સુરેન્દ્રનગરમાં વધુ એક વખત ગાંજા સાથે મહિલા પકડાઈ

અબતક,સબનમ ચૌહાણ
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના પાંચ હનુમાન મફતીયાપરાનાં મકાનમાં સીટી પોલીસે દરોડો પાડી 50 ગ્રામ ગાંજા સાથે મ હિલાની ધરપકડ કરી ગાંજા અને સ્કુટર મળી રૂ.85700નો મુદામાલ કબ્જે કર્યો છે.

વધુ વિગત મુજબ સુરેન્દ્રનગર પાંચ હનુમાન મફતીયાપરામાં રહેતી નિલબેન અબ્દુલ નામની મહિલા ગાંજાનું વેચાણ કરતી હોવાની મળેલી બાતમીનાં આધારે એસઓજીના પીઆઈ વી.વી. ત્રિવેદી સહિતના સ્ટાફે દરોડો પાડી રૂ. 5700ની કિંમતનો 50 ગ્રામ ગાંજા સાથે નિલબેનની ધરપકડ કરી રૂ. 85700નો મુદામાલ કબ્જે કર્યો છે.