Abtak Media Google News

બહોળી સંખ્યામાં મહિલાઓ આપશે હાજરી

ખોડલધામ મહિલા સમીતિ-રાજકોટ દ્વારા ૮ માર્ચે વિશ્ર્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવનાર છે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલ અને શાલીનીબેન પટેલના અઘ્યક્ષ સ્થાને વિશ્ર્વ મહિલા દિવસ નિમિત્તે યોજાઇ રહેલા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન તથા રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના ધર્મપત્ની માલિનીબેન અગ્રવાલ તેમજ પૂર્વ જિલ્લા રજીસ્ટ્રાર સંગીતાબેન રૈયાણી હાજરી આપશે.

આ ઉપરાંત આમંત્રીત મહેમાનોમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીઓના ધર્મપત્ની, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટઓના ધર્મપત્ની, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટીઓના ધર્મપત્ની, સરદાર પટેલ શોશિયલ ગૃપના હોદ્ેદારો ઉપસ્થિત રહેશે.

વિશ્ર્વ મહિલા દિવસ નિમિત્તે આગામી ૮ માર્ચ રવિવારે સરદાર પટેલ ભવન, ચંદ્રેશનગર પાણીના ટાંકાની સામે, માલવિયા નગર પોલીસ સ્ટેશન વાળી શેરી, રાજકોટ ખાતે આ કાર્યક્રમ યોજાશે. બોપેર ૩ કલાકથી ૭ કલાક સુધી આ કાર્યક્રમ ચાલશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ખોડલધામ મહિલા સમીતિની બહેનો જહેમત ઉઠાવી રહી છે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવે છે. કાર્યક્રમ પૂર્ણ થયે અલ્પાહારની વ્યવસ્થા કરાઇ છે તેવુ અબતકની મૂલાકાતે આવેલા મહિલા આગેવાનોએ કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.