Abtak Media Google News

ભચાઉ તાલુકાના ખડીરના ધોળાવીરા ખાતે આજથી 16 કરોડ વર્ષ જૂના જુરાસિક ફોસીલ વુડ  મળી આવ્યા હતાં. જે પુરા ભારત વર્ષ માટે એક મહત્વની ઘટના છે અને હાલમાં આ જુરાસિક ફોસીલ વુડ  કરવામાં આવી રહ્યું છે.

આજથી 10 થી 11 વર્ષ પહેલા જીઓલોજીસ્ટ દ્વારા ધોળાવીરા ખાતે જુરાસિક ફોસીલ વુડની શોધ કરવામાં આવી હતી. પહેલાં પણ આ પ્રકારના વુડ શોધવામાં આવ્યા છે. પરંતુ આ પ્રકારના વુડ શોધ્યા બાદ આને વનવિભાગ દ્રારા રક્ષિત કરવું જરૂરી બને છે. ધોળાવીરામાંથી મળેલા આ પ્રકારના વુડ ને રક્ષિત કરવા માટે વન વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

2011-2012માં આ વુડને રક્ષિત કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં તેની ફરતે ફેન્સીંગ કરવામાં આવી હતી અને લોકોની અવર-જવર બંધ કરવામાં આવી હતી. પરંતુ આ વુડ પ્રત્યેની ફેન્સીંગ તોડીને પણ લોકો તેના નાના નાના ટુકડાઓ લઈ જતા હતા.

198618209 344511037033054 3697328269990399848 N

ધોળાવીરા ખાતે બે જુરાસિક ફોસીલ વુડ  મળી આવ્યા હતાં, જેમાંથી એક 11 મીટર લાંબો અને 1.5 મીટર પહોળો છે. જ્યારે બીજી 13 મીટર લાંબો અને 1.5 મીટરથી પહોળો જુરાસિક ફોસીલ વુડ  છે. જેમાં ક્યાંક ક્યાંક વચ્ચેથી તેના ટુકડાઓ તૂટી ગયા છે.

ધોળાવીરા ખાતે ઉત્તરની બાજુએ જ્યાં ડુંગરની ધાર છે ત્યાં આ જુરાસિક ફોસીલ વુડ  છે. આ હજારો વર્ષથી ખુલ્લામાં પડ્યું છે અને ગરમી, ઠંડી અને વરસાદને કારણે તેના ટુકડાઓ તૂટીને ખરી પડ્યા છે. તો કેટલાક ટુકડાઓ રણમાં વહી ગયા છે અને કેટલાક ટુકડાઓ લોકો લઈ ગયા છે.

દસ વર્ષ પછી આ જગ્યા પર ટુરીસ્ટ આવવાનું શરૂ કર્યું હતું. ત્યારે વહીવટી તંત્રને આ જુરાસિક ફોસીલ વુડ  ની જાણ થઈ હતી કે આ એક જાતની જીઓ હેરિટેજ છે અને આ ભૂસ્તરીય સભ્યતાને બચાવવું જરૂરી છે. માટે તેના પછી 2014માં ટુરિઝમ વિભાગ દ્વારા એક 8 થી 10 કરોડના પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ શરૂઆતમાં 4થી 5 વર્ષ કોઈપણ જાતનું કાર્ય કરવામાં આવ્યું ન હતું.

2017માં આ જુરાસિક ફોસીલ વુડ ની આજુબાજુ  કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટ આમતો ટુરિઝમ વિભાગનું છે પરંતુ આનું કામ કચ્છ કલેકટરની સૂચના મુજબ કરવામાં આવી રહ્યું છે. હાલ જુરાસિક ફોસીલ વુડને યોગ્ય રક્ષણ મળી ગયું છે. જુરાસિક ફોસીલ વુડની ટેક્નિકલ ડિટેઇલ જાણવી જરૂરી હતી માટે આ પ્રોજેક્ટને વહીવટીતંત્ર દ્વારા કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ સાયન્સ વિભાગના હેડ ડો. મહેશ ઠક્કરને સોંપવામાં આવ્યું હતું.

અત્યાર સુધીમાં રિસ્ટોર કરવાનું 80% કામ પૂર્ણ થઈ ગયું છે. આ અત્યાર સુધીમાં રિસ્ટોર કરવાનું 80% કામ પૂર્ણ થઈ ગયું છે. આ થઈ ગયા બાદ પણ તેને ઉશયિભિં ગરમી, ઠંડી, વરસાદથી બચાવવું જરૂરી છે માટે તેના પર ઈફક્ષજ્ઞાુ બનાવવું જરૂરી છે જેથી તેને કોઈ નુકસાન ના પહોંચે.

અગાઉ આ પ્રકારનાજુરાસિક ફોસીલ વુડ  થાઈલેન્ડ, યુૈએસએ અને કેનેડામાંં પણ જોવા મળ્યા હતા અને ત્યાંના તંત્ર દ્વારા ઠંડી, ગરમી અને વરસાદથી બચવા માટે ત્યાં મ્યુઝીયમ બનાવવામાં આવ્યું હતું. જ્યારે આપણે અહીં તેણે ખુલ્લામાં રાખવામાં આવ્યું છે માટે જો વહીવટીતંત્ર કોઈ વ્યવસ્થા ઉભી કરે તેવી મારી અપીલ છે.રિસ્ટોર થઈ ગયા બાદ પણ તેને ડાયરેક્ટ ગરમી, ઠંડી, વરસાદથી બચાવવું જરૂરી છે

અગાઉ આ પ્રકારના વુડ થાઈલેન્ડ, યુએસએ, યુએસએ અને કેનેડામાં પણ જોવા મળ્યા હતા અને ત્યાંના તંત્ર દ્વારા ઠંડી, ગરમી અને વરસાદથી બચવા માટે ત્યાં મ્યુઝિયમ બનાવવામાં આવ્યું હતું. જ્યારે આપણે અહીં તેણે ખુલ્લામાં રાખવામાં આવ્યું છે માટે જો વહીવટીતંત્ર કોઈ વ્યવસ્થા ઉભી કરે તેવી મારી અપીલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.