Abtak Media Google News

હરિકેન બેરીલના કારણે ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં ફસાઈ ગઈ છે. ટી-20 વર્લ્ડ કપ 2024માં રોમાંચક જીતના બીજા દિવસે ટીમ ઈન્ડિયા પરત આવવાની હતી, પરંતુ તોફાનના કારણે ટીમ ઈન્ડિયા ભારત માટે રવાના થઈ શકી ન હતી. રિપોર્ટ અનુસાર, BCCI ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા ટીમ ઈન્ડિયાને પરત લાવશે.

પીટીઆઈએ એક સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે, ટીમ સ્થાનિક સમય અનુસાર સાંજે 6 વાગ્યે બ્રિજટાઉનથી નીકળીને બુધવારે સાંજે 7.45 વાગ્યે (IST) દિલ્હી પહોંચે તેવી અપેક્ષા છે. અહીં પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે, પરંતુ હજુ સુધી તે કાર્યક્રમની કોઈ પુષ્ટિ થઈ નથી.

T4 1

જોકે BCCI તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી

બાર્બાડોસના વડા પ્રધાન મિયા મોટલીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “હું ખરેખર એરપોર્ટ સ્ટાફના સંપર્કમાં છું અને તેઓ હવે તેમની અંતિમ તપાસ કરી રહ્યા છે અને અમે શક્ય તેટલી વહેલી તકે સામાન્ય ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા માટે આતુર છીએ.”

1લી જુલાઈએ જ પરત આવવું પડ્યું

ભારતીય ટીમ સોમવારે ભારત આવવા માટે ન્યૂયોર્ક જવાની હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે ટીમનું શિડ્યુલ ખોરવાઈ ગયું હતું.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એટલાન્ટિકમાં આવી રહેલા બેરીલ તોફાનને કારણે 210 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. કેટેગરી 4નું આ વાવાઝોડું બાર્બાડોસથી અંદાજે 570 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં હતું અને તેના કારણે એરપોર્ટ પરની કામગીરી અટકાવી દેવામાં આવી છે.

T5

ટીમ ઈન્ડિયા 29 જૂને વર્લ્ડ ચેમ્પિયન બની હતી

ટીમે 29 જૂને T-20 વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. આટલું જ નહીં, ભારતે 11 વર્ષ બાદ ICC ટ્રોફીનો દુષ્કાળ ખતમ કર્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું.

ICCT20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની જાહેરાત કરી છે. આઈસીસી દ્વારા આ ટીમમાં ટાઈટલ વિજેતા ભારતીય ટીમના છ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. આ સાથે જ રનર અપ સાઉથ આફ્રિકાની ટીમનો કોઈ ખેલાડી ટોપ 11માં સ્થાન મેળવી શક્યો નથી. એનરિક નોર્ટ્યાને 12મા ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.