રાજકોટરક્ષાબંધને સિટી બસમાં મફતમાં મુસાફરી કરતી મહિલાઓ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષમાં ત્રણ વખત મહિલાઓ માયે સિટી બસ અને બીઆરટીએસમાં મફતમાં મુસાફરીની યોજના જાહેર કરવામાં આવે છે.

જેમાં રક્ષાબંધન, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને ભાઈબીજનો સમાવેશ થાય છે. આજે રક્ષાબંધનના  દિવસ બહેનો સિટીબસ અને બીઆરટીએસમાં મફતમાં મુસાફરીની યોજના જાહેર કરવામાં આવી હોય સવારથી સારૂ એવું  ટ્રાફીક જોવા મળ્યું હતુ.

બીઆરટીએસની તમામ બસ ચિકકાર  મેદની સાથે દોડતી હતી. જયારે સિટી બસમાં પણ સારૂ એવું ટ્રાફીક જોવા મળ્યું હતુ. દર વર્ષ હજારો  મહિલાઓ  રક્ષાબંધને સિટીબસ અને બીઆરટીએસમાં મૂસાફરીનો લાભ લેતી હોય છે.