Abtak Media Google News

રાશિ અનુસાર ઘરમાં રાખો કાચબો, દૂર થશે પરેશાની


રીમ ચિંતાના શ્રીજી

આજે ‘વિશ્વ કાચબા દિવસ’ છે. જેની શરૂઆત અમેરિકા થી થઈ હતી. કાચબો એક ઉભયાજીવી પ્રાણી છે. પ્રાણીશાસ્ત્રીઓ જમીન પર વસનારા કાચબાને ટોટર્સ (tortoise) કહે છે, જ્યારે સમુદ્રના, નદીના, કુવાના તથા સરોવરના કાચબાને ટર્ટલ (turtle) કહે છે. બન્ને જાતો એકબીજા કરતા જુદી છે. કાચબા જ્યોતિષશાસ્ત્ર અને ફેંગશુઈ બંનેમાં શુભકારી માનવમાં આવે છે.

Screenshot 11 13શાસ્ત્રો મુજબ કાચબાની વિટી પહેરાવી લાભદાયી નીવડે છે. જો સારી રીતે ચાલતો ધંધો અટકી જાય. તમે વેપારમાં નુકસાનનો સામનો કરી રહ્યા છો. તો આવી સ્થિતિમાં કાચબાની વીંટી પહેરવી ફાયદાકારક છે. કેટલીક પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ ઘટવો અથવા પોતાના પર વિશ્વાસ ન રહે ત્યારે પણ આ પ્રકારની વિટી પહેરાવી કલ્યાણકારી માનવમાં આવે છે. કોઈ વારંવાર બીમાર રહે છે તો કાચબાની વીંટી તેવી વ્યક્તિ માટે ફાયદાકારક સાબિત થાય છે. પરિશ્રમ બાદ પણ નાણાકીય કટોકટીમાંથી બહાર નથી આવી રહી. તો કાચબાની વીંટી પહેરવી જોઈએ. તેનાથી પૈસા આવશે અને આર્થિક સંકટ દૂર થશે. કેટલાક પરિવારોમાં, પરસ્પર વિખવાદ કાયમ રહે છે. પરિવારમાં હંમેશા કોઈને કોઈ બાબતને લઈને ઝઘડો થતો રહે છે. તેથી પરિવારની શાંતિ માટે અને કષ્ટોમાંથી મુક્તિ મેળવવા માટે કાચબાની વીંટી પહેરવી જોઈએ. તેનાથી ફાયદો થશે.

Screenshot 3 20

વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ મુજબ કાચબાનું મહત્વ અને તેને ઘરમાં રાખવાના ફાયદા

ફેંગશુઈ કછુઆ ઘરમાં રાખવું ખૂબ જ શુભ હોય છે. તેનો ઉલ્લેખ વાસ્તુશાસ્ત્રમાં કરવામાં આવ્યો છે. સાથે જ તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુનો એક અવતાર પણ કાચબાના રૂપમાં હતો, જેના કારણે તેને નારાયણનું પ્રતિક પણ માનવામાં આવે છે. ભગવાન નારાયણે સમુદ્ર મંથન દરમિયાન કાચબાનું રૂપ ધારણ કર્યું અને મંદરાંચલ પર્વતને પોતાના કવચમાં લઈ લીધો.

હિંદુ ધર્મના વાસ્તુશાસ્ત્ર તેમજ ફેંગશુઈ શાસ્ત્રમાં કાચબાને શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યાં પણ કાચબાને મુકવામાં આવે છે ત્યાં લાભ છે. સાથે જ વાતાવરણમાં રહેલી ઉર્જા સકારાત્મક દિશામાં કામ કરવા લાગે છે. ચાલો હવે અમે તમને કાચબાને ઘરમાં રાખવાના ફાયદાઓ વિશે જણાવીએ.

Screenshot 10 11

1. કાચબા દ્વારા રોકાયેલું નાણું પાછું આવે છે અને વ્યક્તિ દેવામાંથી મુક્તિ મેળવે છે. જ્યાં પણ આ કાચબો લગાવવામાં આવે છે ત્યાં ક્યારેય આર્થિક સંકટ નથી આવતું.

2. વ્યક્તિને નોકરી, વેપાર અને શિક્ષણમાં સફળતા મળે છે. દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય છે.

3. અદ્ભુત શક્તિઓ સાથે, કાચબો ઘરને બધી અનિષ્ટ શક્તિઓથી સુરક્ષિત કરે છે અને તે ઘરને ક્યારેય ખરાબ નજર પડતી નથી. હંમેશા સુખ અને શાંતિ રહે.

4. કોઈપણ નવો ધંધો કે કોઈ શુભ કાર્ય શરૂ કરતા પહેલા કાચબાને ત્યાં રાખવો જોઈએ. આમ કરવાથી તબક્કાવાર આવનારી પરેશાનીઓ દૂર થાય છે.

5. વાસ્તુશાસ્ત્ર અનુસાર ફેંગશુઈ કાચબાને યોગ્ય દિશામાં રાખવા જોઈએ. જો તેને કોઈ ખોટી દિશામાં મૂકવામાં આવે તો તેની વિપરીત અસરો જોવા મળે છે.

6. કાચબો કોઈપણ ધાતુ, કાચ, માટી કે ક્રિસ્ટલનો બનેલો હોય તો તેને ઘરમાં સ્થાપિત કરવાથી જીવનમાં ધનની સાથે-સાથે આયુષ્ય પણ મળે છે.

7. જો ઘરમાં કોઈ લાંબા સમયથી બીમાર રહે છે, તો તેને રોગમાંથી મુક્તિ મળે છે.

8. વ્યક્તિને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે અને તે બધા સાથે સારા સંબંધો જાળવવામાં સફળ થાય છે.

Screenshot 13 8

 

વાસ્તુશાસ્ત્ર મુજબ કાચબાને ઘરમાં કેવી રીતે સ્થાપીત કરશો  ? 

ફેંગશુઈ અનુસાર કાચબાને હંમેશા પૂર્વ દિશામાં રાખવો જોઈએ કારણ કે આ દિશા શુભ માનવામાં આવે છે. જો તેને પાણીમાં રાખવામાં આવે તો તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ઘરમાં મૂકવામાં આવેલો સ્ફટિક કાચબો ધન વૃદ્ધિનું સૂચક છે. તે સકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે અને આર્થિક માર્ગમાં આવતા તમામ અવરોધોને દૂર કરે છે. કાચબાને ઘરમાં ઈશાન કે પૂર્વ દિશામાં રાખવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિશા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આધ્યાત્મિક રીતે કાચબો સુખ, સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક છે. કાચબાને જ્યાં પણ રાખવામાં આવે છે ત્યાં ગરીબી, આર્થિક સંકટ જેવી સમસ્યાઓ દૂર થાય છે અને ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.