Abtak Media Google News

આજે વિશ્વ આરોગ્ય દિવસ

ર0મી સદીમાં એઇડસ અને ર1મી સદીમાં કોરોના સૌથી વધુ ચર્ચામાં રહ્યા, લોકો પોતાના આરોગ્ય બાબતે વધુ સાવચેત થયા આવનારા વર્ષોમાં પણ આપણે વાયરસ સાથે જીવતા શીખવું પડશે: આ વર્ષનું સૂત્ર ‘એક નિષ્પક્ષ, સ્વસ્થ દુનિયાનું નિર્માણ’ છે

આજે 7મી એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ-માનવ શરીરના દરેક અંગો કિંમતી છે. શરીર સાથે માનસિક તંદુરસ્તી ખુબ જ જરૂરી છે. આપણે પોતે આપણી જીવનશૈલીને કારણે ઘણા રોગોને આમંત્રણ આપેલ છે. રહન – સહન અને ખાન પાન બાબતે હવે સૌએ જાગૃત થવાની જરૂર છે. જો કે આ સદીમાં પ્રવર્તમાન છેલ્લા એક વર્ષથી કોરોના કાળે આપણને ઘણું બધું શિક્ષણ આપી દીધું છે. વાયરસની ભયં કરતા શું હોય તે સૌને બતાવી દીધુ છે. આજે સામાન્ય લોકો પણ રોગ પ્રતિકારક શકિત, માસ્ક હેન્ડવોશ, સેનેટાઇઝર સામાજીક અંતર જેવી બાબતો સમજવા લાગ્યા છે. પહેલું સુખ તે જાતે નર્યા ની સમજ ખરા અર્થમાં કોરોના એ જ સૌને આપી છે.

ટી.બી, મેલેરીયા, કેન્સર, એઇડસ બાદ હવે કોરોના છેલ્લા 100 વર્ષમાં એઇડસ પછી સૌથી ચર્ચા તો રોગ કે વાયરસની વાત હોય તો તે કોરોના છે. હવે પૃથ્વીવાસીઓ વાયરસ અને રોગો સાથે જીવતા શીખી લેવું પડશે, એડઇસના વાયરસ એચ.આઇ.વી. ની શરૂઆત 1981માં થઇ હતી. આજે પણ તેની કોઇ ચોકકસ રસી કે દવા શોધાય નથી. ત્યારે તેના વાયરસ સાથે જીવતાં લોકો ગુણવતા સભર જીવન તેની સાથે જીવતા શીખી ગયા છે.

દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસે લડત સૂત્ર થીમ અપાય છે. આ વર્ષનું સૂત્ર છે ‘એક નિષ્પક્ષ સ્વસ્થ દુનિયાનું નિર્માણ’ 7મી એપ્રિલ 1948 વિશ્વ આરોગ્ય દિવસના સ્થાપના દિવસની વર્ષ ગાંઠની ઉજવણીનો દિવસ છે. આ વર્ષે ગાંઠની ઉજવણીનો દિવસ છે. આ વર્ષે કોવિડ-19 બાબતે પ્રકાશ પાડે છે કે કેટલાક લોકો સ્વસ્થ જીવન જીવવા માટે સક્ષમ છે. સ્વાસ્થ્ય સેવાઓ સુધી પહોંચી શકે છે. પણ હજી કેટલાય લોકોને પૂરતી મેડીકલ ફેસીલીટી મળતી નથી કે ત્યાં સુધી પહોંચી શકાતું નથી. વિશ્વભરના તમામ લોકો પોતાની તંદુરસ્તી બાબતે સભાન થઇને સ્વસ્થ સમાજનું નિર્માણ કરે તે અતિ આવશ્યક છે.

Health

આજે દુનિયાભરમાં કેટલાય લોકો સમુહો થોડી આવકમાં દિવસ પૂરો કરે છે, રોટી- કપડા – મકાન જેવી પાયાની જરૂરિયાત તેને મળતી નથી. સાથો સાથ રોજગારી, શિક્ષા, લિંગ ભેદભાવ, સુરક્ષિત વાતાવરણ, ચોખ્ખુ પાણી ખાદ્ય સુરક્ષા બહુ જ ઓછી મળે છે. તો કયાંક મળતી પણ નથી. સ્વાસ્થ્ય સેવા પૂરી ન મળવાથી અકાળે મૃત્યુનું કારણ બને છે. આ સમસ્યાને કારણે દેશ અને સમાજની અર્થ વ્યવસ્થાને અસર કરે છે. બધાની પાસે રહેવા ઘરને કામ રોજીરોટી માટે મળે તેવું આયોજન હોવું જોઇએ, આજે તો કુપોષણને કારણે દર વર્ષે લાખો લોકો મોતને ભેટે છે. પ્રદુષણની સમસ્યાને કારણે લાખો લોકો ને શારીરિક મુશ્કેલી ઉભી થાય છે. ત્યારે સૌ નાગરીકે આજે સંકલ્પ કરીને સ્વસ્થ સમાજ સ્વસ્થ રાષ્ટ્ર નિર્માણ કરવા યોગદાન આપવું જરુરી છે. આ માટે સૌ પ્રથમ શિક્ષા અને સ્વચ્છતા જરુરી છે. આજે કોરોના જેવા ભયંકર વાયરસ સામે જીવતા શીખી ગયા પણ આપણું શરીર રોગ પ્રતિકારક શકિત જ મજબૂત બનાવીએ તો આપણને રોગ જ ન થાય, આ માટે આપણી જીવન શૈલી બદલવી જરુરી છે.

કોરોનાના કડવા અનુભવમાંથી જે શિખવા મળ્યું તે કોઇ પુસ્તક ન શિખવી શકે કે કોઇ વ્યકિત સમજાવી શકે, જીવનનો સૌથી મોટો ગુરૂ પરિસ્થિતિ જ છે જે આપણને અત્યારના સમયે બોધપાઠ મળી ગયો છે. આજનો દિવસ વિશિષ્ટ સ્વાસ્થ્ય વિષય ઉપર જાગૃતતા લાવવાનો છે. છેલ્લા પ0 વર્ષોમાં માનસિક સ્વાસ્થ્ય, માતા અને બાળ દેખભાળ, પ્રદુષણ જેવા મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય મુદ્દા પ્રકાશમાં આવ્યા છે. છેલ્લા એક વર્ષ પૃથ્વી પરના તમામ દેશની આરોગ્ય સેવા ઉપર અને આર્થિક વ્યવસ્થા ઉપર કોરોના મહામારીએ અસર કરી છે. સ્વસ્થ દુનિયા નિર્માણ કરીને સ્વાસ્થ્ય સેવાની અસમાનતા દૂર કરવાની જરુર છે.

આજે વિશ્વ મેડીકલ સાયન્સ, શોધ, સંશોધનોમાં ઘણું આગળ આવી ગયું છે પણ બીજી તરફ લોકોની કથળતી જતી જીવનશૈલીને કારણે બીમારીઓ, રોગો, વાયરસના ચેપનું પ્રમાણ વધી રહ્યું છે. સ્વાસ્થ્યને લઇને આજે વ્યકિતએ પોતે વધુ જાગૃત થવાની જરુર છે. આ માટે સંતુલિક આહાર, શારીરિક શ્રમ, વ્યાયામ, સમયસર મેડીકલ તપાસ, તણાવ મુકિત, પૂરતી ઊંઘ, જેવા વિવિધ પાસા બાબતે તકેદારી રાખવી પડશે કારણ કે સાવચેતી એ જ સલામતિ ‘પહેલું સુખ એ શારીરિક શરીર છે, સુખનાં ઘરમાં સુખ છે અને જીવન હોય તો જીવન છે’

વિશ્વ આરોગ્ય સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ વિશ્વભરના લોકોના આરોગ્યનું સ્તર ઉંચુ રાખવાનો છે. તે સમગ્ર વિશ્વનાં દેશોને માર્ગદર્શન, આગોતરી ચેતવણી સલાહ, ટ્રીટમેન્ટ ગાઇડન્સ સાથે રોગચાળાને કંટ્રોલ કરવા માટેનો સહયોગ અને માર્ગદર્શિકા જાહેર કરે છે. સ્વાસ્થ્યની ખરી કિંમત તેની ગેરહાજરીમાં જ સમજાય માનવ અસ્તિત્વ માટે સ્વાસ્થ્ય અને તેની જાળવણી અતિ મહત્વની છે.

હેલ્થ શબ્દ એ જાુના જર્મન અને એન્ગ્લો સેકશન શબ્દ ‘હેલ’ ઉપરથી આવ્યો છે. જેનો અર્થ હોલનેશ એટલે કે સમગ્ર સ્વાસ્થ્ય અને પવિત્ર એવો થાય છે. ગ્રીક વૈદ્ય ગેલનનામતે ‘સ્વસ્થ્ય કે સ્વસ્થતા ’ ત્યારે જ ઉદભવે છે જયારે શરીર ગરમ, ઠંડા, સૂકા, ભીના અઁગભૂત  તત્વો વચ્ચે સંતુલન સાથે છે. ભારત સહિત વિકસતા દેશોમાં આરોગ્ય નીતિઓએ વસ્તી વધારો, સામાન્ય રોગો, કુપોષણ, અપંગતા, એઇડસ, કેન્સર જેવા નવા ઉભરતા રોગો, વ્યવસાયિક રોગો, માનસિક રોગો અને તેને સંબંધીત મુદ્દાઓ ઉપર ઘ્યાન કેન્દ્રીત કર્યુ છે. સારુ આરોગ્ય એ વૈશ્ર્વિક  જીવન રીતિઓ તરફ લઇ જાય છે એટલે જ ભારતમાં એક કહેવત પ્રચલિત છે કે ‘હેલ્થ ઇસ વેલ્થ’ એટલે કે ‘સ્વાસ્થ્ય એ જ સંપતિ છે’

આરોગ્ય ત્રણ રીતે મહત્વ પૂર્ણ છે જેમાં તે સ્વાભાવિક રીતે મહત્વ ધરાવે છે. તે વ્યકિતગત અને સામાજીક સ્તરે મહત્વનું સાધન છે અને તે લોકોના સશકિતકરણ ને પ્રોત્સાહન આપે છે. આંતરિક સુઝ મુજબ આરોગ્ય મહત્વ પૂર્ણ છે કારણ કે તે મનુષ્યની સુખાકારી પ્રત્યક્ષ રીતે માપે છે. વસ્તીની સારી આરોગ્ય પરિસ્થિતિ મૃત્યુ  દરમાં ઘટાડો અને અપેક્ષિત સરેરાશ આયુષ્યમાં વધારો લાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.