- અલથાણ ખાડીમાં પુત્રના નિધન બાદ માનસિક રીતે અસ્થિર થઈ ગયેલી મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ
- સ્થાનિકો એ સમયસર ફાયર બ્રિગેડને જાણ કરતા મહિલાનું કરાયું રેસ્ક્યુ
- સમગ્ર મામલે અલથાણ પોલીસને જાણ કરી મહિલાને સીવીલ હોસ્પિટલમાં ખસેડાઈ
- ‘મારો દીકરો પરત લાવો’ કહી સુરતમાં માતા ખાડીમાં કુદી ગઈ, વર્ષ અગાઉ પુત્રનું થયું હતું મો*ત
માતા પોતાના પુત્રને સૌથી વધુ પ્રેમ કરતી હોય છે. તેની તુલના કોઈ સાથે થઈ શકતી નથી. જો કે, સુરતમાં પોતાના દીકરાના મો*ત બાદ માનસિક તણાવ અનુભવતી માતા દેવીબેને અલથાણ ખાડીમાં મોતની છલાંગ મારી હતી. સદનસીબે રાહદારીની તત્પરતા અને ફાયર બ્રિગેડના જવાનોની ઝડપી કામગીરીના કારણે વૃદ્ધ માતાનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. જો કે, વૃદ્ધ મહિલાના આપ-ઘાતનું કારણ સાંભળી લોકોની આંખો છલકાઈ હતી.
ગંદા પાણીમાંથી રેસ્ક્યુ
દેવીબેન પાંડેસરાના શ્રમજીવી પરિવારમાંથી આવે છે. બે પુત્ર અને વહુ સાથેના સંસારમાંથી એક પુત્રના વિયોગે તેમને તોડી નાખ્યાં હતા. દીકરાના મૃ*ત્યુ પછીનો દરેક દિવસ તેમનાં માટે ભારરૂપ બની ગયો હતો. આખરે, માનસિક આઘાતે તેમને મનમાં આ-ત્મહત્યાના વિચારે જન્મ લીઘો હતો. ફાયર બ્રિગેડના જવાનોની કામગીરીના દૃશ્યો લાઈવ સામે આવ્યા હતા. જ્યાં દેવીબેનને ગંદા ખાડીના પાણીમાંથી બહાર લાવતા સમયે તેમના આંસુઓ કોઈપણની આંખમાં પાણી લાવી શકે. ઘટનાના 10 મિનિટ પછી પણ તેઓ “મારો દીકરો પાછો લાવો” કહ્યાં કરતા હતા, જેનાથી ત્યાં ઊભેલા લોકોના દિલ દ્રવી ઉઠ્યા હતાં.
સિવિલમાં સારવાર માટે ખસેડાયા
ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની મદદથી દેવીબેનને તરત જ સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે. તેમના પતિ અને બીજા દીકરા-વહુ આ ઘટનાની જાણ થતાં દોડી આવ્યા હતા. હાલમાં સિવિલમાં દેવીબેનની સ્થિતિ સ્થિર છે. દેવીબેનનો પરિવાર ફુગ્ગા વેચીને ગુજરાન ચલાવતો શ્રમજીવી પરિવાર છે. આ ઘટના બાદ પરિવાર ફફડી ઊઠ્યો છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય