સુરેન્દ્રનગર ગણપતિ-રાજકોટ બાયપાસ હાઈવે પર મહિલાઓએ વાહનો રોકી  કર્યો હલ્લાબોલ

ગટરના ગંદા પાણીથી અનેક જગ્યાએ ગંદકીનું સામ્રાજય સર્જાતા રહિશોને રોગચાળો ફાટી નિકળવા અને ઘરે ઘરે માંદગીના ખાટલા ખડકાવાની દહેશત ફેલાઈ

 

સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર પાસે સ્થાનિક રહીશોએ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા કંકુપાર્ક સોસાયટીના સ્થાનિક લોકોએ હાઈવે ચક્કાજામ કરતા વઢવાણ પોલીસ ટીમ દોડી જઈ મામલો થાળે પાડયો, ગણપતિ ફાટસર પાસે આવેલા કંકુ પાર્ક સહિત આસપાસના વિસ્તારોમાં રોડ રસ્તા, ગટર અને સફાઈ સહિતની સુવિધાઓ ન મળતા સ્થાનિકોએ ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો. જ્યારે તંત્ર સામે રોષની લાગણી વ્યક્ત કરી હતી. રોડ – રસ્તા, ગટર અને સફાઈ સહિતની સુવિધાઓ ન મળતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. જ્યારે આ અંગે ગણપતિ ફાટસર કંકુપાર્ક વિસ્તારના રહીશો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા તંત્ર સામે રોષની લાગણી ફેલાઈ છે.

ગણપતિ ફાટસર પાસે આવેલા કંકુ પાર્ક સહિત આસપાસના વિસ્તારોમાં રોડ – રસ્તા, ગટર અને સફાઈ સહિતની સુવિધાઓ ન મળતા તેમજ ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઘરમાં ઘુસી જતાં સ્થાનિક રહિશોમાં રોષ ફેલાયો હતો અને આ ગટરનાં ગંદા પાણીથી અનેક જગ્યાએ ગંદકીનું સામ્રાજય સર્જાયું હતું તેમજ કંકુપાર્ક વિસ્તારનાં રહિશોને ગંદકીના સામ્રાજયથી ભયંકર રોગચાળો ફાટી નિકળવાનો ભય ફેલાયો હતો અને ઘરે ઘરે માંદગીના ખાટલા ખડકાશે તેવી સ્થાનિક રહિશોમાં દહેશત ફેલાઈ જવા પામી છે. ત્યારે સ્થાનિક 200 થી વધારે રહિશોએ રાજકોટ બાયપાસ હાઈવે ચક્કાજામ કરી વિરોધ કરતા તંત્રમાં દોડધામ મચી હતી. આ બનાવ અંગે વઢવાણ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી રહીશોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.