Abtak Media Google News

રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લા ભાજપના હોદેદારો સાથે સંવાદ બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કેબિનેટમંત્રી જીતુભાઈ વાઘાણી, મંત્રીશ્રીઅરવિંદભાઈ રૈયાણી, સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભા સાંસદ  રામભાઈ મોકરીયા,    મનસુખભાઈ ખાચરીયા,જીલ્લા સંગઠન પ્રભારી  રક્ષાબેન બોળીયા,ધારાસભ્ય ઓ જયેશભાઈ રાદડિયા,  કુંવરજીભાઈ બાવળિયા,  ગોવિંદભાઈ પટેલ,  લાખાભાઈ સાગઠીયા,જીલ્લા પંચાયત પ્રમુખ  ભૂપતભાઈ બોદર,મહામંત્રી ઓ નાગદાનભાઈ ચાવડા,   મનસુખભાઈ રામાણી,   મનીષભાઈ ચાંગેલા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા,  પ્રવીણભાઈ માંકડિયા, શ્રી બાવનજીભાઈ મેતલિયા, પૂર્વ સાંસદ  હરિભાઈ પટેલ, સૌરાષ્ટ્ર મીડિયા પ્રવક્તા  રાજુભાઈ ધ્રુવ,પ્રદેશ કારોબારી સભ્ય જશુમતીબેન કોરાટ  સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

સરળ, સાલસઅનેયશસ્વી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજકોટ જિલ્લા ભાજપના મંડલના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે એકદમ નિખાલસતાથી પારિવારિક માહોલમાં સીધો સંવાદ કર્યો હતો.તેમણે કોરોનાકાળ દરમિયાન કાર્યકરોએ કરેલી સેવાને બિરદાવી એવું જણાવ્યું હતું કે,માન.વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની વૈશ્વિક છબી વધુ મજબૂત બની છે. તેની સાથે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચતા તેઓના જીવન બદલાયા છે. કાર્યકરોની નિષ્ઠાપુર્વકની સેવાથી લોકોના માનસ પર ભારતીય જનતા પાર્ટી માત્ર ચૂંટણી પૂરતી જ નહિ પણ કાયમ ગમે ત્યારે નાના મોટા સૌની સાથે ઉભી રહેતી પાર્ટીની છાપ છેએટલે જ તમામ લોકો પક્ષની વિચારધારા સાથે જોડાયા છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દેવથી પણ વધારે દુર્લભ છે.

જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે,રાજકોટ જિલ્લામાં કાર્યકરોની ટિમ ઘડતર પામેલી છે આજની બેઠકમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મનસુખભાઇ ખાચરિયાએ મુખ્યમંત્રીનું દબદબાભેર સ્વાગત કરવાની સાથે આભારની લાગણી પણ વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલનું રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રી  નાગદાનભાઈ ચાવડા,  મનસુખભાઈ રામાણી,  મનીષભાઈ ચાંગેલાએ પુષ્પગુચ્છઆપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન   મનસુખભાઈ રામાણી,  ડો.દીપકભાઈ પીપળીયાએ કર્યું હતું.   વ્યવસ્થા   મંત્રી  અલ્પેશભાઈ અગ્રાવત,   કિશોર રાજપૂત,  કનકસિંહ ઝાલા, શ્રી વિનોદભાઈ દક્ષિણી,   જયેશભાઈ પંડ્યા,  યશભાઈ વાળા સહીતનાએ સંભાળી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.