Abtak Media Google News

નાના કાંધાસર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તા: ૧૫ ઓક્ટોમ્બર ૨૦૧૮ નારોજ “મહિલા કૃષિ દિવસ” ની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

આ કાર્યક્રમ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા શ્રી  એમ.એફ. ભોરાણીયા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવેલ હતું. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે જણાવ્યું કે મહિલાઓએ પોતાનામાં રહેલ શક્તિ અને ક્ષમતા જાણવા માટે ઘરની બહાર નીકળવાની જરૂર છે.

અને મહિલા પોતે સ્વનિર્ભર બની રહે તે માટે ગૃહ ઉધોગની અગત્યતા અને પાકમાં મુલ્યવર્ધન દ્રારા ઘરબેઠા આવક મળી રહે તે અંગે માહિતી આપી હતી. તેમણે વધુમાં કીચન ગાર્ડન તથા બાગાયત પાકોની નવીનતમ ટેકનોલોજી અંગેની માહિતી આપેલ. ડો. આર. પી. કાલમાએ સ્વચ્છ દુધ ઉત્પાદન અને આદર્શ પશુપાલન અંગેની માહિતી આપી હતી. તેઓએ વધુમાં જણાવ્યું કે ડેરી ક્ષેત્રમાં મહિલાઓનો ફાળો અનેરો છે.

આ કાર્યક્રમમાં આદલસર ગામના પ્રોગ્રેસીવ મહીલા ખેડુત લલીતાબેન અને ધનાદ ગામના ગીતાબેને સજીવ ખેતી અંગેના પોતાના અનુભવોની રજુ કરેલ હતાં.  આ કાર્યક્રમ દરમિયાન ધ્રાંગધ્રા અને લખતર તાલુકાના અલગ અલગ ગામના  ૧૩૨ મહિલા ખેડૂત બહેનોએ ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.