આશાપુરા સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ક્ષત્રિય સમાજની મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં ગરબે રમશે

આઠમાં નોરતે તલવાર રાસ રજુ કરી ક્ષત્રિય સમાજની પરંપરા રજુ કરશે: ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આશાપુરા સેવા સમાજ ટ્રસ્ટના હોદેદારો

સેવાકીય અને સામાજીક પ્રવૃતિઓ કરતા આશાપુરા સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ગાંધીગ્રામ 80 ફુટ રીંગ રોડ (આશાપુરા રોડ)  એરપોર્ટ દિવાલ પાસે આવેલ શ્રી આશાપુરા માતાજીના મંદિરે વોર્ડ નં. 1-ર ના ક્ષત્રિય સમાજની મિ!લાઓ માટે ર6 સપ્ટે. થી 4 ઓકટોબર દિવસ નવ જાજરમાન રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમા ક્ષત્રીય પરિવારની નાની બાળાઓ સહિત તમામ મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં મન મૂકીને ગરબે રમશે. શ્રી આશાપુર માતાજીના મંદિરમાં બિરાજમાન શ્રી આશાપુરા માતાજી, શ્રી શકિત માતાજી તથા શ્રી ખોડીયાર માતાજીના સાનિઘ્યમાં યોજાનાર આ રાસોત્સવમાં ક્ષત્રીય સમાજના પરિવારની બાળાઓ અને મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં નોરતાના નવ દિવસ સુધી માતાજીની આરાધના કરશે.

તેમજ આઠમા નોરતા તલવાર રાસ રમાશે. આ રાસોત્સવનું સંચાલન મહિલાઓ જ કરશે. આશાપુરા સેવા સમાજ ટ્રસ્ટ મહિલા મંડળના દુર્ગાબા જાડેજા (કોર્પોરેટર વોર્ડ નં.1) પુજાબા જાડેજા, હર્ષાબા જાડેજાની ટીમ આ ભવ્ય રાસોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા પુજાબા જાડેજા જણાવ્યું હતું કે,  વોર્ડ નં. 1 તથા ર માં રહેતા ક્ષત્રીય પરિવારો વચ્ચે આત્મિયતા જળવાઇ રહે તે હેતુથી આ વર્ષે  પ્રથમવાર ક્ષત્રીય પરિવારની મહિલાઓ માટે નિ:શુલ્ક ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. રાસોત્સવમાં 9 માં દિવસે બેસ્ટ પરફોર્મન્સ દાખવનાર મહિલાઓને ઇનામોથી નવાજવામાં આવશે. રાસોત્સવનો સમય રાત્રીના 8.30 થી 11.30 રહેશે. રાસોત્સવને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ ઇન્દુભા જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, રાજભા ઝાલા (એડવોકેટ)  મહાવીરસિંહ જાડેજા (મોટામોવા) પ્રવિણસિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ચુડાસમા, મહિપતસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા તથા ક્ષત્રીય સમાજ મહિલા મંડળના દુર્ગાબા જાડેજા, પુજાબા જાડેજા, હર્ષાબા જાડેજા, પ્રવીણાબા જાડેજા, જયશ્રીબા, ભાવનાબા, વિષ્ણુબા, જયાબા સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.