બગોદરા પાસે ટાયર ફાટતા કાર પલ્ટી જતાં મહિલાનું મોત

લૌકિક ક્રિયાએ જતા ભાવનગરના પરિવારને નડ્યો અકસ્માત: ચાર ઘાયલ

બગોદરા ધંધુકા રોડ પર બાલાજી સ્પન પાઈપ પાસે ઇનોવા કારનુ ટાયર ફાટતા પલટી મારતાં ત્રણને ઇજા એકનું મૃત્યુ નિપજ્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ભાવનગર થી અમદાવાદ બેસણામાં જતા હતા તે દરમિયાન અકસ્માત પરિવારને અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ  ભાવનગરના તિલકનગરની અજય સોસાયટીમાં રહેતા આંબાવાડીમાં સોલંકી ઇલેક્ટ્રિકલ લાઈટ ડેકોરેશનો વેપાર કરતા સુરેશ છગનભાઇ સોલંકીએ અમદાવાદ ખાતે મરણના કામે જવા ભત્રીજા રાજેશની ટોયાટા કાર લઈ પત્ની ગીતાબેન, ભત્રીજા રેખાબેન, ભત્રીજા કમલેશ સોલંકી સાથે અમદાવાદ જતા હતા.ત્યારે ફેદરા રોડ તરફથી આવી રહેલી ઈનોવા કાર બાલાજી સ્પન પાઈપની પાસે ઇનોવા કારનું ટાયર ફાટતા પલટી ખાઈ ગઈ હતી. તે દરમિયાન ચાર લોકોને ગંભિર ઇજા થવા પામી હતી એક ઘટનાસ્થળે મૃત્યુ થવા પામ્યું હતું. ઘટનાની જાણ થતા બગોદરા 108ના સ્ટાફ પાયલોટ કાનજીભાઈ જાની અને ઇએમટી કલ્પેશ જાની દ્વારા ઇજાગ્રસ્તને બગોદરા સરકારી હોસ્પિટલ અને સારવાર આપયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સોલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માતમાં ગીતાબેન સુરેશભાઈ સોલંકી ( ઉ.વ  વર્ષ. 52 રહે. પાનવાડી ભાવનગર), રેખાબેન બકુભાઇ નાકીયા (ઉ.વ 48. રહે પાનવાડી (ભાવનગર), સુરેશભાઈ સોલંકીને ઇજા થવા પામી હતી. જ્યારે જોસનાબેન કમલેશભાઈ સોલંકી ઉંમર વર્ષ 35 રહે. પાનવાડી (ભાવનગર)નું ઘટનાસ્થળે મૃત્યુ પામ્યું હતું. પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.