Abtak Media Google News

અબતક, રાજકોટ

રાજકોટમાં શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે રાજકોટ આર્ટ સોસાયટી દ્વારા આર્ટ એકઝીબીશન તા. 17મીથી ર1મી ફેબુ્રઆરી દરમિયાન યોજવામાં આવ્યું છે. જેમાં નામાંકિત ર8 કલાકારોએ પોતાની આગવી શૈલીમાં તૈયાર કરેલી કલાકૃતિઓ રજુ કરવામાં આવી હતી. તમામ ર8 કલાકારો પોતાની આગવી શૈલીમાં કલાકૃતિઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રાજકોટનું નામ રોશન કરી ચૂકયા છે. 60 થી વધુ ચિત્રો, શિલ્પો, ફોટોગ્રાફસ સહિતની કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ આર્ટ સોસાયટી દ્વારા યોજવામાં આવેલ એકઝીબીશનના ઉદઘાટન પ્રસંગે  મેયર ડો. પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દશિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, કોર્પોરેટર મનીષભાઇ રાડીયા, ભાજપ અગ્રણી રાજુભાઇ ધ્રુવ સહીતના મહાનુભાવો ઉ5સ્થિત રહ્યા હતા  અને પ્રદર્શિત કરેલ કલાકૃતિઓને નિહાળી હતી.

Vlcsnap 2022 02 18 09H02M00S527

આ તકે રાજકોટ આર્ટ સોસાયટીના પ્રમુખ ઉમેશ કયાડાએ જણાવ્યું હતું કે આર્ટ એક કલા છે અને અમે છેલ્લા ચાર વર્ષમાં 8 પ્રદર્શન યોજી ચૂકયા છીએ. આ અમારું નવમું પ્રદર્શન છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની કૃતિઓ રજુ કરી ચૂકેલા કલાકારોના ચિત્રો, શિલ્પો, ફોટોગ્રાફસનું પ્રદર્શન તા. 17 થી ર1 દરમિયાન જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ર8 નામાંકિત કલાકારોએ આગવી શૈલીમાં

બનાવેલ પેઇન્ટીંગ, ચિત્રો, શિલ્પો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ઉદઘાટન પ્રસંગે મેયર, ડે.મેયર સહીતના મહાનુભાવો ઉ5સ્થિતમાં આર્ટ એકઝીબીશનને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. અમારા c વધુમાં વધુ લોકો નિહાળે તેવી આશા રાખીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.