- શિબિરમાં ગ્રામ્ય મહિલાઓને યોજનાકીય તથા કાયદાકીય માર્ગદર્શન અપાયું
વડોદરા: જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને CSR વિભાગ પારુલ યુનિવર્સીટીના સંયુક્ત ઉપક્રમે તા.28/02/2025નાં રોજ વાઘોડિયા તાલુકાના ભણીયારા ગામ ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી.
આ શિબિર અંતર્ગત મહિલાઓને વ્હાલી દીકરી યોજના, વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના, પાલક માતાપિતા યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા સહાયતા કેન્દ્ર સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વધુમાં જરોદ પોલીસ વિભાગ દ્વારા ઘરેલું હિંસાના કાયદા અને કામકાજના સ્થળે જાતીય સતામણીનાં કાયદાનાં વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ ઉપરાંત બેંકના પ્રતિનિધી દ્વારા બેંકની વિવિધ સહાયો વિશે માહિતી આપવામાં આવી હતી.
આ શિબિરમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનાં અધિકારી તથા કર્મચારીગણ, ડીસ્ટ્રીક્ટ મિશન કો-ઓર્ટીનેટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, She ટીમ, 181 – મહિલા હેલ્પલાઈન કાઉન્સેલર, બેંક પ્રતિનિધી અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.