સ્ટુડન્ટ ઈનોવેશન ફેસ્ટ, વિજ્ઞાન ગુર્જરી અંતર્ગત ઈનોવેશન લર્નીંગ પ્રોસેસ વિષયક જય ઈન્ટરનેશનલ સ્કુલમાં કાર્યશાળા યોજાઈ

ડો.અશ્ર્વિની જોષીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું: 7પ વક્તાઓ રાજયભરમાં 7પ નિ:શુલ્ક કાર્યશાળાઓ યોજાશે

વિજ્ઞાન, ઈજનેરી અને તાંત્રીક્તાના સુચારૂ ગઠન થકી ભારતનો સર્વાંગી વિકાસ સાધવાના હેતુસભર કાર્યરત વિજ્ઞાન ભારતી  ગુજરાત એકમ વિજ્ઞાન ગુર્જરી મારફત રાષ્ટ્રીય કક્ષાએ આયોજીત સ્ટુડન્ટ ઈનોવેશન ફેસ્ટનું  રાજયમાં આયોજન કરવામાં આવેલ છે જેમાં 16 જૂન ર0રર થી 16 ઓગષ્ટ ર0રર દરમ્યાન 7પ જેટલાં ખ્યાતનામ વૈજ્ઞાનિકો, શિક્ષાણવિદો, મોટીવેશનલ સ્પીકર, નિતિ ખડવૈયા વિવિધ ક્ષેત્રોનાં નિષ્ણાંત તજજ્ઞો મારફત ગુજરાત રાજયની જુદી-જુદી વિશ્ર્વ વિદ્યાલયો, મહાવિદ્યાલયો અને પ્રતિષ્ઠિત શાળાઓમાં 7પ નિ:શુલ્ક કાર્યશાળાઓનાં આયોજન કરવામાં આવનાર છે અને તે માટે ઈચ્છુક વિદ્યાર્થીઓ વેબસાઈટ ઉપર નિ:શુલ્ક પંજીકરણ કરાવી શકે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરાયેલ છે.

વિજ્ઞાન ગુર્જરીનાં રાજકોટ એકમ મારફત સ્ટુડન્ટ ઈનોવેશન ફેસ્ટ કાર્યક્રમ અંતર્ગત તાજેતરમાં જય ઈન્ટરનેશનલ સ્કુલ માં મોટીવેશન તજજ્ઞ ડો. અશ્ર્વિનીબહેન જોષી મારફત ઈનોવેશન લર્નીંગ પ્રોસેસ વિષયક ભાગ લેનાર 1પ0 જેટલા છાત્રોને નિ:શુલ્ક કાર્યશાળામાં તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યશાળામાં ર્ડા. જોશીએ વિદ્યાર્થીઓને સર્વાગી વિકાસ થાય તે માટે દરેક છાત્રપોતાની સ્કીલ કેવી રીત આઈડેન્ટીફાય કરી શકે અને તેના મારફત શાળાકક્ષાએથી જ ઈનોવેશન પે્રકટીસ જુદાં જુદાં વિષયોમાં ઉજાગર કરી શકે તે પ્રકારની તાલીમ આપવામાં આવેલ અને સાથે શાળા કક્ષાએથી જ વિદ્યાર્થી પોતાની સ્કીલ મુજબ જુદાં જુદાં વિષયો તેની રુચિ પ્રમાણે સીલેકટ કરી આગળ વધે તે પ્રકારની ગોષ્ઠિ કરેલ હતી. જય ઈન્ટરનેશનલ સ્કુલના વાઈસ પ્રિન્સીપાલ તજજ્ઞ  ચાર્મીબેન શેદાણીએ છાત્રોને પ્રાસંગિક માર્ગદર્શન અને જય ઈન્ટરનેશનલ સ્કૂલના તજજ્ઞ  કૃપાબેન દવે એ કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી.