Abtak Media Google News

આ પુલ બનતા છ કલાકની દૂરી હવે ફક્ત છ મિનિટ થઇ ગઇ: ચીને છેલ્લા એક દશકામાં ઘણા પુલો નિર્માણ કર્યા: વિશ્ર્વના ટોપ 10 લાંબા બ્રિજ પૈકી છ પુલ એકલ ચીન દેશમાં છે

 

વિશ્ર્વના દેશો પોતાના દેશમાં રોડ નેટવર્કને મજબૂત કરવા આવા અદ્યતન પુલો નિર્માણ કરે છે: વિશ્ર્વમાં ટોપ-10 હેગીંગ બ્રીજ જાપાન, ચીન, ડેનમાર્ક, તૂર્કી, દક્ષિણ કોરીયા જેવા દેશોમાં આવેલા છે

ગામથી શહેર, શહેરથી રાજ્ય, રાજ્યથી બીજા રાજ્ય સાથે સમગ્ર દેશમાં રોડ અને મોટા પુલોથી સમગ્ર નેટવર્ક વાહનો માટે બનાવાય છે. એક દેશથી બીજા દેશ જવા માટે પણ લાંબા રોડ દ્વારા પણ વિદેશ જઇ શકાય છે. આપણા ગુજરાતમાં હમણાં જ ઝુલતો પુલ તૂટી પડ્યા અસંખ્ય લોકોના મૃત્યુની ઘટના નિર્માણ થઇ હતી. આજના આ લેખમાં આવા હેગીંગ, સસ્પેંશન કે ઝુલતા પુલોની વાત કરવી છે. વિશ્ર્વનાં ટોપ-10 સસ્પેશન બ્રીજ ચીન, જાપાન, ડેનમાર્ક, તૂર્કી અને કોરીયા જેવા દેશોમાં છે. ગત વર્ષે જ તુર્કી દેશમાં એશિયા અને યુરોપને જોડતો દુનિયાનો સૌથી લાંબો સસ્પેંશન પુલે નિર્માણ કર્યો છે. આ બધા પુલો અદ્યતન ટેકનીકથી બનાવેલ છે તો કેટલાક તો માત્ર બન્ને છેડાના આધારવાળા પણ પુલો છે. આવા પુલોના નિર્માણથી વાહનોનો સમય બચી જતો હોવાથી રોડ નેટવર્કને મજબૂત કરવા આવા પુલો દેશ નિર્માણ કરે છે.

તુર્કી ખાતે બનાવેલ આ પુલ પહેલા રસ્તો ક્રોસ કરતાં છ કલાક લાગતી હતી. જે પુલ બનતા માત્ર છ મિનિટ થઇ ગઇ હતી. અદ્યતન ઇજનેરી વિદ્યા સાથે દિવસ-રાતની મહેનત બાદ આવા પુલો નિર્માણ થતાં હોય છે. પુલમાં વપરાતી તમામ વસ્તુની ચકાસણી કરીને વપરાતી હોવાથી વિદેશી પુલો તૂટવાનો ભય રહેતો નથી. આપણે ત્યાં તો ઘણીવાર પુલ બનતો હોય ત્યારે પણ તૂટી પડ્યાના બનાવો બને છે. વિશ્ર્વમાં એક માત્ર ચીન દેશે છેલ્લા એક દશકામાં વિશાળ પુલો નિર્માણ કરીને વિશ્ર્વને તેની ઇજનેરી તાકાત બતાવી છે. વિશ્ર્વના ટોપ-10 લાંબા બ્રીજ પૈકી છ પુલ તો એકલા ચીન દેશમાં છે.

વિશ્ર્વના સૌથી લાંબા સસ્પેશન પુલની માહિતીમાં તેના કેન્દ્રીય ગાળાની લંબાઇ આધારે ટોપ-10માં સ્થાન અપાયું છે. રોડ ટ્રાફીક ટેકનોલોજીની વિકાસની હરણફાળે વિશ્ર્વમાં ઘણા અદ્યતન બ્રિજ જે 100 નિર્ભયતા વાળા છે. આ પુલની યાદીમાં ઝીહાઉમેન બ્રિજ, આકાશી કૈકયો બ્રિજ, નાનશા બ્રિજ, ગ્રેટબેલ્ટ બ્રિજ, ઉસ્માન ગાઝી બ્રિજ, યીસન-સિનબ્રિજ, રૂનયાંગ યાંગઝે નદી પુલ, હેંગ-રૂઇડોંગટીંગ બ્રિજ અને નાનજિંગ યાંગત્ઝે બ્રિજનો સમાવેશ થાય છે. સૌથી મોટા બ્રિજની 1991 મીટરની લંબાઇ છે તો દશમાં સ્થાને આવતા બ્રિજની 1418 મીટરની લંબાઇ છે. આધુનિક ઇજનેરી અજાયબી જેવા આ પુલો વિશ્ર્વભરનાં પ્રવાસીઓનું આકર્ષણ બન્યા છે. જમીનથી સેંકડો કે હજારો ફૂટ ઉપર લટકવાનો, ઝુલવાનો રોમાંચ આપે છે. વિશ્ર્વના ઘણા લટકતા પુલો એક અજાયબી સમા જોવા મળે છે. ઘણા પુલોને યુનેસ્કો દ્વારા માન્યતા આપીને તેને શ્રેષ્ઠતા યાદી કે દેશની ધરોહરમાં મુકેલ છે.

– આકાશી કૈકયો બ્રિજ-જાપાન : જાપાનના આકાશી સ્ટેટ સ્થિ છે. જેની લંબાઇ 1991 મીટર સાથે 3.9 કિમીનું અંતર છે. દશ વર્ષ સુધી ચાલેલા આ પુલને 1998માં વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. આ પુલ 7.2 રીક્ટર સ્કેલનો ધરતીકંપ સહન કરી શકે છે. 60 મીટર ઊંડા સમુદ્રમાં પાયા સાથે ત્રણ સ્પેન અને બે હિંગવાળા સખત ટ્રસ પ્રકારનું માળખુ ધરાવે છે. સ્ટ્રક્ચરનું કુલ વજન 193.200 છે. જે 120 ટન વર્ટીકલ ફોર્સને સર્પોટ કરે છે.

– યાંગસિગાંગ યાંગ્ત્ઝેન નદી પુલ- ચીન : આ પુલને 10મા બ્રિજ તરીકે ઓળખાય છે. ચિનમાં વુહાન સ્થિત આ પુલ 2019માં વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. આ પુલ ડબલ ડેક સસ્પેંશન બ્રિજ છે. જે યાંગ્ત્ઝેન નદી પર છે. 170 મીટરની લંબાઇ ધરાવતો આ બ્રિજ 4.13 કિ.મી. લાંબોને મુખ્ય પુલ બન્ને દિશામાં 12 લેન ધરાવે છે. બ્રિજના ઉપલા ડેકમાં 2 મીટર પહોળી ફૂટપાથ છે. નદીનો નઝારો જોવા 8 વિશ્રામસ્થાનો આવેલા છે. સાઇડના બન્ને વોકવે વરસાદમાં ભિંજાયા વિના ચાલવા દે છે.

– નાનશાબ્રિજ- પૂર્વ, ચીન : આ બ્રિજ અગાઉ હ્યુમેન બ્રિજ તરીકે ઓળખાતો હતો. તેમાં બે ઝુલતા પુલનો સમાવેશ થાય છે. 1688 મીટર લંબાઇ ધરાવતો આ બ્રિજ પર્લ નદી ઉપર 12.89 કિ.મી. લાંબો છે. આ પુલ ચિનના સાત શહેરોને જોડે છે. 2019માં આ પુલ ખુલ્લો મુકાયો હતો. આ પુલ ફાઇવ-જી નેટવર્કથી સજ્જ અને તેના પરથી દરરોજ એક લાખ વાહનો પસાર થાય છે.

– ઝીહાઉમેન બ્રિજ, ચીન : આ પુલ ત્રણ સ્પેન સ્ટીલ બોક્સ ગર્ડર સસ્પેંશન બ્રિજ છે. જે 1650 મીટર લાંબો છે. ઝુશાન દ્વીપ સમુહમાં જિન્ટાંગ અને સેઝી ટાપુને જોડે છે. આ બ્રિજના 95 મીટર ઊંડા પાણીનો પાયો છે. ફોર સેના બ્રિજ-2009માં ખુલ્લો મુકાયો હતો. 50 મીટરની ઉંચાઇ ધરાવતો આ બ્રિજ 17 સુપર ટાયફૂન્સના બળનો પ્રતિકાર કરી શકે છે.

– ગ્રેટ બેલ્ટ બ્રિજ ઇસ્ટ, ડેનમાર્ક : આ દેશના પૂર્વ-પશ્ર્ચિમ ભાગને જોડતો પુલ છે. 18 કિ.મી. લાંબો પુલ 1998માં ખૂલ્લો મુકાયો હતો. આંતરરાષ્ટ્રીય જળ માર્ગ ઉપર 65 મીટરની ઉંચાઇ આ બ્રિજ ધરાવે છે. આ બ્રિજમાં બે પુલ પૈકી એક રેલ ટનલનો છે.

ટોપ ફાઇવ સિવાય વિશ્ર્વના ટોપ ટેન બ્રિજમાં છઠ્ઠા સ્થાને ઉસ્માન ગાઝી બ્રિજ-તૂર્કી (1550 મીટર), યીસન-સિન બ્રિજ-દક્ષિણ કોરીયા (1545 મીટર), રૂજપાંગ યાંગ્ત્ઝે નદી પુલ-ચીન (1490 મીટર), હેંગ-રૂઇ ડોંગટીંગ બ્રિજ-ચીન (1480 મીટર) અને દશમા સ્થાને નાનજિંગ યાંગ્ત્ઝે બ્રિજ-ચીન (1418 મીટર)નો સમાવેશ થાય છે. આ સિવાય વિશ્ર્વના સૌથી ઊંચા પુલોની યાદીમાં સિંદુ નદી પુલ-ચીન, બાલુઆર્ટે બ્રિજ-મેક્સિકો, બાલિંગ રીવર બ્રિજ-ચીન, બીપેઇનજીંગ પુલ-ચીન, આઇઝાઇ બ્રિજ ચીનનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.