Abtak Media Google News
  • વિશ્વમાં 1914માં પ્રથમ ઇલેક્ટ્રીક ટ્રાફિક પોઇન્ટ ક્લીવલેન્ડ ઓહિયોમાં સ્થાપિત કરાયું હતું
  • 1912માં સોલ્ક લેક સિટીમાં લાલ અને લીલી લાઇટો લાકડાના બોક્સ મુકીને નિયમન કરતા હતા
  • 5મી ઓગસ્ટ 1914એ વિશ્વના પ્રથમ ટ્રાફિક સિગ્નલનો સ્થાપના દિવસ ગણાય છે

આજે જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક સમસ્યા જોવા મળે છે. લોકો પાસે વાહનોનો વધારો દિનપ્રતિદિન વધતા શહેર કે ગામમાં આ સમસ્યા હવે સરદર્દ બની ગઇ છે. ટ્રાફિક જામ જેવી વિવિધ સમસ્યાના ઉકેલ માટે વિવિધ આયોજનો થઇ રહ્યા છે ત્યારે વિશ્ર્વમાં પ્રથમ 1912માં આ સમસ્યા નિવારવા પગલા લેવાયા હતા ને તેની યાદમાં આજે ટ્રાફિક લાઇટ ડેની વિશ્વભરમાં ઉજવણી થઇ રહી છે.

Untitled 1 103

તમે ગમે ત્યાં જતા હો તો તમને ટ્રાફિક સિગ્નલ વચ્ચે આવે જ ને આ સમસ્યા સીધી વસ્તી વધારા સાથે સંબંધ ધરાવે છે. વાહનોમાં ડીમ-ફૂલ લાઇટ સાથે ટ્રાફિક સિગ્નલની નિયંત્રણ વ્યવસ્થા સૌએ અકસ્માત નિવારવા માનવી જ પડે છે, અન્યથા દંડ ભરવા તૈયાર રહેવું પડે છે. 1914માં પ્રથમ ઇલેક્ટ્રીક ટ્રાફિક પોઇન્ટ ક્લીવલેન્ડના ઓહિયામાં સ્થાપિત કરાયું હતું ને એ પહેલા 1912માં સેલ્ક લેક સીટીમાં લાલ અને લીલી લાઇટ લાકડાનાં બોક્સમાં રાખીને ટ્રાફિક નિયમનનો પ્રયોગ કર્યો હતો.

1868માં પણ લંડનમાં ટ્રાફિક ઉપકરણથી ક્યારે રોકાવું અને ક્યારે સાવચેતી રાખવી તે જાણવામાં લોકોને જાગૃત્તિ કરવામાં આવી હતી. 5મી ઓગસ્ટ 1914એ વિશ્ર્વના પ્રથમ ટ્રાફિક સિગ્નલનો સ્થાપના દિવસ ગણાય છે. પ્રારંભે સાયકલ સવારો, ઘોડે સ્વારો અને સ્ટ્રીટકારને રસ્તા પર સુરક્ષિત પરિવહન કરાવાયું હતું. 1950ના દશકામાં કોમ્પ્યૂટરથી નિયંત્રણ શરૂ થયું.

વિશ્ર્વના સૌથી ભીડવાળા શહેરોમાં મનિલા, બોગોટા, લિમા, મોસ્કો, ઇસ્તંબુલ અને જકાર્તા જેવા શહેરોનો સમાવેશ થાય છે તો આપણા ભારતમાં સૌથી વધુ ગીચ શહેરોમાં બેંગલુરૂ, મુંબઇ, પુના અને નવી દિલ્હીનો સમાવેશ થાય છે. આજનો દિવસ ટ્રાફિક લાઇટ કેવી રીતે કામ કરે છે તે તમારા બાળકોને શિખવવાનો છે. લીલા અને લાલ રંગનો અર્થ શું તે દરેક નાગરિકને ખબર હોવી જોઇએ. દરેક માનવીને બહાર કે ઘરે જવાના માર્ગમાં કેટલીય ટ્રાફિક લાઇટનો સામનો કરવો પડે છે.

વિશ્વના સૌથી વધુ ભીડવાળા શહેરો

* મનિલા

* બોગોટા

* લિમા

* મોસ્કો

* ઇસ્તંબુલ

* જકાર્તા

ભારતના સૌથી વધુ ભીડવાળા શહેરો

* બેંગલુરૂ

* મુંબઇ

* પુના

* નવી દિલ્હી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.