Abtak Media Google News

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તો ઘણી બધી સાવચેતી પણ રાખવી આવશ્યક છેમોટા ભાગની મહિલાઓને પ્રશ્ન હોય જ છે કે તેમની નોર્મલ ડિલિવરી થશે કે પછી સિજેરિયન થશે. સિજેરિયનને લઈ મહિલાઓમાં ભય પણ હોય છે ત્યારે નોર્મલ ડિલિવરી માટે અગાવથી જ પોતાની જાતને પ્રીપેર કરવી ખૂબ જરૂરી છે.

નોર્મલ ડિલિવરી સમયે, લોહીનો ઘણો પ્રવાહ માતાના શરીરમાંથી વહે છે. જો માતાના શરીરમાં લોહીની કમી હશે તો તે માતા અને બાળક એમ બન્નેને નુકસાન પહોંચી શકે છે એટલું જ નહિ જીવન પણ જોખમમાં મુકાઇ શકે છે. મહિલાઓ લોહીની માત્રામાં વધારો કરીને પોતાના શરીરને નોર્મલ ડિલિવરી માટે તૈયાર કરી શકે છે.

નોર્મલ ડિલિવરી માટે કેટલા ટકા હિમોગ્લોબિન હોવું જરૂરી ??
નોર્મલ ડિલિવરી માટે શરીરમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લબિન હોવું આવશ્યક છે. સામાન્ય રીતે સ્ત્રી માટે શરીરમાં 12 થી 16 ટકા હિમોગ્લોબિન હોવું જ જોઇએ. જ્યારે સગર્ભા સ્ત્રી માટે શરીરમાં 11 થી 15 ટકા હિમોગ્લોબિન હોવું આવશ્યક છે કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન આરબીસી એટલે કે લાલ રક્તકણોની સંખ્યામાં ઘટાડો થાય છે. આ રક્તકણ હિમોગ્લોબિનનું સ્તર ઘટાડવાનું કારણ બને છે. જો સ્ત્રીનું સગર્ભાવસ્થા દરમિયાન હિમોગ્લોબિનનું સ્તર 11 કરતા વધારે હોય, તો તે માતા અને બાળક બન્ને માટે ખૂબ જ સારી બાબત છે.

સગર્ભા સ્ત્રી માટે ઓછામાં ઓછું કેટલા ટકા હિમોગ્લોબિન આવશ્યક ??
સગર્ભા સ્ત્રીના શરીરમાં ઓછામાં ઓછુ 9 ટકા હિમોગ્લોબિન હોવું આવશ્યક છે. જો હિમોગ્લોબિન 9 ટકા કરતાં ઓછું હોય, તો તે બાળકના વિકાસને રૂંધે છે. સગર્ભા સ્ત્રીઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે ગર્ભાશયમાં રહેલું બાળક તેમના લોહીમાંથી પોષણ મેળવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.