લોન બોલ્સમાં મહિલા ટીમે રચ્યો સુવર્ણ ઇતિહાસ: જીત્યો ગોલ્ડ મેડલ

ભારતીય મહિલા લોન બોલ્સ ટીમે કોમનવેલ્થ ગેમ્સ-2022માં ઈતિહાસ રચી દીધો છે. વિમેન્સ ફોર ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ફાઈનલમાં ભારતનો સામનો સાઉથ આફ્રિકા સામે હતો. ભારતીય ટીમે ધમાકેદાર પ્રદર્શન કરતાં સાઉથ આફ્રિકાને 17-10થી પરાજય આપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રમતમાં ભારતનો આ પ્રથમ કોમનવેલ્થ મેડલ છે. આ ગોલ્ડ મેડલ સાથે વર્તમાન કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના કુલ મેડલની સંખ્યા 10 પર પહોંચી ગઈ છે. ભારત અત્યાર સુધી ચાર ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

ટેબલ-ટેનિસમાં ભારતીય મેન્સ ટીમે સિંગાપોરને 3-1થી પરાજય આપી ગોલ્ડ મેડલ મેળવ્યો: ભારત કોમનવેલ્થ ગેમ્સ 2022માં 12 મેડલ સાથે છઠા ક્રમે જેમાં 5 ગોલ્ડ, 4 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેળવ્યા 

ભારતીય મેન્સ ટીમે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતીને દેશને ગર્વ અપાવ્યો છે. જોકે, ગુજરાત માટે આ બેવડા ગર્વની વાત છે કેમ કે આ ગોલ્ડ મેડલ અપાવવામાં સુરતના સ્ટાર ખેલાડી હરમીત દેસાઈની ભૂમિકા અત્યંત મહત્વની રહી હતી. મંગળવારે સિંગાપોર સામે રમાયેલી ફાઈનલમાં નિર્ણાયક સિંગલ્સ મુકાબલામાં હરમીત દેસાઈએ લાજવાબ પ્રદર્શન કરીને ભારતને ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. વિશ્વમાં 121મો ક્રમાંક ધરાવતા હરમીતે ત્રીજી અને મહત્વની સિંગલ્સમાં ઝે યુ ક્લારેન્સ ચ્યુને 11-8, 11-5, 11-6થી પરાજય આપ્યો હતો. આ સાથે જ હરમીતે કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં ભારતીય મેન્સ ટીમનો ત્રીજો ગોલ્ડ મેડલ સુનિશ્ચિત કર્યો હતો. 2002માં માન્ચેસ્ટરમાં ટેબલ ટેનિસની રમતને સામેલ કરવામાં આવી હતી.

ભારતીય મહિલા ટીમમાં લોવલી ચૌબે (લીડ), પિન્કી (સેક્ધડ), નયનમોની સૈકિયા (થર્ડ) અને રૂપા રાની ટિર્કે (સ્લિપ)નો સમાવેશ થાય છે. વિમેન્સ ફોરની ફાઈનલમાં ચારેય ખેલાડીઓએ અદ્દભુત પ્રદર્શન કર્યું હતું અને સાઉથ આફ્રિકાને પરાજય આપ્યો હતો. વિમેન્સ ફોર ટુર્નામેન્ટમાં ભારત પ્રથમ વખત ફાઈનલમાં રમી રહ્યું હતું. વર્તમાન ગેમ્સમા વેઈટલિફ્ટિંગ બાદ ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. અત્યાર સુધી ભારતે વર્તમાન ગેમ્સમાં ચાર ગોલ્ડ મેડલ જીત્યા છે.

એક સમયે ભારતીય ટીમ 8-2થી આગળ હતી પરંતુ સાઉથ આફ્રિકન ટીમે વળતો પ્રહાર કર્યો હતો. થાબેલો મુવ્હાંગો (લીડ), બ્રિગેટ કેલિટ્ઝ (સેક્ધડ), એસ્મે ક્રુગર (થર્ડ) અને જોહાન્ના સ્નીમેન (સ્કિપ)ની બનેલી સાઉથ આફ્રિકન ટીમે બાદમાં સ્કોર 8-8થી બરાબરી પર લાવી દીધો હતો. જોકે, ભારતીય ટીમે ધીરજ ગુમાવી ન હતી અને અંતિમ ત્રણ રાઉન્ડમાં લાજવાબ પ્રદર્શન કરીને સાઉથ આફ્રિકન ટીમને હરાવીને ઈતિહાસ રચી દીધો હતો.ટેબલ ટેનિસમાં ભારતીય ટીમમાં અનુભવી ખેલાડી શરત કમલ, જી સાથિયાન, હરમીત દેસાઈ અને સાનિલ શેટ્ટી હતો. ભારતીય ટીમ સિંગાપોરને પરાજય આપશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી પરંતુ ક્લારેન્સે અદ્દભુત લડત આપી હતી અને ભારતના અનુભવી શરત કમલ સામેની પ્રથમ સિંગલ્સ જીતીને મેચ 1-1થી ડ્રો કરાવી હતી.

તે પહેલા પ્રથમ ડબલ્સમાં ભારતે વિજય નોંધાવીને 1-0ની સરસાઈ નોંધાવી હતી. શરત કમલના પરાજય બાદ હરમીત અને સાથિયાનની જોડી ડબલ્સની મેચ માટે મેદાનમાં ઉતરી હતી. આ મુકાબલો પણ પડકારજનક રહ્યો હતો પરંતુ હરમીત અને સાથિયાનની જોડીએ યંગ ઈઝાક ક્યુ અને યેન એન કોએન પેંગની જોડીને પરાજય આપ્યો હતો.

 

ભારતીય ટીમની આજની કોમનવેલ્થ ગેમ્સની ઇવેન્ટ

કોમનવેલ્થ ગેમ્સનો આજે છઠ્ઠો દિવસ છે. સમગ્ર ભારત ફરી એકવાર ખેલાડીઓ પાસેથી મેડલની અપેક્ષા રાખશે. આજે રાત્રે 10:30 વાગ્યાથી બોક્સિંગની 45KG-48KG વેટ કેટેગરીમાં મિનિમમ વેટમાં નિખત ઝરીન અને હેલેન જોન્સ વચ્ચે મુકાબલો થશે. જ્યારે, રાત્રે 12:30 વાગ્યે, બોક્સિંગની 66KG-70KG મિનિમમ વેઇટ ક્વોલિફાયરમાં લવલિના બોરગોહેન અને રોઝી એકલ્સ વચ્ચે ટક્કર થશે. ભારત અને શ્રીલંકા વચ્ચે આજે બપોરે 1.30 વાગ્યાથી સ્ક્વોશના મિક્સ ડબલ્સ રાઉન્ડ ઓફ 32માં રમાશે. દેશને બપોરે 2 વાગ્યાથી વેઇટલિફ્ટિંગના મેન્સ 109 કિગ્રા તમામ ગ્રુપમાં સિંહઘ લવપ્રીત પાસેથી ગોલ્ડની અપેક્ષા રહેશે. આશિષ કુમાર અને એરોન બોવેનનો બપોરના 2 વાગ્યાથી બોક્સિંગ ઓવર 75KG-80KG (હેવીવેઈટ) ક્વોલિફાયરમાં મુકાબલો થશે.બપોરે 2:30 વાગે જુડોની વુમન+ 78 કિગ્રા ક્વાર્ટર ફાઇનલમાં તુલિકા માનનો મુકાબલો થશે. બપોરે 2:30 વાગ્યાથી, જુડો, મેન્સ 100 કિગ્રા એલિમિનેશન રાઉન્ડ ઓફ 16માં દીપક દેસવાલ અને એરિક જીન સેબાસ્ટિન વચ્ચે મેચ જોવા મળશે. બપોરે 3 વાગ્યાથી ટેબલ ટેનિસ અને પેરા ટેબલ ટેનિસના વુમન સિંગલ્સ ક્લાસેસ 6-10 ગ્રુપ-1માં બેબી સહાના અને ફેથ ઓબઝુએ ટકરાશે.

 

ભારતે પાંચમા દિવસે શાનદાર પ્રદર્શન કર્યું

ટીમ ઈન્ડિયાએ પાંચમા દિવસે મહિલા લોન બોલ્સની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 17-10થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સના 92 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય લોન બોલ્સ મહિલા ટીમે કોઈ મેડલ જીત્યો છે. ભારતીય ખેલાડીઓ લવલી ચૌબે, પિંકી, નયનમોની સૈકિયા અને રૂપા રાની તિર્કીએ ફાઈનલ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત 1930માં થઈ હતી. પ્રથમ ટુર્નામેન્ટથી જ લોન બોલ્સ કોમનવેલ્થનો એક ભાગ છે, પરંતુ ભારતીય મહિલા ટીમ તેમાં ક્યારેય કોઈ મેડલ જીતી શકી નહતી. નવી દિલ્હીમાં યોજાયેલી 2010 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પુરુષો અને મહિલા ટીમ પ્રથમ વખત લોન બોલ્સ માટે ક્વોલિફાય કરવામાં સફળ રહી હતી.લોન્ગ જમ્પમાં ભારતના શ્રીશંકર મુરલી અને મોહમ્મદ અનીસ ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયા છે. તેમજ શોટપુટ વુમનમાં મનપ્રીતે મેડલ રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે.મેન્, લોન્ગ જમ્પ ઈવેન્ટના ક્વાલીફાઈંગ રાઉન્ડમાં કેરળનાં શ્રીશંકર પહેલી જ જમ્પમાં 8.05 મીટર કુદીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. જ્યારે, મોહમ્મદ અનીસ 7.68 મીટરના જમ્પ સાથે 8મા સ્થાને રહેતા ફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું છે. તેમજ શોટ પુટર મનપ્રીત 16.98 મીટર સાથે 7મા ક્રમે રહ્યો હતો.

 

વેટલિફ્ટિંગ: મેડલથી ચૂકી પૂનમ યાદવ,પાછલી વખત ગોલ્ડ જીત્યો હતો

ભારતીય વેટલિફ્ટર પૂનમ યાદવ વિમેન્સ 76 KG વેટ કેટેગરીમાં મેડલ જીતવાથી ચૂકી ગઈ હતી. તેણે સ્નેચમાં 98 ઊંૠ વેટ ઉઠાવ્યુ હતુ. પરંતુ ક્લીન એન્ડ જર્કમાં ત્રણ પ્રયાસમાં તે એક પણ વખત 116 KG વેટ ઉઠાવી શકી નહોતી. પૂનમે 2018ના કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

એટલે આ વખતે પણ તેની પાસેથી ગોલ્ડ મેડલની આશા હતી.ક્લીન એન્ડ જર્કના ત્રીજા પ્રયાસમાં પૂનમે વેટ ઉઠાવી લીધુ હતુ. પરંતુ રેફરીના સિગ્નલ પહેલા જ તેણે બારબેલ નીચે રાખી દીધુ હતુ અને તેની લિફ્ટ ડિસક્વોલિફાઇ કરી નાખવામાં આવી હતી. ભારતીય દળે રેફરીના આ નિર્ણય સામે ચેલેન્જ કર્યુ હતુ, પરંતુ ગેમ્સ જ્યૂરીએ તેને નામંજૂર કરી હતી.ક્લીન એન્ડ જર્ક વારાણસીની પૂનમ માટે અત્યંત નિરાશાજનક હતું. તે ત્રણેય પ્રયાસોમાં 116 વજન ઉપાડવામાં નિષ્ફળ રહી. પૂનમે ન્યાયાધીશોના નિર્ણયને પડકાર્યો પરંતુ તેને રદ કરવામાં આવ્યો.જ્યારે પૂનમને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે હા, હા, હું સંપૂર્ણપણે ફિટ છું. ઇજાઓ એ લિફ્ટરના જીવનનો એક ભાગ છે. હું કમનસીબ છું કે આવું થયું. નિષ્ફળ લિફ્ટ અંગે તેણે કહ્યું કે મેં એક જજને જોયા, તે હસતા હતા અને આવી સ્થિતિમાં મેં ફેંક્યું, લાઈટ તરફ જોયું નહીં.