલાવે છે અને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. તેવા લોકો માટે અને જ ઇન્ફોર્મલ સેકટરમાં કામ કરે છે. તેવા લોકો માટે હવે પરીક્ષાની ધડી શરૂ  થશે અને સાથે સાથે સરકારની પણ પરીક્ષાની ઘડી શરૂ  દોઢ મહિના સુધી કોઇને રોજીરોટી ન મળે અને જમવાના સાંસા થાય તેઓ મોટો વર્ગ ભારતમાં છે. આપણા રાજયમાં પણ છે આપણા શહેરમાં છે. આ બધાં માટે રોજી રોટી પૂરા પાડવાનું કાર્ય સરકાર ગમે તેટલા મોટા સંસાધનો દ્વારા કરે તો પણ શકશે કે કેમ તે શંકાસ્પદ છે.આજે સૌથી વધારે રૂપિયા બેંકમાં છે અને આ બેંકમાં રહેલ રૂ પિયા વડે સરકાર અને સમાજની સહાયથી જો નાના લોકોને મદદરૂ પ થઇ શકાય તો આ મસમોટી મહામારીથી સર્જાયેલ આર્થિક મંદીમાંથી ઝડપથી બહાર નીકળી શકાશે.

તે માટે કેટલાક સૂચનો પ્રસ્તુત છે. જેમાં દરેક જિલ્લાના પ્રત્યેક શહેરમાં જુદા જુદા એસોસિયેશન, વેપારી એસોસીએશન હોય છે. આવા એસોસિએશનોને બોલાવીને બેંક સાથે સમન્વય કરવાની આવશ્યકતા છે. જેમ કે રીક્ષા ઓનર્સ એસોસિએશન ક્ષૌર કર્મ કરનાર વાણંદ લોકોના એસો. ઇલકેટ્રીક એપ્લાયન્સી મર્ચન્ટસ એસો., કંસારા બજાર એસો. સોની બજાર એસો., સ્ટેશનરી મરચન્ટસ એસો. એન્જીનીયરીંગ એસો. આવા તમામ એસો.ને બોલાવીને એસોસિએશન નકકી કરે એવા નાના વેપારીઓને છુટક વેપારીઓ પ૦૦૦ થી ૫૦ લાખ સુધીની લોન માટેની ભલામણ એસોસીએશન દ્વારા થા તથા એસો. ના બે લોકો જેની ભલામણ કરાય તેમા જામીન પડે અને બેંકો આવી વ્યકિતઓને એકમોને ધિરાણ આપે તો આ કાર્ય ઝડપથી અને યોગ્ય રીતે પાર પાડી શકે. બેન્કોને લોન આપવામા વાંધો નથી પરંતુ સિકયુરીટીનું શું?

આ એક સૌથો મોટો પ્રશ્ર્ન બેંકોને આવે છે આ પ્રશ્ર્નોના નિરાકરણ જે તે એસો.ની સાથે મળીને લાવી શકાય રાજય સરકાર તેમાં આર્થિક સહાય-સબસીડી આપે.દરેક રાજય સરકારની બધી બેંકોને સાથે સંકલન કરવા માટે સ્ટેટ લેવલ બેન્કીંગ કમીટી ની રચના કરેલ છે. સ્ટેટ લેવલ નીચેના માઇક્રો પ્લાનીંગ માટે હવે સમય આવી ગયો છે. જીલ્લા લેવલની કમીટી એવી રીતે સક્રિય કરાય કે જેથી તેઓ ફળદાયી બની શકે. કલેકટરના વડપણ નીચે બધી બેંકોની નિયમિત મીટીંગ થાય અને આવા નાના લોકોને માઇક્રો, સ્મોલ, મીડીયમ ફાઇનાન્સનું કામ કરે, જેથી કરીને આ પરિવારો પાસે રૂ પિયા આવે એ લોકો પોતાનું ગુજરાન ચલાવવા નોકરી ધંધો પણ ચલાવી શકે અને બેંકોનું ધિરાણ પણ સારી રીતે થાય તે રીતે કામ કરવાની આવશ્યકતા છે.

તેવી જ રીતે રાજયના અર્થતંત્રમાં ગતિ લાવવા ગામના જે સામાજીક સંગઠનો છે જ્ઞાતિના સંગઠનો છે તેઓ મોટો ભાગ ભજવી શકે તેમ છે. સમાજમાં સેવાકાર્ય કરતા કેટલાક એનજીઓ પણ આવી ગતિવિધીમાં પોતાનું યોગદાન આપવા તત્પર છે. તેમને પણ વ્યાજ સબસીડી કે અન્ય સબસીડીમાં રાહત આપવા સાથે જોડવા અંગે વિચારી શકાય.

સમાજના આ બધા આગેવાનોને અને બેંકર્સ સાથે મળી અને માટે આગવી સ્કીમ ઘડી કાઢે છે અને તેના રાજય સરકાર હપ્તાની સબસીડી આપે અને સમાજ તેમને વ્યાજની સબસીડી આપે આ રીતે સહિયારા પ્રયત્નો થી આ ભગીરથ કાર્યને ઝપડથી પાર પાડી શકાય અને અર્થતંત્રને ફરીથી વેગવંતુ બનાવી શકાય.

આ ભગીરથ કાર્યમાં લોકોને આઇડેન્ટિફાઇ કરવા અને તેમના સુધી પહોચવું તે સૌથી મુશ્કેલ કામ છે. આગળ કહ્યું તેમ આ કામ તેનના ધંધાદારી એસોસીએશન, સંસ્થાઓ અને જ્ઞાતિ સમાજના આગેવાનો સાથે મળીને સરકાર સાથે અને બેંકો સાથે આવું કાર્ય કરી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.