Abtak Media Google News

પાકિસ્તાનની ટીમ ટ્રેન્ટબ્રિજ ખાતે વર્લ્ડકપની બીજી મેચમાં 105 રનમાં ઓલઆઉટ થઇ છે. ઓશેન થોમસ અને જેસન હોલ્ડરના ઘાતક સ્પેલ સામે પાકિસ્તાને હથિયાર હેઠા મૂકી દીધા છે.

થોમસે 4 વિકેટ, જયારે હોલ્ડરે 3, આન્દ્રે રસેલે 2 અને શેલ્ડન કોતરેલે 1 વિકેટ લીધી હતી. તેમની ઝડપ અને બાઉન્સ સામે પાકિસ્તાનનો કોઈ પણ બેટ્સમેન ટકી શક્યો ન હતો. પાકિસ્તાન માટે બાબર આઝમ અને ફકર ઝમાને સર્વાધિક 22 રન કર્યા હતા. તેમના 6 બેટ્સમેન સિંગલ ડિજિટમાં પેવેલિયન ભેગા થયા હતા.

વર્લ્ડકપમાં પાકિસ્તાનનો સૌથી ઓછો સ્કોર:

  • 74 v ઇંગ્લેન્ડ, 1992
  • 105 v વેસ્ટ ઇન્ડિઝ, 2019
  • 132 v આયર્લેન્ડ, 2007
  • 132 v ઓસ્ટ્રેલિયા,1999
  • 134 v ઇંગ્લેન્ડ, 2003

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.